Gujarat Rain : ચોમાસામાં ગુજરાતનું સૌદર્ય સોળે કળાએ ખીલ્યું, પહાડો પરથી વહેતા થતા આ પ્રસિદ્ધ ધોધ
Gujarat Waterfall : ચોમાસું આવતા જ ગુજરાતના પ્રસિદ્ધ ધોધ ફરીથી જીવંત થયા.... ચોમાસામાં ફરવાની ઈચ્છા થઈ હોય તો આવી તક ગુમાવતા નહિ.... પછી નહિ જોવા મળે ધોધ
Trending Photos
Gujarat Tourism : હવામાન વિભાગ દ્વારા આગામી ચાર દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આવામાં આખા ગુજરાતમાં છેલ્લા બે દિવસથી વરસાદ વરસી રહ્યો છે. સૌરાષ્ટ્રથી લઈને ડાંગ સુધી કાળા ડિબાંગ વાદળો વચ્ચે ધોધમાર વરસાદ પડ્યો છે. જેને લઈને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે એટલું જ નહીં ખેતીલાયક વરસાદથી ખેડૂતોમાં પણ આનંદ છે. કારણકે ચોમાસુ પાક કરવા માટે ખેડૂતોને પાણીની તાંતી જરૂર પડે છેસ તેવામાં વાવણીના સમયે જ વરસાદ થતાં ખેડૂતોને પાક વાવણી માટે સરળતા પડી રહી છે. પરંતુ આ સાથે જ ખુશનુમા વાતાવરણ સર્જાયુ છે. ફરવા જવાનું મન થાય તેવુ વાતાવરણ બન્યું છે. ખાસ કરીને ચોમાસુ આવ્યુ એટલે ગુજરાતના ધોધ ફરી એક્ટિવ થયા છે. ત્યારે ગુજરાતના આ ધોધ પર નજર કરવા જેવી છે. જો તમને ચોમાસામાં ક્યાંય ફરવા જવાનુ હોય તો આ ધોધ જોવા નીકળી પડ્યો, ફરી આવો મોકો નહિ મળે.
આહવા નજીક આવેલ શિવ ઘાટનો ધોધ જીવંત થયો
ડાંગ જિલ્લામાં અવિરત વરસાદ વરસી રહ્યો છે. સતત પડી રહેલા વરસાદને પગલે નાના ઝરણાં અને ધોધ ફરી જીવંત થયા છે. ખાસ કરીને આહવા નજીક આવેલ શિવ ઘાટનો ધોધ જીવંત થયો છે. શિવઘાટ ધોધમાં નવા નીરની આવક થતાં આહલાદક દ્રશ્યો સર્જાયા છે. ડાંગનું કુદરતી સૌંદર્ય વરસાદી માહોલને લઈને સોળે કળાએ ખીલ્યું છે. તો સાથે જ જિલ્લામાંથી પસાર થતી નદીઓમાં નવા નીર આવતા અનેક ચેકડેમો ઓવરફ્લો થયા છે. સતત પાણીની આવક થતા પૂર્ણાં, અંબિકા, ખાપરી અને ગીરા નદીના જળ સ્તરમાં વધારો થઈ રહ્યો છે. ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ રહેતાં ખેડૂતો પણ ખેતીકામમાં જોતરાયા છે.
ડાંગમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી, જુઓ કુદરતના આ નયનરમ્ય દ્રશ્યો#dang #nature #rain #rainfall #weatherforecast #gujaratrain #ZEE24KALAK pic.twitter.com/fNlGkoLiqY
— Zee 24 Kalak (@Zee24Kalak) June 30, 2023
બોટાદનો ધોધ જીવંત થયો
બોટાદના ગઢડા તાલુકાના કેરાળા ગામે આવેલ ઐતિહાસિક સહસ્ત્રધરા ખોડિયાર મંદિરે આહલાદક દ્રશ્યો જોવા મળ્યા. કેરાળા અને ઉપરવાસમાં પડેલ જોરદાર વરસાદના કારણે ઝરણા અને પાણીનાં ધોધ શરૂ થયા છે. કેરાળા ગામે આવેલ સહસ્ત્રધરોમા ભગવાન શ્રી સ્વામિનારાયણ સ્ના કરતા હતા. ખોડીયાર મંદિર બાજુમાં વરસાદના જોરદાર ધોધ અને ઝરણાના અલૌકિક દ્રશ્યો સર્જાયા છે. શ્રાવણ માસમાં અહીં મોટી સંખ્યામાં પર્યટકો આવતા હોય છે. વરસાદના ધોધ અને ઝરણાનો કુદરતી નજારો જોવા મળ્યો છે. ત્યારે ફરી એકવાર અહી પ્રવાસીઓ ઉમટી પડશે.
સોનગઢમાં પ્રક્રૃતિ સોળે કળાએ ખીલી ઉઠી, જુઓ ચીમેર ધોધનો આહ્લાદક નજારો#Songadh #monsoon2023 #gujaratrain #weatherforecast #ZEE24kalak pic.twitter.com/K5jRJQFbeW
— Zee 24 Kalak (@Zee24Kalak) June 30, 2023
સોનગઢની સુંદરતા ખીલી ઉઠી
છેલ્લા બે દિવસથી પડી રહેલા ધોધમાર વરસાદને દક્ષિણ ગુજરાતના સોનગઢના જંગલનું સૌંદર્ય સોળે કલાએ ખીલી ઉઠ્યું છે. દક્ષિણ સોનગઢના જંગલ વિસ્તારોના નાના-મોટા ઝરણા તેમજ ધોધ ફરી જીવંત થયા છે. ચોમાસાની ઋતમાં પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર એવો સોનગઢનો ચીમેર ગામે આવેલ ચિમેર ધોધ ફરી જીવંત થયો છે. ગાઢ જંગલની વચ્ચે લગભગ 300 ફૂટની ઊંચાઈ પડતો ચિમેર ધોધ એક્ટિવ થયો છે. ચોમાસાની ઋતુમાં પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર બનતો હોય છે. છેલ્લા બે દિવસથી પડી રહેલા ભારે વરસાદને પગલે દક્ષિણ સોનગઢમાં જંગલનું સોંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું છે. ચિમેર ધોધને નિહાળવા માટે સુરત, વડોદરા અને સમગ્ર દક્ષિણ ગુજરાત સહિત મહારાષ્ટ્રના પ્રવાસીઓ આવતા હોય છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે