ગુજરાતના ખેડૂતો સાવધાન! વાતાવરણમાં થતો અચાનક ફેરફાર ઘઉંના પાકને નુકશાન કરી શકે?
હવામાન આગાહી કાર અંબાલાલની આગાહી. ઘઉંના પાકના ખેડૂતોએ ફેબ્રુઆરી પાંચ તારીખની આસપાસ બદલાયેલા વાતાવરણની અસર થઈ શકે એટલે સાવચેતી રહેવું. સાથે જીરાના પાકને અસર થઈ શકે છે.
Trending Photos
અશોક બારોટ/જૂનાગઢ: હાલમાં વાતાવરણમાં અનેક ફેરફાર નોંધાઈ રહ્યા છે અને ખેડૂતોએ શિયાળુ પાકનું સારું એવું વાવેતર પણ કર્યું છે, પરંતુ આ વાવેતરમાં અચાનક વધતી ગરમી અને અચાનક વધી જતી ઠંડીને લઈને ખેડૂતો ચિંતામાં મુકાયા છે. જે રીતે ઠંડી કે ગરમીમાં ફેરફાર નોંધાય તો પાકમાં નુકસાન થઈ શકે તેવી વાત પણ ખેડૂતો હાલ કરી રહ્યા છે.
ત્યારે વાતાવરણમાં આ પ્રકારના ફેરફાર નોંધાય અથવા તો અચાનક ઠંડી અને ગરમી તો શરૂ થાય તો શિયાળુ પાકમાં કઈ પ્રકારે નુકસાન થઈ શકે અને તેના નિરાકરણના ભાગરૂપે ખેડૂતો કઈ દવાનો ઉપયોગ કરી શકે તે વિશે જૂનાગઢના કૃષિ યુનિવર્સિટીના ઘઉં સંશોધન કેન્દ્રના મદદનીશ સંશોધક ડૉ. આઈ.બી.કાપડિયાએ માહિતી આપી હતી.
આમ જોઈએ તો ઘઉં પાક છે એ ઠંડા તાપમાન માટે અનુકૂળ હોય છે પણ ઘણી વખત એવું હોય છે કે પાછળ જ્યારે જાન્યુઆરી મહિનાના અંત બાજુ જઈએ ત્યારે તાપમાન વધારો થતો હોય છે તેને લીધે ઘઉંનો પાક પરિપક્વ થઈ જતો હોય છે. બરોબર છે તો એ એક કુદરતી વાતાવરણના ફેરફારને લીધે થતો હોય છે. જેની અંદર કોઈ માનવસર્જિત હોતું નથી. જેથી કરીને એની અંદર પાક પરિસ્થિતિની અંદર કોઈ પણ પ્રકારની દવા છાંટવાની જરૂરિયાત રહેતી નથી અને પાક છે એ વહેલો પરિપક્વ થઈ જતો હોય છે અને જે ઠંડી વધ અને ઘટ જે છે એની લીધે પાકની પરિસ્થિતિ ઉપર એની પરિપક્વતા અથવા તો પાકવાના દિવસોની અંદર વધઘટ જોવા મળશે.
ઠાર વધારે હોય તો ઘઉંની ક્વોલિટી સારી હોય એનું કારણ એ છે કે થોડો ઠંડીનો ભાગ હોય છે અને બીજું ઠારને લીધે એક વસ્તુ એવી પણ બને છે કે જ્યારે કોઈ પાક છે એના દાણા ખુલ્લા રહેતા હોય ઘઉંની અંદર ઘણી એવી ડુંડી હોય છે કે એમના દાણા ખુલ્લા રહેતા હોય તો એ ઠાર જમા થતો હોય છે. તો એ જો આ ઠાર સમયસર ઊડે નહીં અને જો પ્રકાશ ન પડે તો એ કાળા ટપકામાં પણ પરિવર્તન થતો હોય છે તેને લીધે ઘણી વખત ક્વોલિટી બગાડ થતો હોય છે પણ જો ઠાર હોય અને જો સમયસર ઉડી જતો હોય અને જો સમયદાણા ઉપર ન રહેતો હોત તો એની ક્વોલિટી ઠંડીને લીધે સુધરતી પણ હોય છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે