Gujarat Election 2022 : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ઢોલ-નગારના તાલે વોટ કરવા પહોંચ્યા, બાદમાં કિટલી પર ચાની ચૂસ્કી લગાવી
Gujarat Second phase Assembly Election : CM ભૂપેન્દ્ર પટેલે શીલજ ખાતે મતદાન કર્યુ હતું. પત્ની સાથે મતદાન કર્યા બાદ લોકોને પણ વોટ આપવા માટે અપીલ કરી
Trending Photos
Gujarat Second phase Vidhan Sabha Chunav 2022 : ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કા માટેનું મતદાન ચાલી રહ્યું છે. ત્યારે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ શીલજ બુથ પર મતદાન કર્યુ હતું. CM ભૂપેન્દ્ર પટેલ ઢોલ-નગારા સાથે મતદાન કરવા પહોંચ્યા છે. સાથે સમર્થકો માથે કેસરિયા સાફા ધારણ કરી પહોંચ્યા હતા. જોકે, આ બાદ ભૂપેન્દ્ર પટેલે મત આપીને ચાની કિટલી પર ચાની ચૂસ્કી લગાવતા જોવા મળ્યા હતા.
CM ભૂપેન્દ્ર પટેલે શીલજ ખાતે મતદાન કર્યુ હતું. પત્ની સાથે મતદાન કર્યા બાદ લોકોને પણ વોટ આપવા માટે અપીલ કરતા જોવા મળ્યા હતા. મતદાન બાદ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કહ્યુ હતું કે, ગુજરાતમાં લોકશાહીના પર્વનો ઉત્સવ ઉજવાઈ રહ્યો છે. શાંતિપૂર્ણ રીતે પહેલા તબક્કાનું મતદાન પૂર્ણ થયુ હતુ. ત્યારે લોકશાહીના ઉત્સાહમાં સૌ ભાગીદાર થઈને બીજા તબક્કાના મતદાનમાં પણ મતદાન કરે તેવી મારી અપીલ છે. મતદારોમાં ખુબ જ ઉત્સાહ છે. સૌએ લોકશાહીના પર્વ માટે મતદાન કરવું જોઈએ. ગુજરાતની શાંતિ અને સલામતી માટે મહત્તમ મતદાન કરો એવી અપીલ છે.
CM ભૂપેન્દ્ર પટેલે શીલજ ખાતે કર્યું મતદાન... પત્ની સાથે મતદાન કર્યા બાદ લોકોને પણ વોટ આપવા માટે કરી અપીલ! #cmbhupendrapatel #bjp #GujaratElections #GujaratElection2022 #GujaratAssemblyPolls pic.twitter.com/mJGsb9GeSr
— Zee 24 Kalak (@Zee24Kalak) December 5, 2022
હાર્દિક પટેલે પત્ની સાથે મતદાન કર્યું
વિરમગામ બેઠકના ભાજપના ઉમેદવાર હાર્દિક પટેલ પત્ની કિંજલ સાથે મતદાન કરવા પહોંચ્યા હતા. ચંદનનગર ગામે પ્રાથમિક શાળાના મતદાન બુથ પર હાર્દિક પટેલ સામાન્ય લોકોની જેમ લાઈનમાં ઉભા રહ્યા. હાર્દિક પટેલના પત્ની કિંજલ પણ મહિલા મતદારોની લાઈનમાં ઉભા રહ્યા હતા.
સત્યજીત ગાયકવાડે વિરોધ દર્શાવ્યો
વાઘોડિયા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર સત્યજીતસિંહ ગાયકવાડે અનોખી રીતે મતદાન કર્યુ હતું. તેઓએ મોંઘવારી સામે વિરોધ દર્શાવ્યો હતો. વાઘોડિયામાં આવેલ વેડપુર ગામે મતદાન કરવા તેઓ સાયકલ લઈને પહોંચ્યા હતા. તો સાયકલ પર ગેસનો બોટલનો પૂઠ્ઠો રાખ્યો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે