Home Loan: ક્યાં મળશે સૌથી સસ્તી હોમ લોન, જુઓ ટોપ-10 બેન્કોનું લિસ્ટ


ઘર લેવાની તૈયારી કરી રહ્યાં હોવ અને તે વિચારી રહ્યાં છે કે સૌથી સસ્તી હોમ લોન (home loan)  ક્યાં મળશે, તો અમે તમને જણાવી રહ્યાં છીએ દેશની તે ટોપ-10 બેન્ક જે સસ્તી હોમ લોન તમને આપી શકે છે.
 

Home Loan: ક્યાં મળશે સૌથી સસ્તી હોમ લોન, જુઓ ટોપ-10 બેન્કોનું લિસ્ટ

નવી દિલ્હીઃ ઘર લેવાની તૈયારી કરી રહ્યાં હોવ અને તે વિચારી રહ્યાં છે કે સૌથી સસ્તી હોમ લોન (home loan)  ક્યાં મળશે, તો અમે તમને જણાવી રહ્યાં છીએ દેશની તે ટોપ-10 બેન્ક જે સસ્તી હોમ લોન તમને આપી શકે છે. તેમાં  SBI, HDFC, ICICI જેવી દિગ્ગજ બેન્ક સામેલ છે. હાલમાં આ બેન્કોએ પોતાના વ્યાજદરમાં ઘટાડાની પણ જાહેરાત કરી છે. આ ટોપ-10 બેન્કોમાં ઘણાનો વ્યાજદર 7 ટકાથી પણ ઓછો છે. 

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા  (RBI)એ હાલના દિવસોમાં ઘણીવાર રેપો રેટ અને રિવર્સ રેપો રેટમાં ઘટાડો કર્યો છે. આરબીઆઈએ જૂન 2020મા રેપો રેટ અને રિવર્સ રેપો રેટમાં 0.40 ટકાનો ઘટાડો કર્યો. તેનાથી ઘણી બેન્કોએ પોતાના વ્યાજદરમાં ઘટાડો કર્યો છે. આ તે બેન્કોનું લિસ્ટ છે જે તમને સૌથી સસ્તી હોમ લોન આપી રહી છે. 

બેન્ક                                     વ્યાજદર
યુનિયન બેંક ઓફ ઇન્ડિયા   6.85% - 7.75%
બેંક ઓફ ઇન્ડિયા              6.85% - 7.75%
સેન્ટ્રલ બેંક                    6.85% - 7.30%
કેનરા બેંક                   6.90% - 8.90%
એસબીઆઇ                 6.95% - 7.10%
એચડીએફસી               6. 6.95% - 7.10%
આઈસીઆઈસીઆઈ      6. 6.95% - 7.60%
પીએનબી                     7.00% - 7.60%
બેન્ક ઓફ બરોડા           7.25% - 8.25%
યુકો બેંક                      7.15% - 7.25%

સસ્તી લોન મળવાની શરત
લોન લેતા પહેલા તમારે તે યાદ રાખવું જોઈએ કે બેન્ક લોન પ્રોસેસિંગ ફી પણ ચાર્જ કરે છે, જે દરેક બેન્કની અલગ-અલગ હોય છે. સામાન્ય રીતે તે કુલ લોનના 0.25 ટકાથી લઈને 0.50 ટકા સુધી હોય છે. ઘણી બેન્ક 1.25% સુધી પણ પ્રોસેસિંગ ફી લે છે, જેમ કે કોટક મહિન્દ્રા બેન્ક અને HDFC લિમિટેડ. એક વાત યાદ રાખો કે બેન્ક સસ્તી હોમ લોનનો દાવો કરે છે, પરંતુ તમને તે સસ્તી લોન આપશે કે નહીં, તે એ વાત પર નિર્ભર છે કે તમારો સિબિલ સ્કોર કેટલો છે. તમે ઈચ્છો કે બેન્ક તમને સસ્તી લોન આપે તો તમારો સિલિબ સ્કોર 700 કે તેનાથી વધુ હોવો જોઈએ. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news