ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસને લાગી શકે છે વધુ એક ઝટકો, ધાનેરાના પૂર્વ ધારાસભ્યએ આપ્યું રાજીનામું

Loksabhe Election 2024: લોકસભા પહેલાં કોંગ્રેસ તૂટવાનો સીલસીલો યથાવત. ધાનેરાના પૂર્વ MLA જોઈતાભાઈ પટેલે આપ્યું રાજીનામું. ટૂંક સમયમાં ભાજપમાં જોડાય તેવી શક્યતા.

ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસને લાગી શકે છે વધુ એક ઝટકો, ધાનેરાના પૂર્વ ધારાસભ્યએ આપ્યું રાજીનામું

Lok Sabha Election 2024 : લોકસભા ચુંટણી પહેલા ગુજરાત કોંગ્રેસને એક બાદ એક મોટા ફટકાઓ પડી રહ્યા છે. હાલ કોંગ્રેસની હાલત એક સાંધે તેર તૂટે જેવી છે, ગઇકાલે હજું નારણભાઈ રાઠવાએ રાજીનામુ આપ્યા બાદ કેસરીયો કર્યો છે. ત્યાં હવે ઉત્તર ગુજરાતમાંથી કોંગ્રેસને ઝાટકો લાગ્યો છે. લોકસભા ચૂંટણી પહેલા ધાનેરાના પૂર્વ ધારાસભ્ય જોઈતા પટેલે કોંગ્રેસમાંથી રાજીનામું આપતા ખળભળાટ મચી જવા પામ્યો છે અને ટૂંક સમયમાં ભાજપમાં જોડાય તેવી શક્યતા જોવામાં આવી રહી છે.

ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસને વધુ એક ફટકો પડે તેવી શક્યતા
ધાનેરાના પૂર્વ ધારાસભ્ય જોઈતા પટેલે કોંગ્રેસને રામરામ કર્યા બાદ ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસને વધુ એક ફટકો પડે તેવી શક્યતા છે. આજે ધાનેરાના પૂર્વ ધારાસભ્ય જોઈતા પટેલે કોંગ્રેસને રામરામ કર્યા છે.  પૂર્વ ધારાસભ્ય જોઈતા ભાઈ પટેલ પ્રદેશ પ્રમુખને રાજીનામું મોકલ્યું છે. ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસના દિગ્ગજ ગણાતા જોઈતા પટેલના રાજીનામાંથી કોંગ્રેસની મુશ્કેલીમાં વધારો થઈ ગયો છે. 

ત્રણ વખત ધાનેરાથી રહી ચૂક્યા છે ધારાસભ્ય
જોઇતા પટેલ ધાનેરા બેઠક પરથી જ ત્રણ વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે. ધાનેરાથી ધારાસભ્ય રહી ચૂકેલાં જોઈતા પટેલે આખરે કોંગ્રેસના તમામ હોદ્દા પરથી રાજીનામાની જાહેરાત કરી દીધી. આ સાથે કોંગ્રેસ માટે આ વધુ એક ઝટકો મનાઈ રહ્યો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news