ગુજરાતનું આ ગામ દર વર્ષે 2 તોફાનનો કરે છે સામનો, દરિયામાં કરંટ જોઈને કહી દે તોફાન કેટલું ભયાનક!

ગુજરાત પર હાલ બિપરજોય નામના વાવાઝોડાનું સંકટ તોળાઈ રહ્યું છે. હવામાન વિભાગે બિપોરજોય વાવાઝોડાને લઈને લેટેસ્ટ અપડેટ આપ્યા છે. જે મુજબ, 15 જૂને સાંજે ગુજરાતના દરિયા કિનારે બિપરજોય વાવાઝોડું ટકરાશે. આ સાથે 130 થી 135 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પવન ફુંકાશે. વાવાઝોડાની અસર આખા ગુજરાતમાં જોવા મળશે. પણ શું તમને ખબર છે કે એક ગામ ગુજરાતમાં એવું પણ છે જે છાશવારે વાવાઝોડાના સંકટનો સામનો કરે છે. 

દક્ષિણ ગુજરાતના નવસારી જિલ્લાના જલાલપોર તાલુકામાં આવેલું એક ગામ અવારનવાર આવા તોફાનોનો સામનો કરે છે. આ ગામ માટે દરિયાઈ તોફાનો એ કોઈ નવાઈની વાત નથી. બોરસી માછીવાડ નામનું આ ગામ દર વર્ષે નાના મોટા બે તોફાનો અને વાવાઝોડાનો સામનો કરતું હોય છે. બોરસી માછીવાડના રહીશો પણ આવા વાવાઝોડા સામે કેવી રીતે ટકી રહેવું તે સારી પેઠે જાણે છે. 

— Zee 24 Kalak (@Zee24Kalak) June 13, 2023

સ્થાનિકોને વાવાઝોડાનો ખાસ્સો અનુભવ છે. બાળપણથી જ વાવાઝોડાથી કેવી રીતે બચવું અને સુરક્ષાના ઉપાયો જાણે  તેમને વારસામાં મળેલા હોય છે. પહેલા તો આ ગામમાં પ્રોટેક્શન વોલ ન હતી આથી દરિયાના પાણી ઘરોમાં ઘૂસી જતા હતા. પણ હવે આ પ્રોટેક્શન વોલ બની જવાથી દરિયાનું પાણી ગામમાં પ્રવેશતું નથી. આમ છતાં આ ગામ દર વર્ષે નાના મોટા બે જેટલા તોફાનોનો સામનો તો કરી જ લે છે. 

— Zee 24 Kalak (@Zee24Kalak) June 13, 2023

નવસારી જિલ્લાની વાત કરીએ તો તેને 52 કિમીનો દરિયા કિનારો છે. જેના કાંઠે વસેલા ગામો ચોમાસાની સીઝન દરમિયાન અરેબિયન સરહદે સર્જાતા વાવાઝોડા સામે લાંબો અનુભવ ધરાવે છે. દરિયામાં જોવા મળતા કરંટથી જ તેઓ તોફાનની અંદાજિત ગતિ માપી લીતા હોય છે. અહીંના બાળકો બાળપણથી જ વાવાઝોડા સાથે મોટા થતા હોય છે. વાવાઝોડું જો રૌદ્ર સ્વરૂપ ધારણ કરે તો સ્થળાંતર કરવાની સ્થિતિમાં પણ સ્થાનિકો માનસિક રીતે સજ્જ હોય છે. સ્થાનિકોનું કહેવું છે કે દરિયાના પાણીમાં કરંટ જોઈને તેઓ કહી શકે કે તોફાન કેટલી આફત નોતરી શકે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news