કોંગ્રેસનું કોકડૂં હજી ગૂંચવાયેલું, ભાવનગરની બીજી યાદી જાહેર કરી, વડોદરામાં લિસ્ટ વગર મેન્ડેટ આપ્યા
Trending Photos
- કોંગ્રેસ દ્વારા ભાવનગરમાં ગઈકાલના વિરોધ બાદ હાથે લખેલી નવી યાદી જાહેર કરવામાં આવી
- વડોદરામાં પ્રદેશ કોંગ્રેસે લિસ્ટ બહાર પાડ્યા વગર ઉમેદવારો જાહેર કર્યા
- જામનગર માટે ઉમેદવાર જાહેર કરવામાં કોંગ્રેસ અટવાઈ છે. 64માંથી 27 ઉમેદવાર જ જાહેર કર્યા
ગૌરવ પટેલ/અમદાવાદ :આવતીકાલે ઉમેદવારી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે, ત્યારે કોંગ્રેસ (gujarat congress) ના ઉમેદવારો હજી મંથન ચાલી રહ્યું છે. ભાવનગરમાં પ્રદેશ કોંગ્રેસ બીજી યાદી જાહેર કરી છે. સ્થાનિક કોંગ્રેસી કાર્યકર્તા દ્વારા ગઈકાલના વિરોધ બાદ હાથે લખેલી નવી યાદી જાહેર કરી છે. તો બીજી તરફ, વડોદરા (vadodara) માં કોંગ્રેસે ઉમેદવારોનું લિસ્ટ બહાર પાડ્યા વગર ઉમેદવારોને ડાયરેક્ટ મેન્ડેટ આપ્યા છે. જામનગર મહાનગર પાલિકા માટે ઉમેદવાર જાહેર કરવામાં કોંગ્રેસ અટવાઈ છે. જામનગરના 64માંથી 27 ઉમેદવાર જ જાહેર કર્યા છે.
ભાવનગરમાં બીજી યાદી બહાર પાડી
પ્રદેશ કોંગ્રેસ સમિતિએ ભાવનગર (bhavnagar) માટે બીજી યાદી જાહેર કરી છે. ભાવનગર મહાનગર પાલિકા માટે કોંગ્રેસના ઉમેદવારોની નવી યાદી જાહેર કરાઈ છે. કોંગ્રેસ દ્વારા ગઈકાલના વિરોધ બાદ હાથે લખેલી નવી યાદી જાહેર કરવામાં આવી છે. અગાઉ કોંગ્રેસ દ્વારા 21 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર થઈ ચૂકી છે. કોંગ્રેસ દ્વારા જાહેર કરાયેલી નવી યાદીમાં 24 ઉમેદવારોનો સમાવેશ કરાયો છે. નવી યાદીમાં 2 જુના કોર્પોરેટરોને કોંગ્રેસ દ્વારા રિપીટ કરાયા છે. તો નવી યાદીમાં 22 નવા ચહેરાઓને ટિકિટ અપાઈ છે. કોંગ્રેસ દ્વારા અત્યાર સુધીમાં ભાવનગરમાં કુલ 45 ઉમેદવારોની યાદી જાહેર કરાઈ છે. કોંગ્રેસમાં થયેલા વિખવાદના કારણે 7 ઉમેદવારોની યાદી હવે પછી જાહેર કરાશે.
આ પણ વાંચો : છેલ્લાં 11 મહિનાથી બંધ કરાયેલા રાજ્યની નીચલી કોર્ટના દરવાજા આખરે ખૂલશે
વડોદરામાં લિસ્ટ જાહેર કર્યા વગર જ ઉમેદવારોને મેન્ડેટ આપ્યા
વડોદરા (vadodara) માં પ્રદેશ કોંગ્રેસે લિસ્ટ બહાર પાડ્યા વગર ઉમેદવારો જાહેર કર્યા છે. ઉમેદવારોને મેન્ડેટ આપ્યા છે. વોર્ડ 16 માં ગૌરાંગ સુતરીયા અને સુવર્ણા પવારને ઉમેદવાર બનાવ્યા છે. તો કોંગ્રેસે દાવેદારો અને કાર્યકરોના વિરોધના ડરે ઉમેદવાર જાહેર ના કર્યા હોવાનું કોંગ્રેસના ખેમામાં ચર્ચાઈ રહ્યું છે. તો બીજી તરફ, વોર્ડ 18 માં ઉમેદવારોની જાહેરાત વચ્ચે વિવાદ જોવા મળ્યો છે. આ વોર્ડમાં ઉમેદવારની પસંદગી સમયે પહેલી વખત શહેર સંગઠન અને પ્રદેશ સંગઠનમાં વિખવાદ જોવા મળ્યો. ચિરાગ ઝવેરી વિવાદ બાદ હવે કોને ટિકિટ આપવી તે પક્ષ માટે મોટી સમસ્યા છે. પ્રદેશ સંગઠન ચિરાગ ઝવેરીને ટિકિટ આપવા માંગે છે, પણ પેનલમાં શહેર સંગઠનના ઉમેદવારો મૂકાય તેવી માંગ ઉઠી છે. જોકે, આ કોકડું હજી ગૂંચવાયેલું છે.
આ પણ વાંચો : ભાજપના ખાનપુર કાર્યાલય પર નારાજ કાર્યકર્તાઓ ઉમટ્યા, ગૃહરાજ્ય મંત્રી ડેમેજ કન્ટ્રોલ કરવા દોડ્યા
જામનગરમાં હજી કોકડૂં ગૂંચવાયેલું
આ તરફ, જામનગર (jamnagar) મહાનગર પાલિકા માટે ઉમેદવાર જાહેર કરવામાં કોંગ્રેસ અટવાઈ છે. જામનગરના 64માંથી 27 ઉમેદવાર જ જાહેર કર્યા છે. હજુ સુધી કોંગ્રેસ 37 ઉમેદવાર જાહેર કરી શકી નથી. ફોર્મ ભરવાનો માત્ર એક જ દિવસ બાકી હોવા છતા કોંગ્રેસ જામનગરમાં ઉમેદવાર પસંદ કરવામાં અવઢવમાં છે. શહેર કોંગ્રેસ પ્રમુખ પણ ઉમેદવારી પ્રક્રિયા અંગે મૂંઝવણમાં છે. કોંગ્રેસ જામનગરમાં કોને ટિકિટ આપશે તે અંગે અસમંજસ જોવા મળી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે