કુંવરજી બાવળીયાએ કેમ આપ્યું રાજીનામું ? ભાજપે કેમ આવકાર્યા? આ છે કારણ!

કોંગ્રેસના દિગ્ગજ નેતા કુંવરજી બાવળીયાએ કોંગ્રેસમાંથી છેડો ફાડ્યો છે અને ભાજપે એમને સહર્ષ આવકાર્યા છે. આ સાથે જ ગુજરાતના રાજકારણમાં મોટું નવું સમીકરણ ઉમેરાયું છે. ગુજરાતમાં જ્યારે કોંગ્રેસ મક્કમ બની ભાજપની સરકારને હંફાવી રહી છે અને આગામી વર્ષે જ્યારે લોકસભાની ચૂંટણી યોજનારા છે આ સંજોગોમાં થયેલા આ મોટા ફેરફારથી રાજકારણ ગરમાયું છે. જોકે આ બધા વચ્ચે કુંવરજી બાવળીયાએ આખરે રાજીનામું કેમ આપ્યું અને ભાજપે કેમ આવકાર્યા? ચર્ચાનો મુદ્દો બન્યો છે. 

કુંવરજી બાવળીયાએ કેમ આપ્યું રાજીનામું ? ભાજપે કેમ આવકાર્યા? આ છે કારણ!

અમદાવાદ : કોંગ્રેસના દિગ્ગજ નેતા કુંવરજી બાવળીયાએ કોંગ્રેસમાંથી છેડો ફાડ્યો છે અને ભાજપે એમને સહર્ષ આવકાર્યા છે. આ સાથે જ ગુજરાતના રાજકારણમાં મોટું નવું સમીકરણ ઉમેરાયું છે. ગુજરાતમાં જ્યારે કોંગ્રેસ મક્કમ બની ભાજપની સરકારને હંફાવી રહી છે અને આગામી વર્ષે જ્યારે લોકસભાની ચૂંટણી યોજનારા છે આ સંજોગોમાં થયેલા આ મોટા ફેરફારથી રાજકારણ ગરમાયું છે. જોકે આ બધા વચ્ચે કુંવરજી બાવળીયાએ આખરે રાજીનામું કેમ આપ્યું અને ભાજપે કેમ આવકાર્યા? ચર્ચાનો મુદ્દો બન્યો છે. 

કુંવરજી બાવળીયાએ કેમ આપ્યું રાજીનામું?
-વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે સારો દેખાવ કર્યો. આ સંજોગોમાં એક સિનિયર નેતા તરીકે કુંવરજી બાવળીયાને વિપક્ષ નેતા બનાવાય એવી શક્યતા હતી, પરંતુ એમના બદલે પરેશ ધાનાણીને સ્થાન આપી દેવાતાં નારાજગી હતી.
-રાજકોટના શક્તિશાળી નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરૂ સાથેનો કથિત ખટરાગ
-કુંવરજી બાવળીયાને મોટું પદ મેળવવાની મહેચ્છા
-પાર્ટી દ્વારા સતત કરાતી અવગણના
-યુવા નેતાઓને આગળ કરવાના પ્રયાસમાં જૂના નેતાઓની બાદબાદી અસહ્ય થઇ હતી

ભાજપે કેમ આવકાર્યા? 
-કુંવરજી બાવળીયા કોંગ્રેસના દિગ્ગજ નેતા અને એક જાણીતો ચહેરો
-રાજકીય ચહેરાની સાથે સામાજિક પ્રતિભા, કોળી સમાજ પર પ્રચંડ પ્રભુત્વ
-જસદણ સહિત રાજકોટ પંથકમાં એમનું  ભારે વર્ચસ્વ 
-આગામી લોકસભા ચૂંટણીમાં સૌરાષ્ટ્રમાં એમના ચહેરાનો ફાયદો ઉઠાવી શકાય
-લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ગાબડું પાડવાની તક ભાજપ જવા દેવા નથી માંગતું

કુંવરજી બાવળીયાનો ટૂંક પરિચય

વર્ષો સુધી કોંગ્રેસ સાથે જોડાયેલા કુંવરજી બાવળિયાનો 16 માર્ચ 1955ના રોજ રાજકોટ જિલ્લામાં થયો હતો.  63 વર્ષિય કુંવરજી બાવળીયા કોળી સમાજના અગ્રણી નેતા છે. ખેડૂત અને શિક્ષક એવા કુંવરજી બાવળિયા એક સ્વચ્છ પ્રતિભા ધરાવતા નેતા તરીકેની છાપ છે. પૂર્વ સાંસદ અેવા કુંવરજી હાલમાં જસદણ બેઠક પરથી વિધાનસભામાં ચૂંટાયા છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news