કોંગ્રેસનો સવાલ, સુશાંતના મિત્ર સંદીપસિંહને ખાસ મદદ અંગે ભાજપ કેમ મૌન છે?

પત્રકાર પરિષદ કોંગ્રેસનાં પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ સુશાંતસિંહ રાજપૂતના મિત્ર સંદીપસિંહની કંપનીને લઇને અનેક ખુલાસા કર્યા

કોંગ્રેસનો સવાલ, સુશાંતના મિત્ર સંદીપસિંહને ખાસ મદદ અંગે ભાજપ કેમ મૌન છે?

ગૌરવ પટેલ/અમદાવાદ :સુશાંતસિંહ રાજપૂતના આત્મહત્યા કેસનું આડકતરી રીતે ગુજરાત સાથે કનેક્શન જોડાયું છે. સંજય રાઉતે એક તરફ વિવાદમાં અમદાવાદનું નામ લીધું છે. તો બીજી તરફ, ગુજરાત કોંગ્રેસે સુશાંતસિંહ રાજપૂતના મિત્ર સંદીપસિંહની કંપનીને લઈને મોટા ખુલાસા કર્યાં છે. ગુજરાત કોંગ્રેસે ભાજપ અને સંદીપસિંહના સંબંધો અંગે સવાલ ઉઠાવ્યા છે. કોંગ્રેસના પ્રવક્તા મનીશ દોશીએ જણાવ્યુ કે, સંદીપસિંહની કંપનીએ ગુજરાત સરકાર સાથે 177 કરોડ MOU કર્યા હતા. આ એમઓયુ લીજેન્ડ ગ્લોબલ નામની કંપની સાથે થયા હતા.

પત્રકાર પરિષદ કોંગ્રેસનાં પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ સુશાંતસિંહ રાજપૂતના મિત્ર સંદીપસિંહની કંપનીને લઇને અનેક ખુલાસા કર્યા છે. સંદીપસિંહની કંપનીએ ગુજરાત સરકાર સાથે 177 કરોડનું MOU કર્યું હતું. લિજેન્ડ ગ્લોબલ નામની કંપની સાથે કરાર કરાયો હતો. લિજેન્ડ ગ્લોબલ કંપની માટે ભાજપના કયા નેતાઓનાં વિશેષ આશીર્વાદ લીધા છે. સંદીપસિંહની આ કંપનીમાં વિવેક ઓબેરોય માત્ર 3 દિવસ માટે ડિરેક્ટર બન્યા હતા. સંદીપસિંહની કંપની 6 લાખની ખોટ હતી, તો 177 કરોડનું MOU કેમ કર્યાં. રાજ્યના પ્રવાસન અને ફિલ્મના બ્રાન્ડિંગ માટે MOU કરાયા હતા. ત્યારે ગુજરાતી ફિલ્મ, ગુજરાતી કલાકાર, કસબીઓને, આર્થિક મદદ ન કરીને ભાજપ સરકાર અન્ય રાજ્યની કંપનીઓ પર કેમ પ્રેમ વરસાવી રહી છે? કરોડો રૂપિયાના ખર્ચે ઉજવાતા ઉત્સવો-ઇવેન્ટ ભાજપા સાથે ખાસ મળતીયા કંપનીઓને કરોડોના ફાયદા પહોંચાડવા યોજાતી હોય તેવુ લાગે છે. તેમ એક પછી એક એમઓયુની સાચી હકીકત ખુલ્લી પડી રહી છે. સંદીપસિંહને વિશેષ મદદ અને ભાજપ સાથે સબંધ અંગે ભાજપ કેમ મૌન છે?

કોંગ્રેસે આરોપો કર્યાં કે, રાજ્યના પ્રવાસન અને ફિલ્મના બ્રાન્ડિંગ માટે એમઓયુ કરવામાં આવ્યા હતા ત્યારે સંદીપસિંહને કરવામાં આવેલી મદદ આજે  ભાજપ મૌન કેમ છે.  સંદીપસિંહની કંપનીને કોના કહેવાથી આટલી મોટી રકમના એમઓયુ કરવામાં આવ્યા. જેનો જવાબ ભાજપની સરકારે આપવો જોઈએ.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news