GUJARAT CORONA UPDATE: સૌરાષ્ટ્રમાં ધીરે ધીરે કસાતો કોરોનાનો ભરડો, નહી ચેતો તો હેરાન થશો

ગુજરાતમાં આજે રાજ્યનાં નવા 55 કેસ નોંધાયા છે. તો 48 દર્દીઓ સાજા પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,17,591 નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ પણ વધીને 98.71 ટકાએ પહોંચી ચુક્યો છે. બીજી તરફ સરકાર રસીકરણના મોરચે પણ મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે કુલ 3,09,845 રસીના ડોઝ અપાયા હતા. 
GUJARAT CORONA UPDATE: સૌરાષ્ટ્રમાં ધીરે ધીરે કસાતો કોરોનાનો ભરડો, નહી ચેતો તો હેરાન થશો

ગાંધીનગર : ગુજરાતમાં આજે રાજ્યનાં નવા 55 કેસ નોંધાયા છે. તો 48 દર્દીઓ સાજા પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,17,591 નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ પણ વધીને 98.71 ટકાએ પહોંચી ચુક્યો છે. બીજી તરફ સરકાર રસીકરણના મોરચે પણ મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે કુલ 3,09,845 રસીના ડોઝ અપાયા હતા. 

બીજી તરફ જો એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ કુલ 555 એક્ટિવ કેસ છે. જે પૈકી 04 નાગરિકો વેન્ટિલેટર પર છે. જ્યારે 551 નાગરિકો સ્ટેબલ છે. 8,17,591 નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. જ્યારે 10100 નાગરિકોનાં કોરોનાને કારણે કુલ મોત થયા છે. આજે વલસાડમાં 01 નાગરિકનું મોત નિપજ્યું છે. અમદાવાદ કોર્પોરેશનમાં 14, વડોદરા કોર્પોરેશનમાં 14, જામનગર કોર્પોરેશન 6, નવસારી-રાજકોટ કોર્પોરેશન 5-5, સુરત કોર્પોરેશન 4, આણંદ, ગાંધીનગર કોર્પોરેશન, જામનગર, કચ્છ, મોરબી, પોરબંદર અને વલસાડમાં 1-1 કેસ સામે આવ્યા છે. આ પ્રકારે કુલ 55 કેસ નોંધાયા છે. 

બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી 11ને પ્રથમ અને 1786 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 45 વર્ષથી વધારેની ઉંમરના 9088 અને 69436 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 18-45 વર્ષના નાગરિકો પૈકી 31542 નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે 197982 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આ પ્રકારે આજના દિવસમાં કુલ 3,09,845 રસીના ડોઝ અપાયા હતા. અત્યાર સુધીમાં કુલ 8,58,66,425 રસીના ડોઝ અપાઇ ચુક્યા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news