GUJARAT CORON UPDATE: નવા 56 કેસ, 196 દર્દી સાજા થયા, 1 દર્દીનું મોત

ગુજરાતમાં કોરોનાના કેસ સતત ઘટી રહ્યા છે. કોરોના કાબુમાં આવી ચુક્યો છે. રાજ્યમાં કોરોનાથી સાજા થવાના દરમાં પણ સતત વધારો થઇ રહ્યો છે. આ દર 98.61 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં આજે કોરોનાના 56 કેસ નોંધાયા છે. આ ઉપરાંત 196 દર્દીઓ સાજા થયા છે. અત્યાર સુધીમાં 8,12,718 દર્દીઓ સાજા થઇ ચુક્યા છે. 
GUJARAT CORON UPDATE: નવા 56 કેસ, 196 દર્દી સાજા થયા, 1 દર્દીનું મોત

ગાંધીનગર : ગુજરાતમાં કોરોનાના કેસ સતત ઘટી રહ્યા છે. કોરોના કાબુમાં આવી ચુક્યો છે. રાજ્યમાં કોરોનાથી સાજા થવાના દરમાં પણ સતત વધારો થઇ રહ્યો છે. આ દર 98.61 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં આજે કોરોનાના 56 કેસ નોંધાયા છે. આ ઉપરાંત 196 દર્દીઓ સાજા થયા છે. અત્યાર સુધીમાં 8,12,718 દર્દીઓ સાજા થઇ ચુક્યા છે. 

જો કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 1356 એક્ટિવ કેસ છે. જે પૈકી 08 લોકો વેન્ટિલેટર પર છે. 1348 લોકો સ્ટેબલ છે. 8,12,718 લોકોને ડીસ્ચાર્જ કરવામાં આવી ચુક્યા છે. 10073 લોકોનાં અત્યાર સુધીમાં મોત તઇ ચુક્યા છે. આજે કોરોનાને કારણે સાબરકાંઠા ખાતે 1 દર્દીનું મોત થયું છે. 19 જિલ્લામાં એક પણ કેસ નથી. આ ઉપરાંત અમદાવાદ અને સુરતને બાદ કરતા તમામ જિલ્લાઓમાં 9 કે 9થી ઓછા કેસ આવ્યા છે. અમદાવાદ કોર્પોરેશનમાં 12 કેસ આવ્યા છે. જ્યારે સુરત કોર્પોરેશનમાં 10 કેસ આવ્યા છે. અત્રે નોંધનીય છે કે, કોરોના હવે ગુજરાતમાં લગભગ નામ માત્રનો જ રહ્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news