Photos: અંતરિક્ષમાં છ બેડરૂમ જેટલા મોટા ઘરમાં ફસાયેલા છે સુનિતા વિલિયમ્સ! જાણો ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન વિશે
ભારતીય મૂળના અંતરિક્ષયાત્રી સુનિતા વિલિયમ્સની પૃથ્વી પર વાપસી વારંવાર ટળી રહી છે. સુનિતા અને તેમના સહયોગી બુચ વિલ્મોર 5 જૂનથી ઈન્ટરનેશનલ સ્પેસ સેન્ટર (ISS) પર છે. તેમણે 13 જૂનના રોજ પાછા ફરવાનું હતું પરંતુ બોઈંગ સ્ટારલાઈનર સ્પેસક્રાફ્ટમાં ટેક્નિકલ ખરાબી આવી ગઈ. અમેરિકી સ્પેસ એજન્સી NASA એ હજુ પણ આ બંને એસ્ટ્રોનટ્સની પાછા ફરવાની તારીખ જણાવી નથી. ISS એટલે કે ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન, આઉટર સ્પેસમાં રહેલું બીજું ઘર જેવું છે. આ એક છ બેડરૂમવાળા ઘરથી પણ મોટું છે. તેમાં બે બાથરૂમ, એક જીમ અને અંતરિક્ષને નિહાળવા માટે 360 ડિગ્રીવાળી બારી પણ છે. એન્જિનિયરિંગ અને આંતરરાષ્ટ્રીય સહયોગનું શાનદાર ઉદાહરણ છે. ISS અંતરિક્ષમાં માણસોની કોઈ ચોકી જેવું છે જ્યાં અંતરિક્ષયાત્રીઓ હંમેશા તૈનાત રહેતા હોય છે. ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનના 10 રોચક તથ્યો પણ જાણવા જેવા છે, (Photos- NASA)
કોણે બનાવ્યું?
ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનને બનાવવામાં પાંચ દેશોની અંતરિક્ષ એજન્સીઓનું યોગદાન છે. ISS ની અસેમ્બલીમાં NASA ઉપરાંત Roscosmos (રશિયા), યુરોપિયન સ્પેસ એજન્સી (ESA), જાપાન એરોસ્પેસ એક્સપ્લોરેશન એજન્સી (JAXA) અને કેનેડિયન સ્પેસ એજન્સી (CSA) સામેલ હતા. આ અત્યાર સુધીનું સૌથી મોટું સ્પેસ સ્ટેશન છે.
ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન ક્યારે લોન્ચ કરાયું
તેનો પહેલો ભાગ 20 નવેમ્બર 1998ના રોજ લોન્ચ કરાયો હતો. તેને કક્ષામાં પહોંચ્યે 25 વર્ષ અને 7 મહિના થઈ ચૂક્યા છે. નવેમ્બર 2000 બાદથી અહીં સતત એસ્ટ્રોનટ્સની તૈનાતી થઈ રહી છે.
લોકેશન
ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પૃથ્વીની સપાટીથી લગભગ 400 કિમી (250 માઈલ)થી 420 કિમી (260 માઈલ) ઉપર નીચલી કક્ષામાં છે. Orbital decay ના કારણે તેને વર્ષમાં કેટલીકવાર રી બુસ્ટિંગની જરૂર પડે છે.
કેટલું મોટું છે
સ્પેસ સેન્ટરની કુલ લંબાઈ 109 મીટર છે. સૌર ઉર્જાથી ચાલનારા ISS ના પાંખિયાનો ફેલાવો દુનિયાના સૌથી મોટા યાત્રી વિમાન એરબસ એ380 (262 ફૂટ, 80 મીટર) થી પણ વધુ છે.
સ્પીડ કેટલી છે
ISS પાંચ માઈલ પ્રતિ સેકન્ડ (28,165 કિલોમીટર પ્રતિ કલાક)ની ઝડપથી ધરતીની પરિક્રમા કરે છે. 24 કલાકમાં સ્પેસ સ્ટેશન પૃથ્વીને 16 પરિક્રમા કરે છે.
એક દિવસમાં કેટલું અંતર કાપે છે
અંતરિક્ષ સ્ટેશન લગભગ એક દિવસમાં ચંદ્રમા સુધી જવાનું અને ત્યાંથી પાછા ફરવા જેટલું અતંર કાપે છે.
રહેવાની શું વ્યવસ્થા છે
ISS માં રહેવાની અને કામ કરવાની જગ્યા છ બેડરૂમવાળા ઘરથી પણ મોટી છે. તેમાં સૂવા માટે છ ક્વાર્ટર્સ, બે બાથરૂમ, એક જીમ અને એક 360 ડિગ્રીવ્યૂ વાળી બારી છે.
કેટલા લોકો રહે છે
કોઈ પણ સમયે અંતરિક્ષ સ્ટેશન પર સાત લોકોનું ક્રુ હાજર રહે છે. ક્યારેક ક્યારેક ક્રુ હેન્ડઓવર દરમિયાન ISS પર એસ્ટ્રોનટ્સની સંખ્યા વધી પણ જાય છે.
એસ્ટ્રોનટ્સ કરે છે શું ત્યાં?
NASA ના જણાવ્યાં મુજબ એસ્ટ્રોનટ્સ અને કોસ્મોનોટ્સ નિયમિત રીતે ત્યાં સ્પેસવોક (અંતરિક્ષમાં ચાલવું) કરે છે. આ દરમિયાન તેઓ સ્ટેશન પર કન્ટ્રક્શન, મેન્ટેનન્સ અને અપગ્રેડનું કામ કરે છે.
કેટલા અંતરિક્ષ યાન જોડાઈ શકે
ISS જોડે એક સાથે આઠ અંતરિક્ષ યાન જોડાઈ શકે છે. પૃથ્વીથી લોન્ચ કરવામાં આવ્યાના ચાર કલાકની અંતર સ્પેસક્રાફ્ટ સ્પેસ સ્ટેશન સુધી પહોંચી જાય છે.
સ્પેસ સ્ટેશનના ટેક્નિકલ પહેલુ
અંતરિક્ષ સ્ટેશન પર રહેલી ઈલેક્ટ્રિકલ પાવર સિસ્ટમને આઠ માઈલ લાંબા તારથી જોડવામાં આવી છે. સ્ટેશનની બહાર એક સાથે 20થી વધુ અલગ અલગ રિસર્ચ પે લોડ રાખી શકાય છે. ISS પર લાગેલું સોફ્ટવેર લગભગ 3.50 લાખ સેન્સર્સને મોનિટર કરે છે. 50થી વધુ કોમ્પ્યુટર સ્ટેશનની સિસ્ટમને કંટ્રોલ કરે છે.
Trending Photos