Dhanera Gujarat Chutani Result 2022: અપક્ષ ઉમેદવાર માવજીભાઈ દેસાઈની જીત, વોટથી ઘડો છલકાયો

Dhanera vidhan sabha Chunav Result 2022: ગુજરાતની ધાનેરા વિધાનસભા મતવિસ્તાર બનાસકાંઠા જિલ્લામાં આવે છે. ધાનેરા એ જનરલ કેટેગરીની બેઠક છે.બનાસકાંઠા જીલ્લાની ધાનેરા વિધાનસભા બેઠક ગ્રામીણ બેઠક છે. આ વિધાનસભામાં ત્રણ તાલુકા દાંતીવાડા, ધાનેરા, પાલનપુરના એક ગામનો સમાવેશ થાય છે. આ બેઠક પર કુલ ૨,૧૫,૪૬૩ મતદારો છે. જેમાં ૧,૧૩,૫૦૩ પુરુષ ઉમેદવાર છે. જયારે ૧,૦૧,૯૫૮ મહિલા ઉમેદવાર છે.

Dhanera Gujarat Chutani Result 2022: અપક્ષ ઉમેદવાર માવજીભાઈ દેસાઈની જીત, વોટથી ઘડો છલકાયો

Dhanera Gujarat Chutani Result 2022: ધાનેરા બેઠક ગુજરાત વિધાનસભાની 182 બેઠકો પૈકી નવમા નંબરની બેઠક છે.આ વિધાનસભા બેઠકમાં ૨૪૪ પોલીંગ બુથ છે. ભાજપ પોતાના વિકાસકામોની ગાથા ઘરે ઘરે પહોંચાડવા માટે પ્રયાસો કરી રહ્યું છે. તો કોંગ્રેસ બંધ બારણે રણનીતિ ઘડી રહી છે. આ વખતની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી ભાજપ અને કોંગ્રેસ માટે માથાના દુઃખાવા સમાન સાબિત થઇ રહી છે. જેના કારણે ચૂંટણી વધુ રસપ્રદ બની ગઇ છે.આપની એન્ટ્રી થવાથી ભાજપ અને કોંગ્રેસ બન્નેના સમિકરણ બદલાઈ શકે છે. આમ આદમી પાર્ટી બન્નેના વોટ શેરિંગ પર અસર કરી શકે છે.

દસમો રાઉન્ડ પૂર્ણ
ધાનેરા બેઠક
માવજી દેસાઇ 17621  મતોથી આગળ

ધાનેરા
7 રાઉન્ડ
કોંગ્રેસ.   15964
ભાજપ.  22764
માવજી દેસાઈ અપક્ષ.  31468

15964 નાથાભાઈ 
22627 ભગવાંનભાઈ
31468 માવજીભાઇ દેસાઈ

બનાસકાંઠા...
ધાનેરા વિધાનસભા
પાંચમો રાઉન્ડ પૂર્ણ
અપક્ષ માવજી દેસાઈ 11278 મતથી આગળ..

ધાનેરા વિધાનસભા બેઠક(બનાસકાંઠા)
બનાસકાંઠા પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય બોર્ડર અને રાજસ્થાનની સરહદને અડીને આવેલો અંતરીયાળ જિલ્લો છે. સરહદી બનાસકાંઠા જિલ્લામાં 9 વિધાનસભા બેઠક અને 14 તાલુકાનો સમાવેશ થાય છે. જેમાં ધાનેરા બેઠક પણ અતિ મહત્વની અને નિર્ણાયક માનવામાં આવે છે. આ વર્ષે ચૂંટણીના દ્રશ્યો બદલાઈ શકે છે, કારણ કે અહીં મતદારોમાં વિવિધ પ્રશ્નોને લઇને ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે.

2022ની ચૂંટણી
2022ની ચૂંટણીમાં કોંગ્રેસમાં ચાલુ ધારાસભ્ય નાથાભાઈ પટેલ ભાજપમાં ભગવાનભાઈ પટેલ  બહુજન સમાજ પાર્ટીમાં પ્રકાશભાઈ સોલંકી  આમ આદમી પાર્ટીમાં દેવડા સુરેશકુમાર અપક્ષ માવજીભાઈ દેસાઈ જે ભાજપમાં 2017 વિધાનસભા ધાનેરાના ઉમેદવાર હતા હાલ અપક્ષથી દાવેદારી નોંધાવી છે જોકે માવજીભાઈ દેસાઈ અપક્ષ દાવેદારી નોંધાવતા હાલ ધાનેરા વિધાનસભા ના સમીકરણો બદલાઈ શકે તેમ છે.

2017ની ચૂંટણી
2017ની યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના પટેલ નાથાભાઈ હેગોલાભાઈએ ભાજપના દેસાઈ માવજીભાઈ મગનભાઈને હરાવીને જીત મેળવી હતી, નાથાભાઈને 82909 મતો મળ્યા હતા. 

2012ની ચૂંટણી
ધાનેરા વિધાનસભા બેઠક પર વિધાનસભા ચુંટણી 2012માં કોંગ્રેસના જોઈતાભાઈ પટેલે ભાજપના વસંતભાઈ પુરોહિતને 19 ટકા મતથી હરાવીને ચુંટણી જીતી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news