શું ફ્રીજમાં મુકવા છતાં વારંવાર ફાટી જાય છે દૂધ? આ ઉપાય અજમાવો, હંમેશા તાજુમાજૂ રહેશે દૂધ

Milk Storage in Fridge: જેમના ઘરમાં ફ્રિજ હોય એ તો ફ્રિજમાં જ દૂધ રાખે છે, પરંતુ ફ્રિજમાં પણ દૂધ રાખવાની એક રીત હોય છે. ફ્રિજના એક ચોક્કસ ભાગમાં દૂધ રાખવાથી તે ફાટતું નથી અને સચવાઈ રહે છે.

શું ફ્રીજમાં મુકવા છતાં વારંવાર ફાટી જાય છે દૂધ? આ ઉપાય અજમાવો, હંમેશા તાજુમાજૂ રહેશે દૂધ

Milk Storage in Fridge: આજકાલ ફ્રિજ સૌ કોઈના ઘરમાં હોય છે. મોટાભાગે આપણે જોઈએ છે કે, લોકોના ફ્રિજ જોઈતી કે વણજોઈતી વસ્તુઓથી ભરેલું હોય છે. જો આ વસ્તુઓને યોગ્ય રીતે સ્ટોર ન કરવામાં આવે તો તે ખરાબ થઈ જાય છે. આવું જ કાંઈક દૂધનું છે. જો ઉનાળામાં તેની યોગ્ય સાચવણી ન કરવામાં આવે તો ખરાબ થઈ જવાની ખૂબ જ શક્યતાઓ રહેલી છે. સામાન્ય રીતે આપણે દૂધને ગરમ કરીએ છે અને થોડી વાર તેને ઠંડુ કરીને ફ્રિજમાં મુકી દઈએ છે. કારણ કે જો દૂધ આટલી ગરમીમાં બહાર રહેશે તો ફાટી જશે. કાચની બોટલ કે સ્ટીલના વાસણમાં દૂધ સ્ટોર કરવું જોઈએ તો તે ફાટતું નથી.

જેમના ઘરમાં ફ્રિજ હોય એ તો ફ્રિજમાં જ દૂધ રાખે છે, પરંતુ ફ્રિજમાં પણ દૂધ રાખવાની એક રીત હોય છે. ફ્રિજના એક ચોક્કસ ભાગમાં દૂધ રાખવાથી તે ફાટતું નથી અને સચવાઈ રહે છે. આ માટે વિશેષજ્ઞોનો મત પણ જાણવો જરૂરી છે.

Eat This, Not This આર્ટિકલમાં USDAના ફૂડ સેફ્ટી એક્સપર્ટ મેરેડિથ કેરૌથર્સ આ માટે સલાહ આપી રહ્યા છે. તમારા ફ્રિજનું તાપમાન અલગ-અલગ ખુણામાં અલગ-અલગ હોય છે. ત્યારે તમારે એ ધ્યાન રાખવું જોઈએ કે દૂધ 4 ડિગ્રી સેલ્સિયસથી નીચે રહે. તો એ ખરાબ નહીં થાય.

ફ્રિજના અલગ અલગ એરિયામાંથી દૂધને એ સેક્શનમાં રાખવું જોઈએ જે સૌથી ઠંડો એરિયા હોય. આ ભાગ ફ્રિજમાં સૌથી ઉપર હોય છે. ઠંડકની શરૂઆત ઉપરથી થાય છે. એટલે જ સૌથી ઉપર દૂધ રાખવું સૌથી સલામત માનવામાં આવે છે. જો દૂધ નીચે રાખવામાં આવે તો બની શકે તો તેના સુધી પુરતી ઠંડક ન મળે અને તે બગડી શકે છે.

દૂધને ફાટવાથી બચાવવા માટેની ટીપ્સ :

– તમે દૂધ ઘરે લાવો પછી તરત જ તેને ગરમ કરો. આને કારણે તેના ફાટવાના ચાન્સ ઘણા ઓછા થઇ જાય છે.
– 4-5 કલાક પછી ફરી એક વાર દૂધ ગરમ કરો. જેથી તે 5-6 કલાક સુધી ચાલી શકે છે.
– દૂધને ફાટવાથી અટકાવવા માટે, દિવસમાં 2-3 વખત દૂધને ઉકાળો.
– કેટલીક વાર રાત્રે ગરમ કરેલું દૂધ સવારે બગડી જાય છે. આવી સ્થિતિમાં રાત્રે 9-10 વાગ્યે દૂધ ગરમ કરો અને ત્યારબાદ તેને સવારે 5-6 વાગ્યે ગરમ કરો. જેથી દૂધ ફાટશે નહીં.
– જો તમે ઇચ્છતા હોવ કે રાત્રે દૂધ ફાટી ન જાય તે માટે તમે બીજી પદ્ધતિ પણ અપનાવી શકો છો. આ માટે, મોટી પ્લેટ અથવા તો થાળીમાં ઠંડુ પાણી ભરો અને તેના ઉપર દૂધથી ભરેલું વાસણ મૂકો. આ તમારું દૂધ ઠંડુ રાખશે અને ફાટવાની શક્યતા ખૂબ ઓછી રહેશે.
– જો તમે સાંજે દૂધ લો અને મોડી રાત સુધી તે ઠંડુ ન થાય તો ઘણી સમસ્યા થાય છે. આવી સ્થિતિમાં સવાર સુધી તે ઘણી વખત ફાટી જાય છે. તમે મોટા પાત્રમાં આઇસ ક્યુબ્સ મૂકીને આ કરી શકો છો અને તરત જ તેમાં ગરમ દૂધનું પાત્ર મૂકી શકો છો. દૂધ થોડીવારમાં ઠંડુ થઈ જશે અને તમે તેને ફ્રિજમાં રાખી શકો છો.
– જો તમે ઇચ્છતા હોવ તો, તમે તે રૂમમાં દૂધ રાખી શકો છો જ્યાં રાત્રે એ.સી, કુલર અથવા પંખા ચાલે છે. આનાથી દૂધ ફાટવાની સંભાવના પણ ઓછી થાય છે.
– જો દૂધને ગેસ પર રાખ્યા પછી, તમને લાગે કે તે ફાટશે, તો પછી તેમાં એક ચપટી ખાવાનો સોડા ઉમેરીને બરાબર મિક્ષ કરી લો. તે ઉકળવા આવે ત્યાં સુધી. આ સાથે 3-4 કલાકની અંદર દૂધને વપરાશમાં લેવાનો પ્રયાસ કરો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news