માતાનું લગ્ન પહેલાં દફન થયેલું 27 વર્ષ જૂનું સપનું દીકરીએ પૂર્ણ કર્યું, ખુદ PM મોદીને જાણ થતાં બન્નેની મુલાકાત કરી

હવે માતા પુત્રી બંને એક જ ક્લાસમાં બેસી અને સાથે બેસીને અભ્યાસ કરવા જઈ રહ્યા છે. જેની જાણ વડાપ્રધાનને પણ થતા વડાપ્રધાને પણ દમણની મુલાકાત દરમિયાન આ માતા પુત્રીની સાથે મુલાકાત કરી હતી. 

માતાનું લગ્ન પહેલાં દફન થયેલું 27 વર્ષ જૂનું સપનું દીકરીએ પૂર્ણ કર્યું, ખુદ PM મોદીને જાણ થતાં બન્નેની મુલાકાત કરી

નિલેશ જોશી/દમણ: કહેવાય છે કે માતા પિતા પોતાના બાળકોના લાલન પાલન અને શિક્ષણ પાછળ આખી જિંદગી ખપાવી દે છે. પોતાના સપનાઓને પણ દબાવી સંતાનોના સપના પૂરા કરવા હર હંમેશ માતા પિતા પ્રયાસ કરે છે. જોકે દમણમાં એક પુત્રીએ પોતાની માતાનું લગ્ન પહેલાંનું 27 વર્ષ જૂનું સપનું પૂર્ણ કર્યું છે. માતાને ફેશન ડિઝાઇનિંગ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવી હતી. જોકે લગ્ન બાદ સંતાનો અને ગૃહસ્થ જીવનને કારણે સ્વપ્ન પૂરું થઈ શક્યું ન હતું. પરંતુ દમણમાં નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ ફેશન ટેકનોલોજી એટલે કે એન આઇ એફ ટીનું સેન્ટર શરૂ થતા હવે માતા પુત્રી બંને એક જ ક્લાસમાં બેસી અને સાથે બેસીને અભ્યાસ કરવા જઈ રહ્યા છે. જેની જાણ વડાપ્રધાનને પણ થતા વડાપ્રધાને પણ દમણની મુલાકાત દરમિયાન આ માતા પુત્રીની સાથે મુલાકાત કરી હતી. 

રાજ્યના પડોશમાં આવેલા સંઘપ્રદેશ દમણમાં આવેલી આ છે દમણની નેશનલ ઇન્સટિટ્યૂટ ઓફ ફેશન ટેકનોલોજી સેન્ટર અહીં અનેક આશાસ્પદ ફેશન ડિઝાઈનરો પોતાની કારકિર્દી બનાવી રહ્યા છે. ત્યારે આ કેમ્પસમાં એક સાથે આવી રહેલા આ મહિલા અને યુવતી સંબંધે માતા પુત્રી છે. હકીકતમાં માતા પોતાની પુત્રીને આ કોલેજમાં મૂકવા નથી આવી રહ્યા પરંતુ પોતે પણ દીકરી સાથે આ કોલેજમાં અભ્યાસ કરવા માટે આવી રહ્યા છે. આપને જાણીને નવાઈ લાગશે કે દમણના મુક્તિબેન પટેલ અત્યારે દમણની એક જાણીતી ઇંગલિશ મીડીયમ સ્કુલમાં શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે. 

No description available.

મૂળ નવસારીના મુક્તિબેન પટેલને લગ્ન પહેલાં ફેશન ઇન્ડસટ્રીમાં કારકિર્દી બનાવવાનું સ્વપ્ન હતું. પરંતુ એનઆઈએફટી નું સેન્ટર છેક ગાંધીનગર હોવાથી નવસારી થી ત્યાં અભ્યાસ કરવા જવું શક્ય ન હતું. ત્યારબાદ તેમના લગ્ન થયા અને ગૃહસ્થ જીવનમાં વ્યસ્ત થઈ ગયા હતા. ગૃહસ્થ જીવનમાં પણ તેમણે પોતાના સંતાનોના લાલન પાલન અને તેમની કારકિર્દી બનાવવામાં પોતાનું સર્વસ્વ યોગદાન આપ્યું. પોતાનું સ્વપ્નું દબાવીને પણ સંતાનોના અભ્યાસ પાછળ તન મન ધન થી પ્રયાસ કર્યા. જોકે પુત્રી દૃષ્ટિને પણ ફેશન ડિઝાઇનિંગમાં કારકિર્દી બનાવવાનો સ્વપ્ન હતું. 

આથી પુત્રીને દમણમાં શરૂ થયેલી એનઆઈએફટી સેન્ટરમાં એડમિશન માટે ગયા. જ્યાં પુત્રી દૃષ્ટિને જાણ થઈ કે એનઆઈએફટી ના અભ્યાસક્રમ માટે કોઈ ઉંમરની લિમિટ નથી .આથી તેણે પોતાની માતાને પણ 27 વર્ષ જૂનું સપનું પૂરું કરવા પ્રોત્સાહિત કર્યા. અને માતા પુત્રી બંને એકસાથે દમણના એનઆઈએફટી સેન્ટરમાં પ્રવેશ મેળવ્યો. માતા પુત્રી બને એ પાંચ કલાક લાંબી ચાલેલી પ્રવેશ પરીક્ષા અને અને ત્યારબાદના ઇન્ટરવ્યૂ પણ પાસ કરીને હવે બંનેએઆ સેન્ટરમાં પ્રવેશ મેળવ્યો છે . આથી માતા પુત્રી બને એક સાથે બેસી અને એક જ ક્લાસમાં અભ્યાસ કરી રહ્યા છે. આથી માતા પણ પોતાનું 27 વર્ષ જૂનું સપનું દીકરીએ પૂરું કર્યું હોવાથી ગર્ભની લાગણી અનુભવી રહ્યા છે.

No description available.

માતા પિતા સંતાનોના જીવન ઘડતર માટે પોતાનું સર્વસ્વ અર્પણ કરતા હોય છે. ત્યારે સંતાનોની પણ ફરજ બને છે કે સમય આવે માતા-પિતાનું ઋણ ચૂકવે. ત્યારે પટેલ પરિવારની દીકરી દ્રષ્ટિએ પણ પોતાની માતાનું સ્વપ્ન પૂરું કરવા માતાને પ્રોત્સાહિત કર્યા અને પુત્રી અને માતા બંને એકસાથે એક જ ક્લાસમાં એક જ બેંચ પર બેસી અને હવે આ એનઆઈએફટી સેન્ટરમાં અભ્યાસ કરશે. 

આથી પુત્રી પણ પોતાના માતા પિતા નું ઋણ અદા કરવાની સાથે માતાને પણ સાથે અભ્યાસ કરવા માટે પ્રોત્સાહિત કરી રહી છે. તો દમણમાં આ સેન્ટર શરૂ થયાના પ્રથમ વર્ષમાં જ માતા પુત્રીએ એક સાથે આ સેન્ટરમાં પ્રવેશ મેળવ્યો હોવાથી સેન્ટરના શૈક્ષણિક સ્ટાફ પણ બંનેને બિરદાવી રહ્યો છે .અને વડાપ્રધાને નાનકડા પ્રદેશને આપેલી એનઆઈએફટી ની ભેટ આ પ્રદેશના અનેક ફેશન ડિઝાઈનરોના સપનાઓ પૂરા કરવા સપનાઓ પૂરા કરવા જઈ રહી છે.

No description available.

એનઆઈએફટી કેન્દ્રો મોટેભાગે મેગા સીટીઓમાં જ હોય છે. નાના શહેરોમાં એનઆઈએફટી સેન્ટરની કલ્પના મુશ્કેલ હોય છે. જોકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ નાનકડા સંઘ પ્રદેશ દમણમાં પણ આ પ્રદેશના ફેશન ડિઝાઇનીંગ ઇન્ડસ્ટ્રીમાં પોતાની કારકિર્દી બનાવવા ઈચ્છુક આશાસ્પદ ફેશન ડિઝાઈનરોની ઘર આંગણેજ એનઆઈએફટીનો અભ્યાસ કરી શકે તે માટે નવા સેન્ટરનું થોડા દિવસ અગાઉ જ દમણની મુલાકાત વખતે તેઓએ આરંભ કરાવ્યો હતો.

આમ દમણના એનઆઈએફટી સેન્ટરના પ્રથમ બેચમાં જ માતા પુત્રીએ સાથે એડમિશન લીધું હોવાની વડાપ્રધાનને જાણ થતાં તેઓએ દમણની મુલાકાત દરમિયાન આ માતા પુત્રીને સાથે મુલાકાત કરી હતી અને તેમની બંનેને બિરદાવ્યા હતા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news