ઝી 24 કલાકને CM રૂપાણીએ કહ્યુ કે, ‘અમારી તૈયારીઓ યોગ્ય છે, કોરોનાની લડાઈમાં જલ્દી ગુજરાત અગ્રેસર બનશે’
ગુજરાત હાલ કોરોનાના કપરા કાળમાંથી પસાર થઈ રહ્યું છે. આવામાં ગુજરાતની દરેક જનતા સરકાર તરફ મીટ માંડીને બેસી છે. લોકડાઉન વચ્ચે સરકારનો સંઘર્ષ કેવો રહ્યો તે વિશે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી (Vijay Rupani) એ ઝી 24 કલાક સાથે દિલ ખોલીને વાત કરી હતી. ઝી 24 કલાકના ખાસ કાર્યક્રમ શીર્ષ સંવાદમાં તેઓએ ગુજરાતની જનતાના મનમાં ઉદભવેલા અનેક સવાલો વિશે પોતાના મનની વાત કરી હતી.
Trending Photos
ઝી મીડિયા/બ્યૂરો :ગુજરાત હાલ કોરોનાના કપરા કાળમાંથી પસાર થઈ રહ્યું છે. આવામાં ગુજરાતની દરેક જનતા સરકાર તરફ મીટ માંડીને બેસી છે. લોકડાઉન વચ્ચે સરકારનો સંઘર્ષ કેવો રહ્યો તે વિશે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી (Vijay Rupani) એ ઝી 24 કલાક સાથે દિલ ખોલીને વાત કરી હતી. ઝી 24 કલાકના ખાસ કાર્યક્રમ શીર્ષ સંવાદમાં તેઓએ એડિટર દિક્ષીત સોની સામે ગુજરાતની જનતાના મનમાં ઉદભવેલા અનેક સવાલો વિશે પોતાના મનની વાત કરી હતી.
સવાલ : ગુજરાતમાં શરૂઆતમાં કોરોના સંક્રમણ કાબૂમાં હતુ, પણ બાદમા સ્થિતિ બગડતી ગઈ. તે પાછળ શું કારણ છે?
જવાબ : ગુજરાતમાં હાલ પરિસ્થિતિ સારી છે. ગુજરાતના 75 ટકા કેસ અમદાવાદ અને સુરતમાં છે. બાકીના શહેરોમાં સંક્રમણ વધુ ફેલાયુ નથી. તેને રોકવામાં અમે સફળ થયા છે. બંને શહોરમાં જે કેસ વધ્યા તે તબલિગી જમાતના લોકોને કારણે વધ્યા છે. તેઓએ બિનજવાબદારીભર્યા વર્તન સાથે અમદાવાદમાં મોટાભાગે સંક્રમણ વધાર્યું. અમદાવાદ 600 વર્ષ જૂનુ શહેર છે. અહી ગીચ વસ્તી છે. જ્યાં અલ્પસંખ્યક સમુદાયના લોકો રહે છે. જ્યારે તબલિગી જમાતીના કેસ થયા, ત્યારે તેઓ આ વસ્તીમાં જઈને લોકોને ખુલ્લેઆમ મળતા રહ્યા. તેઓએ સરકારે પોતાની ટ્રાવેલ હિસ્ટ્રી છુપાવી. જેથી અમદાવદામાં કેસ વધ્યા. અમે સંદિગ્દોને ક્વોરેન્ટાઈ કર્યુ. પરંતુ કોરોના તેજીથી ફેલાતી બીમારી છે. થોડુ મોડુ કરવાથી પણ નુકસાન થાય છે. અમદાવાદમાં આવુ જ થયું. જ્યા સુધી અમે જમાતીઓને ટ્રેસ કરીને તપાસ કરીએ ત્યા સુધી નુકસાન વધી ચૂક્યુ હતું. તેમ છતા અમે સમય બગાડ્યા વગર ટેસ્ટીંગ કેપેસિટી વધારી, સંક્રમિતોને ઓળખ કરીએ છીએ. ગુજરાતમાં માત્ર 5254 જ એક્ટિવ કેસ છે. 3353 સાજા થઈને ઘરે ગયા છે. ડિસ્ચાર્જ રેટ 18 થી 38 ટકા થઈ ગયો છે.
મુખ્યમંત્રી બદલાવાના છે...? સવાલ વિશે ઝી 24 કલાક સાથેના શીર્ષસંવાદમાં નીતિન પટેલે શું કહ્યું, જાણો...
સવાલ : અમદાવાદમાં કોરોનાને કાબૂમાં લાવવા સૈનિક દળને રસ્તા પર ઉતાર્યું, તેનાથી કેટલો ફાયદો થયો?
જવાબ : હાલ અમદાવાદમાં સ્થિતિ નિયંત્રણમાં છે. લોકો સાજા થઈને ઘરે જાય છે. ફોર્મ મળ્યું તેનાથી સકારાત્મક પરિણામ મળ્યાં.
સવાલ : એઈમ્સની ટીમે અમદાવાદની મુલાકાત કરી, તેનાથી શુ ફાયદો થયો અને આગામી સમયમાં કોરોનાને કેવી રીતે રોકી શકીશે?
જવાબ : મહામારીના મુશ્કેલ સમયમાં સિનીયર તબીબ, પોલીસ વિભાગ કે અન્ય વિભાગના ડોક્ટરો અને ઓફિસરો કામ આવે છે. મેં ગૃહમંત્રી અમિત શાહે અનુરોધ કર્યો કે, એઈમ્સના સિનીયર ડોક્ટરની ટીમ ગુજરાત મોકલો. જેથી અમને માર્ગદર્શન મળે. દિલ્હીની ટીમે એસવીપી અને સિવિલ હોસ્પિટલની તેઓએ મુલાકાત કરી. ચર્ચાવિચારણા કરીને સંતોષ પણ વ્યક્ત કર્યો હતો. તેઓએ એક તારણમાં કહ્યું કે, કોરોનાના દર્દીઓ તકેદારી રાખતા નથી અને મોડા હોસ્પિટલમાં આવે છે અને તેથી તેઓને બચાવવામાં મુશ્કેલી થાય છે. અમારી તૈયારીઓ પરફેક્ટ છે અને કોરોનાની લડાઈમાં તેજીથી અગ્રેસર બનીશું.
સવાલ : શું ગુજરાતમાં હાઈડ્રોક્સીક્વોરોક્વિન દવાથી દર્દીઓની સારવાર થઈ રહી છે?
જવાબ : કોરોનાનો ઈલાજ હાલ કોઈની પાસે નથી. પરંતુ રેમ્ડેસવીર, ઈન્ટરફોરોરન હાઈડ્રોક્સીક્લોરોક્વિન જેવી દવાઓથી સારા પરિણામ લોકોને મળ્યા છે. ગુજરાત ભાગ્યશાળી છે કે ફાર્મા કંપની મોટાપાયે કામ કરી રહી છે. દુનિયા માટે પણ દવા પૂરી પાડવા ગુજરાત સક્ષમ છે. અમે ગાઈડલાઈન અનુસાર, દર્દીઓ માટે તેનો ઉપયોગ કરીએ છીએ.
સવાલ : હાલ, માસ્ક અને સેનિટાઈઝર મહત્વની ભૂમિકા છે. શું ગુજરાતમાં તે યોગ્ય ભાવમાં વેચાઈ રહ્યાં છે?
જવાબ : ગુજરાતમાં શરૂઆતના તબક્કામાં બંને વધુ ભાવમાં વેચાઈ રહ્યા હતા. પરંતુ લોકડાઉનના સમયે તેનુ લોકલ પ્રોડક્શન વધાર્યું હતું. આપણા લોકોએ વેન્ટીલેટર પણ બનાવી દીધા છે. પ્રોએક્ટિવ એપ્રોચની સાથે આજે ગુજરાતમાં કામ થઈ રહ્યું છે. તેથી હવે ગુજરાતમાં સામાન્ય માસ્કથી લઈને એન-95 માસ્કની કોઈ અછત નથી. સપ્લાય ચેનને કારણએ માસ્ક અને સેનિટાઈઝર પર્યાપ્ત માત્રામા વેચાઈ રહ્યું છે.
સવાલ : ‘નમસ્તે ટ્રમ્પ’ કાર્યક્રમથી ગજરાતમાં સંક્રમણ ફેલાયું તેવા કોંગ્રેસના આરોપો વિશે શુ કહેશો?
જવાબ : આ અમારું દુર્ભાગ્ય છે કે આપણને કોંગ્રેસ જેવુ બિનજવાબદાર વિપક્ષ મળ્યું છે. સંવેદનહીનતા અને દિશાહીનતા કોંગ્રેસમાં દેખાય છે. 24 ફેબ્રુઆરીના રોજ નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ સફળાતાપૂર્વક થયો હતો. તે સમયે વિરોધમાં કોંગ્રેસે કોરોનાના ‘ક’નો પણ ક્યાંય ઉલ્લેખ કર્યો ન હતો. જો કોંગ્રેસ આ કાર્યક્રમને જવાબદાર માને છે, તો 24 ફેબ્રુઆરીથી 7 દિવસમાં એટલે માર્ચના પહેલા સપ્તાહમાં ગુજરાતમં કોરોનાનો કોઈ કેસ આવ્યો નથી. પહેલો કેસ 19 માર્ચના રોજ આવ્યો, તે પણ દૂબઈથી આવેલ પ્રવાસી ભારતીયનો કેસ હતો. કોંગ્રેસ ઘડિયાળુ આસું વહાવી રહ્યું છે. માર્ચના અંતંમાં ગુજરાતના કોંગ્રેસના નેતાઓ જયુપરની હોટલમાં હતા. ગુજરામાં કેસ નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમથી નહિ, પણ તબિલગી જમાતને કારણે વધ્યા છે. આ મુદ્દા પરખી ધ્યાન હટાવવા કોંગ્રેસ તેને મુદ્દો બનાવી રહ્યું છે.
સવાલ : પરપ્રાંતિયોને વતન મોકલવાની મોટે ચેલન્જને કેવી રીતે પાર પાડી રહ્યાં છો?
જવાબ : ગુજરાત ઓદ્યોગિક અને પ્રગતિશીલ રાજ્યા છે. રાજ્યભરમાં લોકો અહી આવે છે. ગુજરાતમાં દરેક રાજ્યના લોકો આજીવિકા માટે કામ કરી રહ્યાં છે. આજ રાત સુધી 390 ટ્રેનના માધ્યમથી સાડા પાંચ લાખ લોકો પોતાના ઘરે જવા રવાના થયા છે. બસ અને પ્રાઈવેટ વાહનોને ગણીએ તો આંકડો 8 લાખથી વધુ પહોંચે છે. શ્રમિક ભાઈબહેનોના ચહેરા પર જતા સમયે જે ખુશીનો ભાવ હું જોઉ છું તો મને સંતોષ થાય છે. ભારતમાં સૌથી વધુ ટ્રેન, બસ ગુજરાતે ચલાવી છે.
સવાલ : લોકડાઉન 4માં તમે લોકોને કેવી રીતે વાયરસ સાથે જીવવાની શીખ આપશો ?
જવાબ : બોર્ડની 10 ને 12ના પેપરોનું મૂલ્યાંકન ચાલી રહ્યું છે. જલ્દી જ તેનુ રિઝલ્ટ આવી જશે. નીટ અને જેઈઈ જેવી પરીક્ષાઓની પણ અમે તૈયારી કરી રહ્યાં છીએ. એજ્યુકેશમાં લોડાઉનની ગંભીર અસર ન પડે, તેમ આગામી દિવસોમાં ધ્યાન રાખીશું. લોકડાઉન ક્યા સુધી ચાલશે અને નહિ ચાલે તે પ્રશ્નાર્થ છે. પણ કોરોના સાથે જીવવુ પડશે. તે લાંબી લડાઈ છે. તેમાં આખા દેશને એકજૂટ થઈને લડવાની જરૂર છે. ગુજરાત તેના માટે તૈયાર છે. હાલની સ્થિતિની સાથે ભવિષ્યની તૈયારીઓ પર ધ્યાન રાખવું છે. લોકોને અપીલ છે કે રોજિંદા કામોની સાથે માસ્ક પહેરવુ પડશે, વારંવાર હાથ ધોવા પડશે. સોશિયલ ડિસ્ટન્સિંગ બનાવી રાખવુ પડશે. આ એક્ટિવિટીને જીવશૈલીનો ભાગ બનાવવુ પડશે .સહયોગ મળશો તો સરકાર કોઈ પણ વિપદામાંથી બહાર નીકળી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે