સૌરાષ્ટ્રના પ્રવેશદ્વાર પર ગોઠવાશે ચોકી પહેરો, આ શહેરમાં કોરોના ટેસ્ટ કરીને જ એન્ટ્રી મળશે

સૌરાષ્ટ્રના પ્રવેશદ્વાર પર ગોઠવાશે ચોકી પહેરો, આ શહેરમાં કોરોના ટેસ્ટ કરીને જ એન્ટ્રી મળશે
  • દિવાળીનાં તહેવાર દરમ્યાન બહારગામથી આવતા પ્રવાસીઓનું બસ સ્ટેન્ડ, એરપોર્ટ અને રેલ્વે સ્ટેશન ખાતે સ્ક્રિનિંગ કરાશે
  • કોરોના રાજકોટમાં વકરે નહિ તે માટે પહેલેથી જ પાલિકા દ્વારા પ્રયાસો હાથ ધરાયા 

ગૌરવ દવે/રાજકોટ :દિવાળીના તહેવારો દરમ્યાન બહારગામથી પણ પ્રવાસીઓ રાજકોટ (Rajkot) માં આવતા હોય છે ત્યારે કોરોના (gujarat corona update) ની વર્તમાન પરિસ્થિતિને નજર સમક્ષ રાખી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા બસ સ્ટેન્ડ, રેલ્વે સ્ટેશન અને એરપોર્ટ ખાતે આરોગ્ય શાખાની ટીમો મારફત આગંતુક પ્રવાસીઓનું સ્ક્રિનિંગ કરવામાં આવશે. જેમાં જો કોઈ પ્રવાસીનું સ્વાસ્થ્ય શંકાસ્પદ જણાશે તો તેનો કોરોના ટેસ્ટ (corona test) પણ કરવામાં આવશે. તેમ મેયર ડો. પ્રદિપ ડવ અને મ્યુનિ. કમિશનર અમિત અરોરાએ જણાવ્યુ હતું.

સૌરાષ્ટ્રનું પ્રવેશદ્વાર છે રાજકોટ
રાજકોટ શહેર સૌરાષ્ટ્રનું પ્રવેશદ્વાર છે. જ્યારે સૌરાષ્ટ્રના પ્રવાસન સ્થળોએ મોટી સંખ્યામાં મુસાફરો આવતા હોય છે. દિવાળીના તહેવારમાં લોકો સુરત શહેર અને મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાંથી આવતા હોય છે. ત્યારે કોરોનાના કેસ ન વધે તે માટે તમામ એન્ટ્રી પોઇન્ટ પર સ્ક્રીનીંગ કરવામાં આવશે. જરૂર જણાશે તો ટેસ્ટ પણ કરવા તંત્રને આદેશ આપી દેવામાં આવ્યા છે.

હાલ કોરોનાએ જે રીતે દક્ષિણ ગુજરાતમાં માથુ ઉચક્યુ છે તે જોતા ગુજરાતના અનેક શહેરોએ એક્શન લેવાની શરૂઆત કરી દીધી છે. સુરત (Surat) માં દિવાળીએ બહારથી આવનારાઓને RTPCR કરાવવો પડશે. મનપા કમિશનર બંછાનિધિ પાનીએ દિવાળીમાં શહેર બહારથી આવનારાને  RTPCR કરી લેવાની અપીલ કરી છે. સુરતમાંથી મોટી સંખ્યામાં લોકો દિવાળીમાં વતન જશે. તેથી સાવચેતીના ભાગ રૂપે નિર્દેશ કરવામાં આવ્યો છે. આ વિશે એસએમસીના સ્વાસ્થય અધિકારી પ્રદીપ ઉમરીગરે જણાવ્યું કે, બહારથી આવનારા તમામ માટે તપાસ અનિવાર્ય છે. ભલે તેઓએ કોવિડ 19 ની વેક્સીનના બંને ડોઝ લીધા હોય. હાલમાં જ જેમણે કોરોના ટેસ્ટ કરાવ્યો છે તેમને આ નિર્ણયમાંથી મુક્તિ મળશે. બહારથી સુરત આવનારાઓના આરટીપીસીઆર તપાસવા માટે એરપોર્ટ, બસ ડેપો તથા હાઈવેના એન્ટ્રી પોઈન્ટ પર ટીમ તૈનાત કરવામા આવશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news