કોરોના સામે લડવા ગુજરાત તૈયાર, 10 જાન્યુઆરીથી દરેક જિલ્લામાં ઉકાળો વહેંચાશે

ગુજરાત (gujarat corona update) માં રોકેટ ગતિએ કોરોનાના કેસ વધી રહ્યાં છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (Bhupendra Patel) રાજ્યમાં કોરોના સંક્રમણ સામે જિલ્લાઓ અને મહાનગરોના વહીવટી તંત્રની સજ્જતા અંગે સર્વગ્રાહી સમીક્ષા વિડીયો કોન્ફરન્સના માધ્યમથી બેઠક યોજીને કરી હતી. 
કોરોના સામે લડવા ગુજરાત તૈયાર, 10 જાન્યુઆરીથી દરેક જિલ્લામાં ઉકાળો વહેંચાશે

ઝી મીડિયા/બ્યૂરો :ગુજરાત (gujarat corona update) માં રોકેટ ગતિએ કોરોનાના કેસ વધી રહ્યાં છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (Bhupendra Patel) રાજ્યમાં કોરોના સંક્રમણ સામે જિલ્લાઓ અને મહાનગરોના વહીવટી તંત્રની સજ્જતા અંગે સર્વગ્રાહી સમીક્ષા વિડીયો કોન્ફરન્સના માધ્યમથી બેઠક યોજીને કરી હતી. 

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં કોરોના સંક્રમણ સામે જિલ્લાઓ અને મહાનગરોના વહીવટી તંત્રની સજ્જતા અંગે સર્વગ્રાહી સમીક્ષા વીડિયો કોન્ફરન્સના માધ્યમથી બેઠક યોજીને કરી હતી. અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ અને ગાંધીનગરના મ્યુનિસિપલ કમિશનર અને ખેડા, આણંદ, ભરૂચ, નવસારી, વલસાડ તથા કચ્છના જિલ્લા કલેક્ટર્સ, જિલ્લા વિકાસ અધિકારીશ્રીઓ અને જિલ્લા આરોગ્ય અધિકારીઓએ મુખ્યમંત્રીને પોતાના વિસ્તારોમાં વેક્સિનેશન ડ્રાઇવ, ટ્રેસીંગ-ટ્રેકીંગ અને જરૂરતમંદ કેસોમાં આઇસોલેશન તથા હોસ્પિટલોમાં દવાઓ, ઓક્સિજન બેડ વિગેરેની સંપૂર્ણ વિગતો આપી હતી.

મુખ્યમંત્રીએ જિલ્લા વહીવટી તંત્રોની આ સજ્જતા અંગેની સમીક્ષા કરતા કહ્યું કે, જિલ્લાના પ્રભારી સચિવોનું જિલ્લા તંત્રોને જરૂરી માર્ગદર્શન મળી રહે તે માટે તેમને જિલ્લાઓમાં પહોંચવા સૂચના આપી દેવાઈ છે.

એટલું જ નહિ, સરકાર તરફથી જરૂરી તમામ મદદ જિલ્લાઓને પહોંચાડવાનું સઘન આયોજન થયું છે. કોરોના સામે રોગ પ્રતિકારક શકિત વધારવા આગામી સોમવાર 10 જાન્યુઆરીથી મહાનગરો અને જિલ્લાઓમાં આયુષ દ્વારા દરરોજ 2 હજાર કિલો ઉકાળા પાવડર પહોંચાડવાનું આયોજન થઈ ગયું છે. તેનો પણ લાભ વધુને વધુ લોકો સુધી પહોંચે તેવી વ્યવસ્થાઓ કરવા પણ આ વીડિયો કોન્ફરન્સ બેઠકમાં સૂચના આપવામાં આવી હતી.

આ પણ વાંચો : મોટો નિર્ણય : તીવ્ર ગતિએ ફેલાતા કોરોનાને કારણે CM એ તમામ સરકારી કાર્યક્રમ રદ કર્યાં

ભૂપેન્દ્ર પટેલે આ જિલ્લા અને શહેરી તંત્રવાહકોને એવો અનુરોધ કર્યો કે જે વ્યક્તિઓ હોમ આઇસોલેશનમાં રહેલા હોય તેમનું અને તેમાંથી હોસ્પિટલમાં એડમીટ થયા હોય તેમનું પણ સતત મોનિટરીંગ કરવામાં આવે તે ઇચ્છનીય છે.

મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે. કૈલાશનાથન, મુખ્ય સચિવ પંકજ કુમાર, આરોગ્ય વિભાગના કાર્યકારી અગ્ર સચિવ મુકેશ કુમાર, વરીષ્ઠ સચિવશ્રીઓ આ બેઠકમાં ગાંધીનગરથી સહભાગી થયા હતા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news