ગુજરાતમાં પાટીલનું સપનુ તોડવાની ગોહિલની તૈયારી, ભાજપનો ચક્રવ્યૂહ તોડવા બનાવ્યો આ માસ્ટર પ્લાન

Shaktisinh Gohil : કોંગ્રેસે ભલે ગત બે ચૂંટણીમાં એક પણ લોકસભા સીટ જીતી નથી, પરંતું પાર્ટીની 2009 માં જીતેલી સીટને લઈને આગળ રણનીતિ બનાવી રહી છે... ગોહિલ સૌથી પહેલા ઘરવાપસી અભિયાનથી પોતાનું ઘર મજબૂત કરવા માંગે છે

ગુજરાતમાં પાટીલનું સપનુ તોડવાની ગોહિલની તૈયારી, ભાજપનો ચક્રવ્યૂહ તોડવા બનાવ્યો આ માસ્ટર પ્લાન

Gujarat Congress : ગુજરાત કોંગ્રેસની કમાન શક્તિસિંહ ગોહિલના હાથમાં જ આવતા જ ક્રોંગ્રેસ આક્રમક બન્યું છે. શક્તિસિંહ માટે આ સ્થિતિ કરો યા મરો જેવી છે. લોકસભા માટે શક્તિસિંહને ગમે તે રીતે જોર લગાવવુ જ પડશે. આ માટે તેઓ પાર્ટીને મજબૂત કરવામાં લાગી ગયા છે. જોકે શક્તિસિંહ ગોહિલની આ મુહિમ સફળ પણ દેખાઈ રહી છે. ભાવેણા ભાવનગરથી આવતા શક્તિસિંહ ગોહિલ પોતાની ઘરવાપસીથી પાર્ટીને મજબૂત કરવામાં લાગ્યા છે. તેઓએ શરૂઆત સૌરાષ્ટ્રથી કરી છે. ગુજરાતની કમાન સંભાળ્યા બાદ કોંગ્રેસના નવા પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ ઘરવાપસી દાવથી પાર્ટીને મજબૂત કરવામાં લાગ્યા છે. તેમના આ અભિયાનને સફળતા મળી રહી છે. તેઓ સૌરાષ્ટ્રના નેતા અને કાર્યકર્તાઓને પરત કોંગ્રેસમાં લાવવામાં સફળ થયા છે. 

કોંગ્રેસમાંથી આપમાં ગયેલા વશરામ સોગઠિયાની પાર્ટીમાં વાપસી થઈ ચૂકી છે. હવે પાર્ટીમાં કચ્છ અને સૌરાષ્ટ્રના અનેક કાર્યકર્તાઓએ કોંગ્રેસમાં વાપરી કરી છે. જેઓ આમ આદમી પાર્ટીમાં ગયા હતા. ગત મહિને કાર્યભાર ગ્રહણ કર્યા બાદ ગોહિલ નવી રણીનીતિથી આગળ વધી રહ્યાં છે. અત્યાર સુધી તેઓ આપને અપસેટ કરવામાં સફળ રહ્યાં છે, તો હવે તેમના નિશાન પર બીજેપી છે. આવામાં જ્યારે બીજેપી 2024 ની ચૂંટણીમાં પ્રદેશના તમામ 26 લોકસભા સીટો ત્રીજીવાર જીતવાનો હુંકાર ભરી રહી છે, સાથે જ પડકાર પણ ફેંકી રહી છે કે, તે સીટને 5 લાખ માર્જિનથી જીતશે. આવામાં ગોહિલ સામે મોટા ચેલેન્જિસ છે, કે તેઓ કોંગ્રેસને તે સ્પર્ધામાં ઉભી કરી છે. 

આપને કોંગ્રેસનો ઝટકો
ગોહિલે રાજકોટ કોંગ્રેસમાં આપના વશરામ સાગઠિયાને પરત બોલાવીને હવે બીજો મોટો ઝટકો આપ્યો છે. આમ આદમી પાર્ટીના પ્રદેશ ઉપાધ્યક્ષ મનોજ ભૂપટાની, રમેશ વોરા, ઉપાધ્યક્ષ સહિત કચ્છ અને સૌરાષ્ટ્રના અનેક નેતા પાર્ટીમાં પરત ફર્યાં છે. તેમાંથી એસકે પારગી, અજય ચૌબે, નેહલ દવે, પ્રદેશ પ્રવક્તા પરાગ પંચાલ પણ સામેલ છે. આ નેતોઆની વાપસીના પ્રસંગે કોંગ્રેસના વિભાગીય દળના નેતા અમિત ચાવડાએ કહ્યું કે, રાહુલ ગાઁધીના નેતૃત્વમાં ઐતિહાસિક ભારત જોડો યાત્રાને કારણે કોંગ્રેસ પાર્ટીએ કર્ણાટકમાં શાનદાર જીત મેળવી છે. કોંગ્રેસ મજબૂતીથી ભાજપ સામે લડી છે. આપથી આવેલા તમામ કાર્યકર્તાઓએ ગોહિલની હાજરમાં કોંગ્રેસની સદસ્યતા ફરીથી મેળવી. 

આ પર રાજકીય વિશ્લેષકોનું હેવુ છે કે, ગોહિલ સૌથી પહેલા ઘરવાપસી અભિયાનથી પોતાનું ઘર મજબૂત કરવા માંગે છે. તેઓ ખુદ ભાવનગરથી છે. આવામાં 2024 ની ચૂંટણીમાં પાર્ટીના સૌરાષ્ટ્રમાં સારુ પ્રદર્શન રહે તે જરૂરી છે. ગોહિલ કદાચ એક રણનીતિ મુજબ જૂના  નેતાઓને જોડી રહ્યા છે, પરંતુ તેઓ 7 જુલાઈના રોજ માતા ચામુંડાના આર્શીવાદ લેવા ચોટીલા પણ જઈ રહ્યાંછે. અહી તેઓ ગુજરાતની સુખાકારી માટે પ્રાર્થના કરશે. 

ગેમ પ્લાનમાં છે 11 સીટ
કોંગ્રેસે ભલે ગત બે ચૂંટણીમાં એક પણ લોકસભા સીટ જીતી નથી, પરંતું પાર્ટીની 2009 માં જીતેલી સીટને લઈને આગળ રણનીતિ બનાવી રહી છે. પાર્ટીએ 2009 ના લોકસભા ચૂંટણીમાં વલસાડ, બારડોલી, દાહોદ, ખેડા, આણંદ, જામનગર, પોરબંદર, રાજકોટ, સુરેન્દ્રનગર, બનાસકાંઠા અને પાટણમાં લોકસભા સીટ જીતી હતી. ગોહિલના ગેમ પ્લાનમાં આ સીટ ખાસ કરીને સામેલ છે. તેઓ કોઈ પણ રીતે બીજેપીનો ચક્રવ્યૂહ તોડવા માંગે છે. તેથી તેઓ ઘરવાપસી માટે લઈને હિન્દુત્વના મોરચા પર અલગ રણનીતિને લઈને આગળ વધી રહ્યાં છે. હવે જોવુ એ રહ્યું કે, ગોહિલ પોતાના પ્રયાસોમાં કેટલા સફળ રહે છે કે નથી રહેતા. પરંતુ તેઓએ પોતાના પદ પર રહીને હાઈકમાન્ડથી મળેલા ટાસ્ક પર કામ શરૂ કરી દીધું છે. આ રીતે તેઓ પાર્ટી છોડીને ગયેલા નેતાઓની વાપસીમાં લાગી ગયા છે. જેથી 2024 માં કોંગ્રેસને સંજીવની મળી શકે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news