GUJARAT CORONA UPDATE: નવા 25 કેસ, 20 રિકવર થયા, ઐતિહાસિક 18 લાખથી વધારે ડોઝ અપાયા
Trending Photos
ગાંધીનગર : ગુજરાતમાં આજે કોરોનાના નવા 25 કેસ નોંધાયા છે. તો બીજી તરફ 20 દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,15,466 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.76 ટકાએ પહોંચ્યો છે. ગુજરાતમાં પહેલા તબક્કાવાર રીતે કેસ ઘટ્યા બાદ હવે તબક્કાવાર રીતે કેસ વધી રહ્યા છે. જે એક પ્રકારે ગુજરાત માટે ચિંતાજનક બાબત છે. કારણ કે કેસ ખુબ જ ઓછા છે તે હકીકત છે તેટલી જ હકીકત છે.
જો એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 154 કેસ છે. જે પૈકી 07 વેન્ટીલેટર પર છે, જ્યારે 147 નાગરિકો સ્ટેબલ છે. 8,15,466 નાગરિકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10082 નાગરિકોનાં અત્યાર સુધીમાં કુલ મોત નિપજ્યાં છે. જો કે રાહતના સમાચાર કહી શકાય કે, આજે કોરોનાને કારણે એક પણ દર્દીનું મોત થયું નથી. જે સકારાત્મક બાબત કહી શકાય. જો કે અમદાવાદ કોર્પોરેશનમાં કુલ 11 કેસ, સુરત અને સુરત કોર્પોરેશનમાં 4-4 કેસ નોંધાયા છે. વડોદરા કોર્પોરેશનમાં 3, ગીરસોમનાથ, જામનગર કોર્પોરેશન અને કચ્છમાં 1-1 કેસ નોંધાયા છે.
તો બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. આજે PM મોદીનો જન્મ દિવસ હોવાના કારે રસીકરણ પર વિશેષ ભાર મુકાયો હતો. જેના કારણે આજે ગુજરાત સહિત સમગ્ર રાજ્યમાં ઐતિહાસિક રસીકરણ થયું હતું. રાજયવ્યાપી વેકસિનેશન મેગા ડ્રાઈવમાં આજે સાંજે 7.00 વાગ્યા સુધીમાં 18 લાખથી વધુ નાગરિકોને રસી આપવામાં આવી હતી. રાજ્યમાં મહત્તમ રસીકરણના ઉદ્દેશ સાથે આજે વેક્સિનેશન મેગા ડ્રાઈવ યોજાઈ છે. રાજયવ્યાપી વેક્સિનેશન મેગા ડ્રાઈવમાં આજે સાંજે 7.00 વાગ્યા સુધીમાં 18 લાખથી વધુ નાગરિકોને રસીથી સુરક્ષિત કરાયા છે.
રાજ્ય સરકારની આ ઝુંબેશને નાગરિકોના અદમ્ય ઉત્સાહથી સારો પ્રતિસાદ સાંપડ્યો છે. આ મેગા ડ્રાઈવ આજે રાત્રીના 10.00 કલાક સુધી ચાલશે. વેક્સિનેશન મેગા ડ્રાઈવના અસરકારક અમલીકરણ માટે આરોગ્ય વિભાગ દ્વારા સતત પરિસ્થિતિની સમીક્ષા કરીને મોનીટરીગ કરવામા આવી રહ્યું છે. હજુ વધુ ને વધુ લોકો વેક્સિનેશન માટે આગળ આવે એ માટે અંગે સમગ્ર વહીવટી તંત્ર અને આરોગ્ય તંત્રના સૌ કર્મયોગીઓ પ્રયત્નશીલ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે