Gujarat Election 2022: કોંગ્રેસના વધુ એક ઉમેદવારને ધમકી, હું જીતવાનો છું, માટે વાતાવરણ ડહોળાવાનો પ્રયાસ...'

Gujarat Election 2022: ખેડા જિલ્લાની ઠાસરા વિધાનસભા બેઠક કોંગ્રેસનો ગઢ મનાય છે. આવતીકાલે પરિણામ છે, તે પહેલા આ બેઠક પર ભાજપ જીતવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યું છે. એવામાં ઠાસરા વિધાનસભાના ધારાસભ્ય અને કોંગ્રેસના ઉમેદવાર કાંતિભાઈ પરમારને અજાણ્યા મોબાઈલ નંબર પરથી ધમકી આપવામાં આવી હતી. સાથે અપશબ્દ પણ બોલવામાં આવ્યા હોવાની વાત સામે આવી છે. 

Gujarat Election 2022: કોંગ્રેસના વધુ એક ઉમેદવારને ધમકી, હું જીતવાનો છું, માટે વાતાવરણ ડહોળાવાનો પ્રયાસ...'

Gujarat Election 2022: મત ગણતરીના એક દિવસ અગાઉ રાજકીય વાતાવરણમાં ગરમાવો આવી ગયો છે. ખેડાની ઠાસરા બેઠકના કોંગી ઉમેદવારને ધમકી મળી છે. મોબાઈલ ફોન પર ભાજપના ગુંડાઓએ ધમકી આપ્યોનો આરોપ કોંગ્રેસના ઉમેદવાર ક્રાંતિ પરમારે લગાવીને ખળભળાટ મચાવી દીધો છે. કાંતિ પરમારે ડાકોર પોલીસ સ્ટેશનમાં આ સંદર્ભે ફરિયાદ નોંધાવી છે.

ખેડા જિલ્લાની ઠાસરા વિધાનસભા બેઠક કોંગ્રેસનો ગઢ મનાય છે. આવતીકાલે પરિણામ છે, તે પહેલા આ બેઠક પર ભાજપ જીતવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યું છે. એવામાં ઠાસરા વિધાનસભાના ધારાસભ્ય અને કોંગ્રેસના ઉમેદવાર કાંતિભાઈ પરમારને અજાણ્યા મોબાઈલ નંબર પરથી ધમકી આપવામાં આવી હતી. સાથે અપશબ્દ પણ બોલવામાં આવ્યા હોવાની વાત સામે આવી છે. 

આ ઘટના બાદ કાંતિ પરમારે જણાવ્યું હતું કે હું જીતવાનો છું માટે વાતાવરણ દોહરવા માટે પ્રયાસ કરાયો છે. પરંતુ હું સક્ષમ છું, વાતાવરણ ન બગડે તે માટે મેં કઈ કર્યું નથી. આ ઘટના આજની નથી. ઠાસરાના ધારાસભ્ય અને કોંગ્રેસના ઉમેદવાર કાંતિભાઈ પરમારે જણાવ્યું હતું કે, ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ મેં પોલીસ ફરિયાદ નોંધાવી છે.

કાંતિ પરમારે આગળ કહ્યું હતું કે, ભાજપના ગુંડાઓએ ફોન કરીને મને ધમકી આપી છે. હું જીતવાનો છું માટે વાતાવરણ ડહોળાવા માટે આવા કૃત્યો કરે છે. હું પણ સક્ષમ છું પરંતુ વાતાવરણ બગડે નહીં તેને ધ્યાનમાં રાખી મેં કાંઈ જ કર્યું નહીં.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news