સુરત બાદ રાજકોટ અગ્નિકાંડના પીડિતોએ કહ્યું, 'અમારે નથી જોઈતું રાજકારણ, સરકારની કામગીરીથી અમે સંતુષ્ટ'
કોંગ્રેસની ન્યાય યાત્રાનો ફિયાસ્કો થઈ રહ્યો હોય તેવું ચિત્ર બની રહ્યું છે. કોંગ્રેસની ન્યાય યાત્રાને એક પછી એક ઝટકા મળી રહ્યા છે. સુરત બાદ હવે રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના 17 પીડિત પરિવારો પણ યાત્રાથી અડઘા રહ્યા છે.
Trending Photos
Gujarat Congress Nyay Yatra: આજે મોરબીથી ગાંધીનગર સુધીની ગુજરાત ન્યાય પદયાત્રા શરૂ કરવામાં આવી છે. મોરબીના દરબારગઢ ચોકમાંથી ગુજરાતની અંદર બનેલી જુદી જુદી દુર્ઘટનાઓમાં આજ દિવસ સુધી કોઈ આરોપીને સજા થયેલ નથી. જેથી કરીને પીડિત પરિવરણોને ન્યાય, પૂરતું વળતર અને આરોપીઓને સજા મળે તે માટે આ યાત્રા શરૂ કરવામાં આવી છે. પરંતુ કોંગ્રેસની ન્યાય યાત્રાનો ફિયાસ્કો થઈ રહ્યો હોય તેવું ચિત્ર બની રહ્યું છે. કોંગ્રેસની ન્યાય યાત્રાને એક પછી એક ઝટકા મળી રહ્યા છે. સુરત બાદ હવે રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના 17 પીડિત પરિવારો પણ યાત્રાથી અડઘા રહ્યા છે.
કોંગ્રેસની ન્યાય યાત્રામાં પીડિત પરિવારોની સંખ્યા ઓછી થઇ રહી છે. જી હા....દરબારગઢ ચોકથી અલગ અલગ જગ્યાઓથી આવેલા પીડિત પરિવારો હવે ધીમેધીમે યાત્રામાંથી બહાર નીકળ્યા છે. વીરપર ગામે એક ફાર્મ હાઉસમાં પદયાત્રીઓ માટે જમણવારની વ્યવસ્થા કરાઇ હતી. જ્યાં તમામ આગેવાનો, માજી ધારાસભ્ય સહિતના લોકોએ સાથે ભોજન કર્યું. ભોજન બાદ યાત્રા વીરપર, લજાઇ ચોકડીથી ટંકારા તરફ રવાના થઇ છે.
કૉંગ્રેસની ન્યાય યાત્રાને સુરતથી ઝટકો
સુરતથી કૉંગ્રેસની ન્યાય યાત્રાને મોટો ઝટકો લાગ્યો છે. પીડિત પરિવારે માંગ કરી હતી કે આ દુર્ઘટનાને રાજનીતિનો અખાડો બનાવવો જોઇએ નહીં. પીડિત પરિવારજનોએ રાહુલ ગાંધી જોડાય તો પણ ન્યાય યાત્રામાં ન જોડાવવા જાહેરાત કરી હતી. પીડિત પરિવારોએ કોર્ટ કાર્ટવાહીમાં મદદરૂપ થવા અપીલ કરી હતી. ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવાની વાલીઓની માંગ કરી હતી. અમારા નામે કોઈપણ પક્ષે રાજનીતિ ન કરવી જોઇએ.
સુરત બાદ રાજકોટથી રણ પ્રદેશ કોંગ્રેસની ન્યાય યાત્રાને ઝટકો લાગ્યો છે. સુરત બાદ રાજકોટના પીડિત પરિવારો પણ યાત્રામાં જોડાશે નહીં. રાજકોટ અગ્નિકાંડના 17 પીડિત પરિવારજનોએ ન્યાય યાત્રામાં જોડાવવાનો ઈનકાર કરી દીધો છે. પીડિત પરિવારે જણાવ્યું છે કે અમારે રાજકારણ જોઇતું નથી. અમે સરકાર પાસે ન્યાયની માંગ કરી છે, કોંગ્રેસ કે ભાજપ પાસે નહી. ગુજરાત સરકારની કામગીરીથી સંતુષ્ટ છે. ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસની માંગ સ્વીકારવામાં આવી છે.
મોરબીના દરબારગઢ ચોકમાં વિધાનસભાના વિપક્ષના નેતા અમિતભાઈ ચાવડા, પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ અને ધારાસભ્ય જીગ્નેશભાઇ મેવાણી, પ્રગતિબેન આહીર, અમીબેન વિગેરે આગેવાનોની હાજરીમાં સભા યોજાઈ હતી અને ગુજરાતની અંદર બનેલી જુદી જુદી દુર્ઘટનાઓમાં આજ દિવસ સુધી કોઈ આરોપીને સજા થયેલ નથી. જેથી કરીને પીડિત પરિવરણોને ન્યાય, પૂરતું વળતર અને આરોપીઓને સજા મળે તે માટે આ યાત્રા શરૂ કરવામાં આવી છે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહજી ગોહિલની સુચનાનુસાર 9 ઓગસ્ટથી મોરબી ખાતે થી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના માર્ગદર્શન હેઠળ "ગુજરાત ન્યાય પદયાત્રા" શરુ કરવામાં આવી છે જેમ વડોદરા હરણી બોટ કાંડ, મોરબી બ્રીજ કાંડ, કાંકરિયા રાઈડ કાંડ, તક્ષશિલા આગ કાંડ જેવા અનેક બનાવના ભોગ બનેલા પરિવારોને ન્યાય આપવા માટેની માંગ કરવામાં આવી રહી છે અને આ ગુજરાત ન્યયા યાત્રાનો આજે મોરબી થી પ્રારંભ કરવામાં આવ્યો છે.
આ તકે ગુજરાત વિધાનસભાના વિપક્ષના નેતા અમિતભાઈ ચાવડા, પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ અને ધારાસભ્ય જીગ્નેશભાઈ મેવાણી, પ્રગતિબેન આહીર, અમીબેન, મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા, ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા, ગુજરાત પ્રદેશ સેવા દળના પ્રમુખ લાલજીભાઈ દેસાઈ, ગુજરાત કિસાન કોંગ્રેસના પ્રમુખ પાલભાઈ આંબલીયા સહિતના કોંગ્રેસના આગેવાનો હોદ્દેદારો અને કાર્યકર્તાઓ તેમજ ઝુલતાપુલ દુર્ઘટનામાં પોતાના સ્વજનો ગુમાવનાર પરિવારો હાજર રહ્યા હતા.
ગુજરાત વિધાનસભાના વિપક્ષના નેતા અમિતભાઈ ચાવડાએ સભાને સબોધતા કહ્યું હતું કે, ભાજપના ભ્રષ્ટાચારના લીધે આ ઘટનાઓ બનેલ છે જેથી ભોગ બનેલા પરિવારો ન્યાય માટે રજડી રહ્યા છે ત્યારે કોંગ્રેસ તેમનો અવાજ બનીને વિધાનસભામાં આ મુદ્દો ઉઠાવશે અને પિડીત પરિવારોને ન્યાય અપાવશે. તો માજી ધારાસભ્ય રૂત્વીકભાઇ મકવાણાએ કહ્યુ હતુ કે, ગુજરાતમાં અધિકારીઓ અને કર્મચારીઓનો આત્મા મારી ગયો છે. આ ન્યાય યાત્રા મોરબીમાં ઝૂલતા પુલ નજીક દરબાર ગઢ પાસેથી શરૂ કરી હતી અને ટંકારા, રાજકોટ, ચોટીલા, સુરેન્દ્રનગર, વિરમગામ, સાણંદ, અમદાવાદ થી ગાંધીનગર ખાતે ૩૦૦ કિલો મિટરનું અંતર કાપીને પહોચશે અને ત્યાં યાત્રાનું સમાપન થશે.
ગુજરાતમાં જે દુર્ઘટનાઓ છેલ્લા વર્ષોમાં બનેલ છે તેમાં સૌથી વધુ લોકો મોરબીની ઝૂલતા પુલ દુર્ઘટનામાં હોમાયા હતા જેથી કરીને આ યાત્રાનું પ્રસ્થાન મોરબીથી કરવામાં આવી રહ્યું છે. અને જે લોકોના જીવ ગયેલ છે તેમના પરિવારજનોને આજે પણ ન્યાય મળેલ નથી જેથી મોરબીથી ન્યાય માટે આ યાત્રા કાઢવામાં આવી છે. આ તકે આવેલા કોંગ્રેસના આગેવાનોએ જણાવ્યુ હતું કે, ગુજરાતમાં બનેલ ઘટનામાં લોકોને ન્યાય અપાવવા માટે જરૂર પડશે તો સુપ્રીમ કોર્ટના દરવાજા ખટખટાવશું, વિધાનસભા અને સંસદમાં પીડિતોનો અવાજ ગુંજતો કરીશું, અને તો પણ ન્યાય ન મળે તો રોડ ઉપર ઉયરવા સુધીની અમારી તૈયારી છે. અને ગુજરાતમાં બનેલ તમામ ઘટનાની પીડિત પરિવારોની માંગ મુજબ પ્રમાણિક, નિષ્પક્ષ અધિકારીઓને તપાસ સોંપવામાં આવે, ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચાલે, અને પીડિતોને યોગ્ય વળતર ચૂકવવામાં આવે તેવી ઉગ્ર માંગ કરવામાં આવશે.
આ ગુજરાત યાત્રા શરૂ થાય તે પહેલા વરસાદ મોરબીમાં ચાલુ થયો હતો ત્યારે ચાલુ વરસાદે પણ આગેવાનોને સાંભળવા માટે લોકો બેઠા રહ્યા હતા અને ત્યાર બાદ ચાલુ વરસાદે જે મોરબીથી ગુજરાત ન્યાય યાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું અને આ યાત્રામાં ક્રમશ: સમગ્ર ગુજરાતમાંથી કોંગ્રેસનાં તમામ જીલ્લા અને શહેર પ્રમુખો સહિતના કોંગ્રેસનાં સૈનિકો જોડાશે, જુદીજુદી ઘટનાના પીડિતો તેમજ ભાજપના ભ્રષ્ટાચારનો ભોગ બનેલા લોકો જોડાશે તેવું કોંગ્રેસ દ્વારા કહેવામા આવ્યું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે