ગુજરાતની જનતાએ ફરી ભાજપ પર વિશ્વાસ રાખ્યો, 4 મહાનગરપાલિકામાં સ્પષ્ટ બહુમતી મળી 

ગુજરાતની જનતાએ ફરી ભાજપ પર વિશ્વાસ રાખ્યો, 4 મહાનગરપાલિકામાં સ્પષ્ટ બહુમતી મળી 
  • આજે અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, જામનગર અને ભાવનગર મહાનગરપાલિકાનું પરિણામ
  • ZEE 24 કલાક પર જુઓ સૌથી ઝડપી અને સચોટ પરિણામ

ઝી મીડિયા/બ્યૂરો :6 મહાનગરપાલિકાની ચૂંટણીનું આજે પરિણામ આવશે. થોડીવારમાં 6 મહાનગરપાલિકાની ચૂંટણી (Gujarat Municipal Election 2021) ની મતગણતરી શરૂ થઈ ગઈ છે. જેમાં અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર, ભાવનગરમાં વિવિધ મતગણરી સેન્ટર પર ગણતરી શરૂ કરાઈ છે. અમદાવાદમાં એલડી એન્જિનરીંગ કોલેજ અને ગુજરાત કોલેજમાં મતગણતરી શરૂ થઈ છે. સુરતમાં ગાંધીજી એન્જિનિયરિંગ અને SVNIT ખાતે હાથ ધરાઈ છે. ભાવનગરમાં સરકારી એન્જિનિયરિંગ કોલેજ ખાતે મતગણતરી હાથ ધરાઈ છે.. રાજકોટમાં 6 સ્થળોએ મતગણતરી શરૂ કરવામાં આવી છે. તો વડોદરામાં પોલિટેકનિક કોલેજ ખાતે મતગણતરી કામગીરી આરંભી દેવાઈ છે. આમ, 6 મનપાની 575 બેઠકોની મતગણતરી શરૂ થઈ છે. જેમાં ગુજરાતની 6 મહાનગરપાલિકાના કુલ 2276 ઉમેદવારોના ભાવિનો ફેસલો થોડીવારમાં થઈ જશે. લગભગ બપોર સુધી સમગ્ર ચિત્ર સ્પષ્ટ થઈ જશે કે કોને કેટલા મત મળ્યા.

4 મહાનગરપાલિકામાં ભાજપને સ્પષ્ટ બહુમતી
તમામ 6 મહાનગરપાલિકા પર ભાજપ આગળ છે. ત્યારે 4 પાલિકામાં ભાજપને સ્પષ્ટ બહુમતી મળી છે. રાજકોટ, ભાવનગર, જામનગર અને વડોદરામાં ભાજપનો ભગવો લહેરાયો છે. રાજકોટમાં 48 બેઠકોનું પરિણામ જાહેર થયું છે. જે તમામ બેઠક ભાજપને કબ્જે આવી છે. તો અન્ય વોર્ડમાં પણ ભાજપ આગળ છે. સર્વત્ર કેસરિયો લહેર્યો છે. ત્યારે ભાજપ કાર્યાલય પર વિજય ઉત્સવની તૈયારી આરંભી દેવાઈ છે. તો જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી પોતાનું ખાતું પણ ખોલાવી ન શકી. પરંતુ ભાજપે 32 બેઠકો પોતાના નામે કરી છે. તો જામનગરમાં 5 બેઠક કોંગ્રેસને અને 3 બસપાને મળી છે. જામનગરમાં સતત છઠી વખત ભાજપ શાસન પર આવ્યું છે. તો વડોદરા મહાનગર પાલિકાની ચૂંટણીમાં ભાજપનો દબદબો જોવા મળ્યો. વડોદરામાં ભાજપ બહુમતીથી માત્ર 6 બેઠકો દૂર છે. આમ, આંકડા મુજબ વડોદરામાં ફરી ભાજપનું બોર્ડ બનશે. અત્યાર સુધી કોંગ્રેસ માત્ર 7 બેઠકો જીતી, જ્યારે ભાજપ 33 બેઠકો જીતી છે. ત્યારે પોલિટેક્નિક બહાર ઉજવણીમાં કાર્યકર્તાઓ જોડાયા છે. જીતેલા ઉમેદવારોનું વિજય સરઘસ નીકળ્યું છે. ઢોલ નગારા સાથે વિજય સરઘસ નીકળ્યું છે. તો ભાવનગર મનપા ચૂંટણી મતગણતરીમા અત્યાર સુધીમાં 8 વોર્ડના પરિણામો જાહેર થયા છે. વોર્ડ નંબર 2, 4, 7, 8, 11 અને 12 પેનલ ભાજપના ફાળે ગઈ છે. અત્યાર સુધીમા કુલ 8 વોર્ડની 32 બેઠકો જાહેર થઈ છે. જેમાં ભાજપને 27 અને કોંગ્રેસને 5 બેઠક મળી છે. ભાજપ બહુમતી સાથે આગળ છે. 

ક્યાં કોની જીત, જુઓ સમાચાર :

  • સુરતમાં આમ આદમી પાર્ટીએ જીતનું ખાતુ ખોલાવ્યું છે. વોર્ડ નંબર 16માં ચારેય પેનલમાં આપના ઉમેદાવારોની જીત થઈ છે. તો સાથે જ વોર્ડ નંબર 4માં પણ આપની જીત થઈ છે. ગાંધી એન્જિનિયરિંગ કોલેજ ખાતે આપ પાર્ટીના સમર્થકો મોટી સંખ્યામાં ઉમટ્યા. કોર કમિટી સભ્ય રામ ધડુકે સુરતના જનભાગીદારી સાથે મહાનગરપાલિકા બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો. આપ પાર્ટીને 60 જેટલી બેઠકો મળવાની વાતો કરી
  • અમદાવાદમાં દરિયાપુર વોર્ડમાં કોંગ્રેસની પેનલ જીતી છે. 1995 થી દરિયાપુર વોર્ડ કોંગ્રેસનો ગઢ રહ્યો છે. તો દાણીલીમડા અને બહેરામપુરામાં કોંગ્રેસના પેનલની ભવ્ય જીત થઈ છે. પોતાના ગઢ સાચવવામાં કોંગ્રેસ સફળ નીવડ્યું છે. નિકોલમાં ભાજપના પેનલની જીત થઈ છે. તો અમદાવાદના કેટલાક વોર્ડમાં અસુદ્દીન ઔવેસીની AIMIM પાર્ટીએ 10 હજાર વોટથી કોંગ્રેસની વોટબેંકમાં ગાબડું પાડ્યું છે તે સ્પષ્ટ દેખાય છે.

  • રાજકોટમાં ધારાસભ્ય ગોવિંદ પટેલના 5 વોર્ડ પૈકી 2 વોર્ડમાં ભાજપના પેનલની જીત થઈ છે. વોર્ડ નંબર 7, 13માં ભાજપની પેનલ જીતી છે. વોર્ડ નંબર 14, 17 અને 18 ના પરિણામ આવવાના હજી બાકી છે. વોર્ડ નંબર 7, 13, 14, 17 અને 18 ની જવાબદારી ગોવિંદ પટેલની હતી. 

  • વડોદરામાં વોર્ડ 1 માં કોંગ્રેસની પેનલની જીત થઈ છે. ત્યારે ભવ્ય વિજય બાદ ઉમેદવારોનું વિજય સરઘસ નીકળ્યું છે. ઠોલ નગારા સાથે વિજય સરઘસ કાઢવામાં આવ્યું છે. જેમાં મોટી સંખ્યામાં કોંગી કાર્યકરો હાજર રહ્યાં છે. .

  • ગુજરાતના રાજકારણમાં આપની સાથે બસપાની પણ એન્ટ્રી થઈ. જામનગરમાં 3 બેઠકો પર બસપાનો વિજય થયો છે. વોર્ડ નંબર 6 માં એક બેઠક પર ભાજપ અને 3 બેઠક પર બસપાની જીત થઈ છે. વોર્ડ નંબર 6માં ભાજપનો ગઢ તૂટ્યો. 3 બેઠક બહુજન સમાજ પાર્ટીને ફાળે ગઈ છે. 

  • વડોદરામાં પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સતીશ પટેલની હાર થઈ. સતીશ પટેલે પોતાની હાર સ્વીકારીને કહ્યું કે, પ્રજાના કામ કરતા રહીશું. તો વોર્ડ 13 ના કોંગ્રેસના સતત ત્રીજી વખત કોર્પોરેશનની ચૂંટણી બાળુ સુર્વે જીત્યા.  વડોદરામાં પરિણામ આવતા ભાજપમાં ખુશીની લહેર છવાઈ. 17 બેઠકો પર ભગવો લહેરાતા ભાજપમાં ખુશીની લહેર દેખાઈ. તો 7 બેઠકો ઉપર કોંગ્રેસે બાજી મારી છે. 

  • Gujarat Municipal Election Result : 6 મહાનગરપાલિકાનું પરિણામ જુઓ Live

    • રાજકોટમાં વોર્ડ નંબર 10માં પણ ભાજપના પેનલની જીત. અમદાવાદમાં ગોતા વોર્ડમાં પણ ભાજપની જીત થઈ. રાજકોટમા વોર્ડ નંબર 4માં ભાજપના પેનલની જીત થઈ

  • વડોદરામાં વોર્ડ 10 માં ભાજપની પેનલનો વિજય થયો. નીતિન દોંગા, ઉમંગ બ્રહ્મભટ્ટ, અવની સ્ટેમ્પવાલા, લીલા મકવાણાનો વિજય થયો.

  • સુરતમાં આપને ભારે પ્રતિસાદ મળ્યો છે, સુરતમાં 11 થી વધુ વોર્ડમાં આમ આદમી પાર્ટીની પેનલ આગળી ચાલી રહી છે. વોર્ડ નંબર 2, 4, 6, 8 તેમજ 15માં આપના ઉમેદવાર આગળ ચાલી રહ્યાં છે. 

  • રાજકોટમાં વોર્ડ નંબર 10માં પણ ભાજપના પેનલની જીત. અમદાવાદમાં ગોતા વોર્ડમાં પણ ભાજપની જીત થઈ. 

  • અમદાવાદમાં ખોખરા અને નવરંગપુરા વોર્ડમાં ભાજપની ભવ્ય વિજય. સૈજપુર બોઘામાં ભાજપની પેનલની જીત. 

  • રાજકોટ વોર્ડ નંબર 7 માં ભાજપની પેનલનો ભવ્ય વિજય. વોર્ડ નંબર 7 ની મતગણતરી પૂર્ણ થઈ. સતત બીજા વર્ષે વોર્ડ નંબર 7 માં ભાજપની પેનલનો વિજય થયો. જામનગર વોર્ડ નંબર 5 અને 11 માં ભાજપની જીત. ભાવનગર વોર્ડ નંબર 7 માં ભાજપની જીત 
  • રાજકોટ વોર્ડ નંબર 7 માં ભાજપના પેનલની જીત. અમદાવાદમાં થલતેજ અને વસ્ત્રાલમાં ભાજપની જીત. જામનગર વોર્ડ નંબર 9માં ભાજપના પેનલની જીત થઈ. કુસુમબેન પંડ્યા, ધર્મીનાબેન સોઢા, ધીરેન મોનાણી, નિલેશ કગથરા જીત્યા. 
  • વડોદરામાં કોંગ્રેસના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ અને અલકાબેન પટેલની જીત થઈ. વડોદરામાં વોર્ડ 7 માં ભાજપના સૌથી યુવા 22 વર્ષીય મહિલા ઉમેદવાર ભૂમિકા રાણાની જીત થઈ.  
  • 6 મહાનગરપાલિકાના અપડેટ જુૂઓ Live :

    • અમદાવાદમાં ભાજપનું પલડુ ભારે દેખાઈ રહ્યું છે. અમદાવાદમાં પ્રથમ પરિણામ સામે આવ્યું. અમદાવાદના થલતેજ અને વસ્ત્રાલમાં ભાજપનો ભગવો લહેરાયો છે. વસ્ત્રાલમાં ભાજપની પેનલની ભવ્ય જીત થઈ છે. તો નિકોલ વોર્ડમાં પણ ભાજપની જીત નિશ્ચિત દેખાઈ રહી છે. તો દરિયાપુર વોર્ડમાં કોંગ્રેસ આગળ ચાલી રહ્યું છે. 

  • Gujarat Municipal Election Result : 6 મહાનગરપાલિકાનું પરિણામ જુઓ Live

  • 10 વાગ્યા બાદ પરિણામમાં ભાજપને ખુશખબર મળવાની શરૂઆત થઈ છે. ભાવનગર અને રાજકોટથી ભાજપની જીત સામે આવી રહી છે. ભાવનગરમાં વોર્ડ 11 ભાજપ પેનલ વિજેતા બની છે. જામનગરમાં વોર્ડ નંબર 5માં ભાજપના પેનલની જીત થઈ છે. 

  • તો વડોદરામાં કોંગ્રેસે જીતનું ખાતુ ખોલાવ્યું. વડોદરામાં વિપક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવની જીત થઈ છે. 

  • ભાવનગરમાં વોર્ડ 7 ભાજપના પેનલની ભવ્ય જીત થઈ. આ સાથે ભાજપે ખાતુ ખોલ્યું. રાજકોટ વોર્ડ નંબર 4 માં 3 બેઠક પર ભાજપ અને 1 બેઠક પર આપના અલકાબેન ડાંગર આગળ. રાજકોટમાં વોર્ડ નંબર 10માં 2 રાઉન્ડ પૂર્ણ, ભાજપ ના તમામ ઉમેદવારો આગળ. વોર્ડ 16 માં કોંગ્રેસના ચંદ્રકાંત શ્રીવાસ્તવ આગળ. વોર્ડ નંબર 16માં ભાજપ બે બેઠક પર આગળ અને બે બેઠક પર કોંગ્રેસ આગળ. 

  • રાજકોટમાં ભગવતીપરા વિસ્તારની મતગણતરી પૂર્ણ, ભાજપને 1500 મતની લીડ મળી. વોર્ડ નંબર 4માં તમામ ઉમેદવાર આગળ. નિકોલ રાઉન્ડ 3 માં ભાજપ પેનલ આગળ. થલતેજમાં રાઉન્ડ 3 ભાજપ પેનલની 8 હજારની લીડ મળી. સૈજપુર બોઘામાં રાઉન્ડ 3 ભાજપની પેનલ આગળ. બાપુનગર રાઉન્ડ 2 ભાજપની પેનલ આગળ. સુરતમાં વોર્ડ નંબર 4માં આપ પાર્ટી આગળ, અમદાવાદમાં અસુદ્દીનની પાર્ટી આગળ. અમદાવાદના ગોતા, થલતેજ, અસારવા અને ખોખરામાં ભાજપની પેનલ આગળ. 

  • રાજકોટમાં વોર્ડ નંબર 13માં ભાજપની પેનલ આગળ.  મહાનગર પાલિકાના શરૂઆતના પરિણામ જોતા ભાજપમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો. રાજકોટ ભાજપ કાર્યાલય મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો એકઠા થયા. ભાજપના કાર્યકરો પરિણામની આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા છે. 

  • અમદાવાદમાં બાપુનગર વોર્ડમાં ભાજપની પેનલ આગળ, થલતેજ વોર્ડ નંબર 8માં ભાજપની પેનલ આગળ, વસ્ત્રાલ વોર્ડ નંબર 41માં ભાજપની પેનલ આગળ, પાલડીમાં ભાજપની પેનલ આગળ, સૈજપુર - બોઘા વોર્ડ નંબર 13માં ભાજપની પેનલ આગળ, સરદારનગર વોર્ડમાં ભાજપની પેનલ આગળ, બહેરામપુરામાં કોંગ્રેસની પેનલ આગળ, દરિયાપુર વોર્ડ નંબર 21માં કોંગ્રેસની પેનલ આગળ, વોર્ડ નંબર ૧ ગોતા ભાજપની પેનલ આગળ, વસ્ત્રાલમાં ભાજપ આગળ, નવા વાડજમાં ભાજપ આગળ. 

  • No description available.

    • સુરત વોર્ડ નંબર 4 માં ભાજપ પોસ્ટલ બેલેટમાં આગળ. ભાવનગરના વોર્ડ નંબર 1 માં ભાજપના ઉપેન્દ્ર સિંહ 1323 પાછળ. આ બેઠક પર કોંગ્રેસના કાંતિભાઈ ચૌહાણ 1958 મત પોસ્ટલ બેલેટમાં આગળ. 

  • અમદાવાદ મનપામાં વોર્ડ નં ૨૦ જોધપુરમાં ભાજપની પેનલ આગળ છે. દાણીલમડા વોર્ડમાં ઈવીએમ મતગણતરીમાં કોંગ્રેસ આગળ ચાલી રહ્યું છે. વડોદરામાં 6 બેઠકો પર ભાજપ આગળ, 2 પર કોંગ્રેસ આગળ

  • રાજકોટમાં PDM કોલેજમાં વૉર્ડ 13થી 15ના કુલ 198 બેલેટની ગણતરી શરૂ કરાઈ છે. કુલ બેલેટ પેપરની સંખ્યા વૉર્ડ 13 માં 48, વૉર્ડ 14 માં 81, વૉર્ડ 15 માં 69 છે. વોર્ડ નંબર 7માં બેલેટ પેપરમાં ભાજપ આગળ છે. 

  • અમદાવાદમાં મતગણતરી સેન્ટર બહાર લોખંડી બંદોબસ્ત 
    આજે અમદાવાદ મહાનગરપાલિકા ચૂંટણી (gujarat election) ની મતગણતરી હાથ ધરાશે. અમદાવાદની 191 બેઠકો માટે 773 ઉમેદવારોના ભાવિનો ફેંસલો ગણતરીના કલાકોમાં આવી જશે. નારણપુરાની મહિલા બેઠક ભાજપ બિનહરીફ વિજયી થઈ ચૂક્યું છે. ત્યારે અમદાવાદ (Ahmedabad) ની બાકીની બેઠકો માટે ગુજરાત કોલેજ અને એલડી એન્જિનિયરિંગ કોલેજ ખાતે મતગણતરી હાથ ધરાશે. ચૂંટણી પંચ દ્વારા મતગણતરી સેન્ટર બહાર લોખંડી બંદોબસ્ત ગોઠવાયો છે. મતગણતરી કેન્દ્રની 100 મીટર દૂરથી જ પ્રવેશબંધી ફરમાવાઈ છે. DCP 1ના નેતૃત્વમાં ACP, PI, PSI સહિત 600 જેટલા પોલીસ જવાનો એલડી એન્જિનિયરીંગ કોલેજ પર ફરજ બજાવી રહ્યા છે. 

    ઉલ્લેખનીય છે કે, ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલ ફાઈનલ આંકડા મુજબ, રાજ્યની 6 મહાનગર પાલિકામાં સરેરાશ 45.64 ટકા મતદાન થયું હતું. જેમાં જૂનાગઢ મહાનગરપાલિકાની બેઠકોની પેટાચૂંટણીમાં 51.85 ટકા મતદાન થયું હતું. 6 મહાનગર પાલિકામાં સ્ત્રીઓ કરતા પુરુષોએ વધારે મતદાન કર્યું હતું. મતદાનમાં પુરુષ મતદારોની ટકાવારીમાં 48.73 ટકા અને સ્ત્રી મતદારો દ્વારા 42.18 ટકા મતદાન કરાયું છે. સૌથી વધુ મતદાન જામનગર મહાનગરપાલિકામાં 53.64 ટકા નોંધાયું હતું. તો સૌથી ઓછું અમદાવાદ મહાનગરપાલિકામાં 42.51 ટકા મતદાન નોંધાયું છે. સુરત મહાનગરપાલિકામાં 45.51 ટકા મતદાન, વડોદરા મહાનગર પાલિકામાં 47.99 ટકા, રાજકોટ મહાનગરપાલિકામાં 50.75 ટકા અને ભાવનગરમાં 49.47 ટકા મતદાન નોંધાયું છે. 
     

    સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

    Trending news