Corona: કોરોના વાયરસનો કહેર ક્યારે સમાપ્ત થશે, નિષ્ણાતે આપ્યું મોટું અપડેટ
Corona Active Cases: પાછલા મહિનાથી તુલના કરીએ તો કોરોનાથી મૃત્યુ પામનારની સંખ્યામાં વધારો થયો છે પરંતુ આ વચ્ચે ડોક્ટરોએ કોવિડ-19ને લઈને મોટું અપડેટ આપ્યું છે. વર્તમાન આંકડા જોઈએ તો દેશમાં જલદી કોરોનાના કેસ ઘટવાના છે.
Trending Photos
નવી દિલ્હીઃ Covid New Update: ચીનના વુહાન શહેરથી નિકળેલા કોરોના વાયરસે છેલ્લા ત્રણ વર્ષથી દુનિયાના લોકોને પરેશાન કર્યાં છે. આંકડા પર નજર કરીએ તો પાછલા મહિનાની તુલનામાં આ મહિને વધુ મૃત્યુ જોવા મળ્યાં છે, પરંતુ આ વચ્ચે કોરોના વાયરસને લઈને વધુ એક અપડેટ સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે દુનિયાભરના ઘણા દેશોમાં કોરોનાના કેસ ફરી ઝડપથી ઘટી રહ્યાં છે. ભારતમાં શનિવારે કોરોના વાયરસના 7171 કેસ સામે આવ્યા છે. આ સપ્તાહમાં 10 હજારથી ઓછા કેસ સામે આવ્યા છે. હવે નિષ્ણાંતોને આશા છે કે કોરોના સંક્રમણ ઘટવા તરફ આગળ વધી રહ્યું છે અને ભારતમાં વધુ રાહત 15-20 દિવસ દૂર છે એટલે કે આગામી 2થી 3 સપ્તાહમાં કોરોના કેસમાં ઝડપથી ઘટાડો જોવા મળશે.
શું કહે છે એક્સપર્ટ્સ
વિશ્વ પ્રમાણે જોઈએ તો યુરોપ અને અમેરિકામાં હવે કેસ ઘટવા લાગ્યા છે પરંતુ દક્ષિણ એશિયા અને પૂર્વી ભાગમાં હજુ પણ કેસ વધારે છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) પ્રમાણે હજુ પણ xbb variant અને BA.2.75 દુનિયાના ભોગા ભાગમાં ફેલાયા છે અને વધુ મ્યૂટેટ થઈ રહ્યાં નથી. તેવામાં આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે ભારતમાં જે પણ કેસ વધ્યા છે તે હળવા લક્ષણવાળા દર્દી રહેશે અને જલદી તેમાં ઘટાડો થશે. ભારતમાં મોતનો આંકડો પાછલા મહિનાથી થોડો વધ્યો છે પરંતુ નિષ્ણાંતો માની રહ્યાં છે કે આવા દર્દી પહેલાથી બીજી કોઈ બીમારીનો શિકાર છે અને તેમાં કોરોના પોઝિટિવ જોવા મળ્યો છે. તેથી ડરવાની જરૂર નથી.
શું કહે છે આંકડા
આંકડાઓ પર નજર કરીએ તો સ્પષ્ટપણે કહી શકાય કે છેલ્લા 5 દિવસથી કોરોના વાયરસના કેસ સતત ઘટવા લાગ્યા છે. શનિવાર, 29 એપ્રિલના રોજ જાહેર કરાયેલા આંકડા અનુસાર, ભારતમાં 24 કલાકમાં કોરોનાના 7171 દર્દીઓ નોંધાયા છે અને કુલ કેસની સંખ્યા વધીને 51,314 થઈ ગઈ છે. તે જ સમયે, મૃત્યુઆંક 40 આસપાસ છે. 28 એપ્રિલે ભારતમાં કોવિડના 7533 નવા કેસ નોંધાયા હતા. જ્યારે કુલ કેસોની સંખ્યા 53,852 હતી. આ દિવસે 44 દર્દીઓના મોત થયા હતા. 27 એપ્રિલે, કોરોનાના 9355 કેસ નોંધાયા હતા, જ્યારે કુલ કોવિડ કેસ 57410 હતા અને મૃત્યુની સંખ્યા 26 હતી. 26 એપ્રિલે 9629 નવા કેસ નોંધાયા હતા. કુલ કેસ 61013 હતા, અને 29 મૃત્યુ નોંધાયા હતા. 25 એપ્રિલે 6660 નવા કેસ નોંધાયા હતા. જ્યારે કુલ કેસ 63380 હતા. આ આંકડા દર્શાવે છે કે આ સમગ્ર સપ્તાહમાં કોરોના વાયરસના કુલ કેસમાં પણ ઘટાડો થયો છે અને રિકવરીમાં પણ સુધારો થયો છે. આવી સ્થિતિમાં, નિષ્ણાતો માની રહ્યા છે કે હવે 15-20 દિવસમાં કોરોનાવાયરસથી રાહત મળી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે