ગુજરાતના જાણીતા કથાકારની જીભ લપસી, વિવાદિત બોલથી ઠાકોર અને કોળી સમાજ ભડક્યો
Controversial Statement : પ્રેમ લગ્નનું ઉદાહરણ આપતા સમયે ચાલુ કથામં સીમરધામના રાજુબાપુ મહારાજના બગડ્યા બોલ, કોળી-ઠાકોર સમાજ વિષે બોલતા સમાજમાં રોષ છવાયો, પોલીસ ફરિયાદ થતા મહારાજે માફી માંગવી પડી
Trending Photos
Gir Somnath ગીર સોમનાથ : ગુજરાતમાં નેતાઓ બાદ હવે કથાકારની જીભ લપસી છે. સ્વામીનારાયણ સંતોના વિવાદિત નિવેદનો બાદ હવે એક કથાકારના બોલ બગડ્યા છે. ગીર સોમનાથના ઉનામાં કથા દરમિયાન કથાકારના વિવાદિત બોલ થતા ઠાકોર સમાજ ભ ભડક્યો છે. સીમરધામમાં રાજુબાપુના વ્યાસાસને કથા ચાલી રહી હતી. ત્યારે પ્રેમ લગ્નનું ઉદાહરણ આપતા સમયે મહારાજના બોલ બગડ્યા હતા. ચોક્કસ સમાજના યુવાન સાથે લગ્ન કરવા પર બોલ્યા કથાકાર બોલ્યા હતા. જેથી કથાકારના નિવેદન સામે સમાજમાં રોષ વ્યાપી ગયો છે. વિરોધ થતા રાજુબાપુએ બાદમાં માફી માંગતો વીડિયો રજૂ કર્યો છે. જોકે, કથાકાર સામે પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
ગીર સોમનાથના ઊના નજીક સીમરધામ ખાતે કથાકાર રાજૂબાપુના વ્યાસ આસને ચાલતી કથામાં કથાકારની જીભ લપસી હતી. સીમરધામ ગીરમાં શિવકથામા રાજુબાપુએ પ્રેમ લગ્નનું ઉદાહરણ આપતા હતા ત્યારે વિવાદિત શબ્દોનો ઉપયોગ કર્યો હતો. જેમાં ઉદાહરણ તરીકે કોળી - ઠાકોર સમાજ વિષે બોલતા રોષ છવાયો છે. કોળી અને ઠાકોર સમાજ વિશે અયોગ્ય ટિપ્પણી કથામાં કરાતા કોળી અને ઠાકોર સમાજમા કથાકાર રાજૂબાપુ સામે રોષ ભડક્યો છે.
રાજુબાપુના વિવાદિત નિવેદનનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થયો છે. સાથે જ સોશિયલ મીડિયા પર લોકો તેમના માટે રોષ ઠાલવી રહ્યાં છે. આ બાદ કથાકાર રાજુબાપુએ માફી માગતો વીડિયો જાહેર કર્યો હતો. જોકે તેમ છતાં કોળી સમાજ દ્વારા સોશિયલ મીડિયામાં વિરોધ યથાવત છે. કથાકાર વિરૂદ્ધ નવાબંદર પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.
રાજુ બાપુનો વીડિયો વાયરલ થતાં કોળી સમાજ દ્વારા નારાજગી પ્રગટ કરવામાં આવી. કોળી સમાજના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પ્રવીણભાઈ કોળી દ્વારા પ્રતિક્રીયા અપાઈ કે, રાજુ બાપુ દ્વારા કોળી અને ક્ષત્રિય ઠાકોર સમાજનું અપમાન કરવામાં આવ્યું છે. રાજુ બાપુની એક પણ જગ્યાએ કથા નહિ થવા દઈએ. કોળી અને ઠાકોર સમાજની માફી માંગવા તેઓએ માંગ કરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે