Gujarat Election 2022: અમિત શાહે કેવી રીતે કરાવ્યો કોંગ્રેસને કોંગ્રેસીઓ સાથે મુકાબલો, અને ભાજપે બનાવ્યો જીતનો રેકોર્ડ

Gujarat Election 2022: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ગુજરાત બીજેપી અધ્યક્ષ સીઆર પાટિલે ત્રિકોણીયો જંગમાં એવો ચક્રવ્યૂહ રચ્યો, જેમાં કોંગ્રેસ અને આપ ખરાબ રીતે ધારાશાઈ થઈ. ટિકીટની વહેંચણીને લઈને બેઠકોની મોર્ચાબંધી કરવા સુધીમાં ઘણા પ્રયોગ કરવામાં આવ્યા.

Gujarat Election 2022: અમિત શાહે કેવી રીતે કરાવ્યો કોંગ્રેસને કોંગ્રેસીઓ સાથે મુકાબલો, અને ભાજપે બનાવ્યો જીતનો રેકોર્ડ

Gujarat Election 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં બીજેપીએ 156 બેઠકો સાથે ઐતિહાસિક જીત હાંસલ કરીને 1985નો રેકોર્ડ તોડી નાંખ્યો છે. 1985માં કોંગ્રેસે માધવસિંહ સોલંકીના નેતૃત્વમાં 149 બેઠકો જીતી રેકોર્ડ બનાવ્યો હતો. જે કોઈ તોડી શક્યું નહોતું. પરંતુ ભૂપેન્દ્ર સરકારે આ રેકોર્ડ તોડીને ગુજરાતમાં એક નવો જ રેકોર્ડ હાંસલ કર્યો છે. બીજેપીની આ ઐતિહાસિક જીત પાછળ બ્રાન્ડફાયર શાહ-પાટિલ અને પીએમ મોદીની રણનીતિ માનવામાં આવી રહી છે. 

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ગુજરાત બીજેપી અધ્યક્ષ સીઆર પાટિલે ત્રિકોણીયો જંગમાં એવો ચક્રવ્યૂહ રચ્યો, જેમાં કોંગ્રેસ અને આપ ખરાબ રીતે ધારાશાઈ થઈ. ટિકીટની વહેંચણીને લઈને બેઠકોની મોર્ચાબંધી કરવા સુધીમાં ઘણા પ્રયોગ કરવામાં આવ્યા. ઐતિહાસિત જીત માટે કેવી રણનીતિ બનાવી, ચલો જાણીએ વિસ્તારથી...

38 ધારાસભ્યોની ટિકીટ કાપી
ઓગસ્ટ 2021માં મુખ્યમંત્રી સહિત આખી કેબિનેટ બદલ્યા બાદ નવેમ્બરમાં જ્યારે ટિકીટની જાહેરાત થઈ, ત્યારે ભાજપે 38 હાલના ધારાસભ્યોની ટિકીટ કાપી નાંખી. તેમાં પૂર્વ સીએમ વિજય રૂપાણી અને પૂર્વ ડેપ્યૂટી સીએમ નીતિન પટેલનું નામ પણ સામેલ હતું.

ટિકીટ કપાયા બાદ પાર્ટીની અંદર જ્યારે બગાવતના સુર ઉઠ્યા તો અમિત શાહે જાતે મેદાનમાં ઉતરીને મોર્ચો સંભાળ્યો. શાહે ટિકિટ કપાવવાના નિર્ણયને પરંપરાગત ગણાવ્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર પાર્ટી સર્વેમાં જે ધારાસભ્યો સામે ગુસ્સો હતો, તેમની ટિકિટ કાપવામાં આવી. આ સિવાય કેટલાક વરિષ્ઠ નેતાઓની ટિકિટ પણ કાપવામાં આવી હતી.

ટિકીટ કાપવાનો પ્રયોગ મોરબીથી લઈને રાજકોટ સુધી સફળ રહ્યો. સૌથી વધુ સીટો પર નવા ઉમેદવારોની જીત થઈ છે. મોરબીમાં બીજેપી ઉમેદવારે 60 હજારથી વધુ વોટોના માર્જિનથી જીત હાંસલ કરી છે.

યુવા અને પોપુલર ચહેરાને મેદાનમાં ઉતાર્યા
દર્શિતા સિંહ, હાર્દિક પટેલ, રીવાબા જાડેજા અને અલ્પેશ ઠાકોર. આ તે પોપુલર ચહેરા છે, જેમણે બીજેપીની ટિકીટ પર ચૂંટણી મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા. શાહ-પાટિલની આ સ્ટ્રેટજી પણ કામ આવી અને તમામ પોપુલર ચહેરા ચૂંટણીમાં જીતી ગયા છે.

બહારથી આવેલા 16 નેતાઓને ટિકીટ
ગુજરાત ચૂંટણીમાં બીજેપીએ પક્ષપલ્ટુ કરીને આવેલા નેતાઓને પણ ટિકીટ આપવામાં ખચકાટ અનુભવ્યો નથી. કોંગ્રેસ અને બીજી પાર્ટીમાંથી આવેલા 16 નેતાઓને ટિકીટ આપવામાં આવી, જેમાં સૌથી વધુ નેતાઓ ચૂંટણી જીતી ગયા છે. તેમાં હાર્દિક પટેલ અને કુંવરજી બાવળિયા મુખ્ય છે.

બૂથ મેનેજમેન્ટની શ્રીકમલમથી સીધું મોનિટરિંગ
બીજેપીએ ગુજરાતમાં બૂથ મેનેજમેન્ટ માટે પેજ કમેટી અને પેજ અધ્યક્ષ જેવા પદ બનાવ્યા હતા. પેજ કમિટીને લોકોની વાત સાંભળીને હાઈકમાન્ડ સુધી પહોંચાડવાની જવાબદારી સોંપવામાં આવી હતી. તેમાં મોનિટરિંગ સીધું અમદાવાદ સ્થિત પાર્ટી ઓફિસ શ્રીકમલંથી કરવામાં આવી રહ્યું હતું.

મોદી-શાહની ગૃહ સીટ પર સંઘની કમાન
પીએમ મોદીના ગૃહ વિધાનસભા સીટ ઉંઝા અને અમિત શાહના ગૃહ વિધાનસભા સીટ માણસાની કમાન સંઘને સોંપવામાં આવી હતી. ગત ચૂંટણીમાં બન્ને સીટો પર કોંગ્રેસે જીત હાંસલ કરી હતી. પરંતુ આ વખતે બન્ને સીટો પર RSS બેકગ્રાઉન્ડવાળા ઉમેદવારને ચૂંટણીના રણમેદાનમાં ઉતાર્યા હતા. ઉંઝા સીટ પર મોહન ભાગવતના નજીકના કિરીટ પટેલને ટિકીટ આપવામાં આવી હતી. જ્યારે માણસા સીટથી જયંતિ પટેલને મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા. બન્ને સીટો પર ભાજપનો પ્રયોગ સફળ રહ્યો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news