કોંગ્રેસ ગુજરાતમાં ભૂંડા પરાજયના કારણો શોધશે: આ કમિટી બનાવી, સ્થાનિક નેતાઓને નો એન્ટ્રી

હવે કોંગ્રેસે એક સત્ય શોધક કમિટીની રચના કરી છે. જે કોંગ્રેસના હારનાં કારણોની સાચી તપાસ કરી રિપોર્ટ દિલ્હી મોકલશે. અત્યાર સુધી સ્થાનિક નેતાઓને ભરોસે રહેતા કોંગ્રેસે આ કમિટીમાં ગુજરાતના એક પણ નેતાનો સમાવેશ કર્યો નથી. જે દેખાડે છે કે હવે કોગ્રેસને સ્થાનિક નેતાઓ પર ભરોસો રહ્યો નથી.

કોંગ્રેસ ગુજરાતમાં ભૂંડા પરાજયના કારણો શોધશે: આ કમિટી બનાવી, સ્થાનિક નેતાઓને નો એન્ટ્રી

અમદાવાદ: ગુજરાતમાં કોંગ્રેસના સૂપડાં સાફ થઈ ગયા છે. પ્રથમવાર કોંગ્રેસ ગુજરાતમાં 17 સીટો સાથે વિરોધપક્ષના નેતા બનાવી શકે તેવી સ્થિતિમાં પણ નથી. 2002થી ગુજરાતમાં કોંગ્રેસનો ગ્રાફ સુધર્યો હતો જે એકાએક ધોવાઈ ગયો છે. કોંગ્રેસના ધોવાણમાં સ્થાનિક જૂથવાદ પણ એટલો જવાબદાર છે. ભાજપે એવી ઐતિહાસિક જીત મેળવી છે કે દિલ્હી હાઈકમાન પણ ચોંકી ઉઠ્યું છે. 

હવે કોંગ્રેસે એક સત્ય શોધક કમિટીની રચના કરી છે. જે કોંગ્રેસના હારનાં કારણોની સાચી તપાસ કરી રિપોર્ટ દિલ્હી મોકલશે. અત્યાર સુધી સ્થાનિક નેતાઓને ભરોસે રહેતા કોંગ્રેસે આ કમિટીમાં ગુજરાતના એક પણ નેતાનો સમાવેશ કર્યો નથી. જે દેખાડે છે કે હવે કોગ્રેસને સ્થાનિક નેતાઓ પર ભરોસો રહ્યો નથી. રાહુલ ગાંધીનું વિધાનસભાની ચૂંટણીમાં સભાઓ ન સંબોધવાનું કારણ પણ અંદરો અંદરનો વિખવાદ હોવાની ચર્ચા છે. હાઈકમાન સ્થાનિક નેતાઓથી નારાજ હોવાને કારણે આ કમિટીમાં ગુજરાતમે બદલે અન્ય નેતાઓનો સમાવેશ કરાયો છે.

 ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે આ વખતે પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીનો રેકોર્ડ તોડી નાંખ્યો છે. ભાજપે આ વખતે 157 બેઠકો જીતીને એક નવો કિર્તિમાન સ્થાપિત કર્યો છે. કોંગ્રેસ છેલ્લા 27 વર્ષથી 50થી વધુ બેઠકો પર જીત મેળવતી હતી. 2017માં 77 બેઠકો સુધી પહોંચી ગઈ હતી. પરંતુ આ વખતે કોંગ્રેસની માત્ર 17 બેઠકો આવતાં જ હાઈકમાન ખૂબ જ નારાજ થયું છે. આ પરિણામોને લઈને કોંગ્રેસે મંથન કરવાનો નિર્ણય લીધો છે. આ માટે કોંગ્રેસે 3 સભ્યોની સત્ય શોધક સમિતીનું ગઠન કર્યું છે. તે ઉપરાંત આ કમિટી ચૂંટણીના પરિણામોના કારણોની સાતત્યતા પણ ચકાસશે.

કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લાર્જુન ખડગેએ ગુજરાતના પરાજય બાદ સત્ય શોધક કમિટીની રચના કરી છે. જેમાં ત્રણ સભ્યોની કમિટી બનાવવામાં આવી છે. આ કમિટીના ચેરમેન તરીકે નીતિન રાઉત, ડો. શકિલ અહેમદ ખાન તથા સપ્તગિરી શંકર ઉલાકાની સભ્ય તરીકે નિમણુંક કરાઈ છે. આ કમિટી કોંગ્રેસ પ્રમુખને ગુજરાતની હારના કારણો અને પરિણામો અંગેનો રીપોર્ટ એક સપ્તાહમાં સોંપશે. ત્યાર બાદ કોંગ્રેસનો હાઈકમાન્ડ ગુજરાતમાં સંગઠનમાં મોટો ફેરફાર કરે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. 

ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતા તરીકે કોણ બેસશે એ હજી નક્કી કરી શકી નથી. કોગ્રેસમાં પદ માટે જબરી ખેંચતાણ ચાલે છે. નેતાઓમાં અંદરો અંદર એટલો જૂથવાદ છે કે દરેક એકબીજાના ટાંટિયા ખેંચી રહ્યું છે. જેને પગલે 17 ધારાસભ્યોમાંથી એક નેતા નક્કી કરી શકતું નથી. 

દિવસે ને દિવસે ગુજરાતની હાલત ખરાબ થતાં કોંગ્રેસમાં પણ નારાજગી છે. બની શકે છે આ કમિટીના રિપોર્ટ બાદ કોંગ્રેસમાં મોટા ફેરફારો આવી શકે છે. જોકે, સામાન્ય ગુજરાતી એ સારી રીતે જાણે છે કે કોંગ્રેસમાં તુ નહીં તો હું અને હું નહીં તો તુંની ગેમ ચાલી રહી છે. આમ કેટલાક નેતાઓ એકબીજા સાથે ગીલ્લીદાવ રમી રહ્યાં છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news