'સંજૂ' કરી રહી છે છાપરાંફાડ આવક, ચોથા દિવસે પણ કરી જબરદસ્ત કમાણી

રણબીર કપૂરની આ ફિલ્મ બોક્સઓફિસ પર જબરદસ્ત પર્ફોમન્સ આપી રહી છે

'સંજૂ' કરી રહી છે છાપરાંફાડ આવક, ચોથા દિવસે પણ કરી જબરદસ્ત કમાણી

મુંબઈ : રણબીર કપૂર અને ડિરેક્ટર રાજકુમાર હિરાનીની જોડી પહેલીવાર 'સંજૂ'માં સાથે જોવા મળી છે અને પોતાની પહેલી ફિલ્મમાં તેમણે ધમાલ મચાવી દીધી છે. આ ફિલ્મ રિલીઝના માત્ર ચાર જ દિવસમાં 145 કરોડ રૂ. સુધી પહોંચી ગઈ છે. કોઈ તહેવાર કે સ્પેશિયલ વિકએન્ડ  ન હોવા છતાં આ ફિલ્મે બોક્સઓફિસ પર ધમાકેદાર કમાણી કરી છે. 

— taran adarsh (@taran_adarsh) July 3, 2018

બોલિવૂડ એક્ટર રણબીર કપુર બોક્સઓફિસ પર છવાઈ ગયો છે. ડિરેક્ટર રાજકુમાર હિરાનીની ફિલ્મ 'સંજૂ'એ પહેલા દિવસે જ બોક્સઓફિસ પર રેકોર્ડબ્રેક કમાણી કરી હતી. આ ફિલ્મે રિલીઝના પહેલા દિવસે 34.75 કરોડ રૂ. અને બીજા દિવસે 38.60 કરોડ રૂ.ની કમાણી કરી હતી.  ટ્રેડ એનાલિસ્ટ રમેશ બાલાએ આપેલી માહિતી પ્રમાણે આ ફિલ્મે ત્રીજા દિવસે લગભગ 44  કરોડ રૂ.નું કલેક્શન કર્યું. આમ, આ ફિલ્મ ત્રણ દિવસમાં કુલ 117.35 કરોડ રૂ.ની કમાણી કરવામાં સફળ સાબિત થઈ છે. 

'સંજૂ'નું ડિરેક્શન રાજકુમાર હિરાનીએ કર્યું છે. આ ફિલ્મ સાથે તેણે સાબિત કરી દીધું છે કે તેઓ બોલિવૂડના સૌથી સફળ ડિરેક્ટર છે. ફિલ્મની વાર્તા સંજય દત્તના જીવન પર છે અને એમાં સંજય દત્તના જીવનના વળાંક દર્શાવવામાં આવ્યા છે. રણબીર એક જબરદસ્ત એક્ટર છે અને આ વાત 'સંજૂ'એ સાબિત કરી દીધી છે. આ પહેલાં રાજકુમાર હિરાનીની 'પીકે', 'થ્રી ઇડિયટ્સ' અને 'મુ્ન્નાભાઈ એમબીબીએસ' જેવી ફિલ્મો બોક્સઓફિસ પર ધમાલ મચાવી ચૂકી છે પણ કમાણીની યાદીમાં 'સંજૂ' ટોપ પર છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news