અંબાલાલ પટેલની આગાહી : શરદ પૂનમે ચંદ્ર સાથે આવા વાદળો દેખાશે તો આવશે વિનાશક વાવાઝોડું

Cyclone Tej Alert : તેજ વાવાઝોડાના કારણે ગુજરાતમાં વરસાદની શક્યતા..24 કે 25 ઓક્ટોબરે આફ્રિકા, યમન અને ઓમાન વચ્ચે ટકરાશે વાવાઝોડું..સૌરાષ્ટ્રના દરિયા કિનારે વરસાદની ઝાપટાની આગાહી...
 

અંબાલાલ પટેલની આગાહી : શરદ પૂનમે ચંદ્ર સાથે આવા વાદળો દેખાશે તો આવશે વિનાશક વાવાઝોડું

Cyclone Tej Alert Live News : વાવાઝોડા તેજ અંગે હવામાન વિભાગે એલર્ટ આપી દીધું છે. હવામાન વિભાગે જણાવ્યું કે, આજે બપોર સુધી તેજ વાવાઝોડું અત્યંત ભીષણ ચક્રવાતમાં ફેરવાઈ શકે છે. 23 ઓક્ટોબરે વાવાઝોડું ગંભીરથી અતિ ગંભીર બને તેવી આશંકા છે. તેથી લોકોને દરિયાકિનારે ન જવાની અપીલ કરવામાં આવી છે. માછીમારોને દરિયો ન ખેડવા માટે ચેતવણી અપાઈ છે. ગુજરાત પર વાવાઝોડા તેજની કોઈ અસર નહીં થાય. 25 ઓક્ટોબરે ઓમાન અને યમનની વચ્ચે તેજ વાવાઝોડું ટકરાશે. આ સમયે પવનની ઝડપ 100થી 120 કિલોમીટર પ્રતિ કલાક રહી શકે છે. 

હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ અનુસાર, વાવાઝોડું ઓમાન તરફ જશે. પરંતું તકેદારીના ભાગરૂપે માછીમારોને દરિયો ન ખેડવાની અપાઈ ચેતવણી અને બંદરો પર 1 નંબરના સિગ્નલ લગાવી દેવાયા છે. અરબી સમુદ્રમાં લોપ્રેસરના લીધે સૌરાષ્ટ્રના બંદરો પર એક નંબરના સિગ્નલ લગાવી દેવાયું છે. મોરબી જિલ્લાના નવલખી બંદરે એક નંબરનું ભય સૂચક સિગ્નલ લગાવવામાં આવ્યું છે. દરિયામાં ભારે પવન ફૂંકાવાની શક્યતાને લઇ માછીમારોને સાવચેત રહેવા અને દરિયો ના ખેડવા સૂચના અપાઈ છે. ગુજરાત મેરિટાઇમ બોર્ડ દ્વારા સાવચેતીના ભાગ રૂપે એક નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 'તેજ' ચક્રવાતી તોફાન રવિવાર સુધીમાં ગંભીર ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ શકે છે અને દક્ષિણમાં ઓમાન અને યમનના દરિયાકાંઠે ટકરાઈ શકે છે. જોકે, હવામાન વિભાગે આશંકા વ્યક્ત કરી છે કે આ વાવાઝોડું પણ અગાઉના ચક્રવાતી તોફાન બિપરજોયની જેમ પોતાનો માર્ગ બદલી પણ શકે છે. ખાસ કરીને ચક્રવાત અને તેની સાથે સંકળાયેલા ભારે વરસાદ અને ભારે પવનની અસરથી ખેતરોમાં વિવિધ પાકને નુકસાન થઈ શકે છે.હાલ મગફળી, કપાસ, સોયાબીન વગેરે પાક તૈયાર થઇ ગયો છે. ખેતરમાં પાક પડ્યો છે. શિયાળુ વાવેતરની પણ ખેડૂતો તૈયારી કરતા હોય છે. આવા સંજોગોમાં વાવાઝોડૂં આવે તો ખેડૂતોને હાલત કફોડી બને તેમ છે.

તો આગાહીકાર અંબાલાલ પટેલે તેજ વાવાઝોડુંને લઇ આગાહી કરી કે, આજે તેજ સાયકલોનમાં ફેરવાઈ ગયું છે. 24-25 ઓક્ટોબરે આફ્રિકા, ઓમાન અને યમન વચ્ચે ટકરાશે. પણ તેના કારણે ગુજરાતમાં ભારે ફેરફાર આવશે. આ સમયે ભારે પવન ફૂંકવાની શક્યતા છે. આ વાવાઝોડું વિકરાળ બની રહેશે. જેથી દરિયો ભારે તોફાની બની રહેશે. ખાસ કરીને દક્ષિણ ભારત તરફ વધુ તોફાની પવન રહેશે. યમન તરફ વધુ તોફાની રહેશે. ગુજરાતમાં સૌરાષ્ટ્રના દરિયા કિનારે વરસાદી ઝાપટા રહેશે. આ સમયે ભારે પવન ફૂંકાઈ શકે છે. ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે. 23-24-25 ઓક્ટોબરે ગુજરાત ના ઉત્તર પશ્ચિમ ભાગોમાં વાદળ આવશે. પંજાબ, રાજસ્થાન અને હરિયાણામાં પશ્ચિમી વિક્ષેભના કારણે કમોસમી વરસાદ થશે. તો મધ્ય ગુજરાતનાં કેટલાક ભાગોમાં વરસાદી છાંટા પડી શકે છે. 

અંબાલાલ પટેલે જણાવ્યું કે, આ વર્ષે નવેમ્બર અને ડિસેમ્બરની શરૂઆતમાં શિયાળો હુંફાળો રહેશે. આ વર્ષે શિયાળો અલ નિનોના કારણે થોડો મોડો શરૂ થશે. 22 ડિસેમ્બર પછી દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમ વર્ષા થશે. જેના કારણે ગુજરાતમાં ઠંડી શરુ થશે. પરંતું આ વર્ષે જાન્યુઆરી મહિનો ઠંડો રહેશે. 5 મી ફેબ્રુઆરીથી દેશના ઉત્તરીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થતા કાતિલ ઠંડીને વેગ મળશે. આ દિવસોમાં લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી રહેવાની શક્યતા છે. તો ઉત્તર ગુજરાતનાં ભાગોમાં લઘુત્તમ તાપમાન 8 ડિગ્રી રહેવાની શક્યતા છે. ગુજરાતની વાત કરીએ તો આ વર્ષે નલિયાનું તાપમાન 7 ડિગ્રી સુધી રહેવાની શક્યતા છે. ફેબ્રુઆરીના અંત સુધી અને માર્ચના શરૂઆતમાં ગુલાબી ઠંડી રહેશે. એક પછી એક પશ્ચિમી વિક્ષેભ આવતા દેશના ઉત્તરીય પ્રદેશોમાં હવામાન કથળી જવાથી દિવાળી પહેલા સવારે ઠંડીનો અનુભવ થશે પણ તે શિયાળાની ઠંડી ગણી શકાય નહી. 26 ઓક્ટોબરથી હવામાનમાં ફેરફાર થતા સવારે ઠંડક રહેશે. આ દિવસોમાં રોગિસ્ટ ઋતુનો પ્રભાવ ઘટશે અને સમૃદ્રમાં વરસાદ વધુ થશે. આ શરદ પૂનમે ચંદ્રગ્રહણ છે, જો પૂનમે ચંદ્ર શ્યામ વાદળોમાં ઢંકાયેલો રહેતો વાવાઝોડું રહેવાની શક્યતા રહે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news