Gujarat Election 2022: ગુજરાત વિધાનસભાની કઈ બેઠક માટે પૂર્વ ડે.સીએમ નીતિન પટેલે માંગી ટિકિટ?

Gujarat Election 2022: પૂર્વ ડેપ્યૂટી સીએમ નીતિન પટેલે એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે ફોર્મ ભરવાનો દરેકનો અધિકાર છે. મેં મહેસાણાથી સેન્સ પ્રક્રિયામાં દાવેદારી નોંધાવી છે. મને પક્ષ ટિકિટ આપશે તો હું મહેસાણાથી ચૂંટણી લડશે.

 Gujarat Election 2022: ગુજરાત વિધાનસભાની કઈ બેઠક માટે પૂર્વ ડે.સીએમ નીતિન પટેલે માંગી ટિકિટ?

Gujarat Election 2022: વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપે સેન્સ પ્રક્રિયા શરૂ કરી હતી. જ્યાં સેન્સ પ્રક્રિયામાં પૂર્વ ડે.સીએમ નીતિન પટેલે દાવેદારી નોંધાવી છે. નીતિન પટેલ સામે 19 લોકોએ દાવેદારીનાં ફોર્મ ભર્યા છે. હજુ વધુ દાવેદારો નોંધાય તેવી શક્યતા જોવામાં આવી રહી છે. 

તેવામાં પૂર્વ ડેપ્યૂટી સીએમ નીતિન પટેલે એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે ફોર્મ ભરવાનો દરેકનો અધિકાર છે. મેં મહેસાણાથી સેન્સ પ્રક્રિયામાં દાવેદારી નોંધાવી છે. મને પક્ષ ટિકિટ આપશે તો હું મહેસાણાથી ચૂંટણી લડશે.

સેન્સ પ્રક્રિયામાં નીતિન પટેલે કહ્યું કે, મેં મહેસાણા વિધાનસભામાં વિકાસના કામો કર્યા છે જેથી લોકોએ મને ઉમેદવાર બનાવવાની ઈચ્છા વ્યક્રત કરી છે. જેથી હું આજે વિધાનસભાની ટિકિટની માંગણી કરવા માટે આવ્યો છું. પક્ષ મને ટિકિટ આપશે તો હું મહેસાણા વિધાનસભાની ચૂંટણી લડીશ. 

નીતિન પટેલે વધુમાં જણાવ્યું કે, દરેકને જણાને ટિકિટ માંગવાનો હક છે. પાર્ટી જેણે પણ ટિકિટ આપશે તે ચૂંટણી લડશે. મેં ટીકીટ માગી છે અને હું ચૂંટણી લડીશ. નીતિન પટેલ ઉપરાંત નટુજી ઠાકોર, ગિરિશ રાજગોર, મનુભાઈ ચોકસીએ પણ ટિકિટ માગી છે. મહેસાણા વિધાનસભા સીટ પરથી 19 જેટલાં ઉમેદવારોએ ટિકિટ માગી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news