વિસાવદર પેટાચૂંટણીનો માર્ગ મોકળો થયો, ભાયાણીની જીતને પડકાર ફેંકનાર હર્ષદ રીબડીયાએ લીધું આ મોટું પગલું

Gujarat ByElection: ગુજરાતમાં લોકસભા અને વિધાનસભાની પેટાચૂંટણીની જાહેરાત વચ્ચે વિસાવદર બેઠકની પેટાચૂંટણીની જાહેરાત કાયદાકીય ગૂંચવણની અટકી હતી, પરંતું હવે તેનો માર્ગ ક્લિયર થયો છે. હર્ષદ રિબડિયા ફરી હાઇકોર્ટ પહોંચી શકે છે. આજે ભાયાણી પણ સીઆર પાટીલને મળ્યા હતા. આ વિવાદમાં જલદી ઉકેલ આવે તેવી સંભાવના ચે. 

વિસાવદર પેટાચૂંટણીનો માર્ગ મોકળો થયો, ભાયાણીની જીતને પડકાર ફેંકનાર હર્ષદ રીબડીયાએ લીધું આ મોટું પગલું

Gujarat Loksabha Elections : તાજેતરમાં ગુજરાતની પાંચ વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણીની જાહેરાત થઈ છે. પરંતું જે બેઠક પર સૌથી પહેલા ધારાસભ્યનુ રાજીનામું પડ્યું એ વિસાવદર બેઠકની પેટાચૂંટણીની કોઈ જાહેરાત ન થઈ હતી. ત્યારે બે દિવસથી વિસાવદરના પેટાચૂંટણી ચર્ચાન વિષય બન્યો છે. ત્યારે વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી મુદે મહત્વના સમાચાર સામે આવ્યા છે. આજે હર્ષદ રીબડીયા હાઇકોર્ટમાં અરજી પરત લેશે. ગુજરાત હાઇકોર્ટમાં અરજી પેન્ડિગ હોવાને લીધે પેટાચૂંટણી જાહેર થઈ ન હતી. ત્યારે હવે ગુજરાત હાઇકોર્ટમાં હર્ષદ રિબડિયા અરજી પરત ખેંચશે. હર્ષદ રીબડીયાએ ભુપત ભાયાણીની જીતને હાઇકોર્ટમાં પડકારી હતી. જે અરજી હાઇકોર્ટમાં પેન્ડિગ હોવાની વિધાનસભાની પેટા ચૂંટણી જાહેર થઈ ન હતી. આખરે અરજી પરત ખેંચાશે તો વિસાવદરની બેઠકની પેટાચૂંટણીનો માર્ગ મોકળો થશે. આમ, એક સમયે ભૂપત ભાયાણીની જીતને પડકનાર હર્ષદ રીબડીયાએ ખુદ ભાયાણી માટે માર્ગ મોકળો કરી દીધો. આજે ભૂપત ભાયાણી પણ સીઆર પાટીલને મળવા પહોંચ્યા હતા. પાટીલે પણ આ બાબતે રજૂઆત કરવાની ખાતરી આપી હતી. 

તો બીજી તરફ, વિસાવદર બેઠકની પેટાચૂંટણી જાહેર ન થતા આપમાંથી ભાજપમાં ગયેલા પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણી પણ ચિંતામાં હતા. તેમણે પ્રતિક્રીયા આપતા કહ્યુ હતું કે, વિસાવદર બેઠક પર નિયત સમયે ચૂંટણી થાય તેવા પ્રયાસો ચાલી રહ્યાં છે. કાર્યકર્તાઓ ઈચ્છે છે કે લોકસભા સાથે જ ચૂંટણી યોજાય. ચૂંટણી પંચ અને હાઇકોર્ટનું હું સન્માન કરું છું. 

તો બીજી તરફ, વિસાવદર વિધાનસભામાં પેટા-ચૂંટણી યોજવામાં ન આવતા આમ આદમી પાર્ટી  દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. ઈસુદાન ગઢવી, ગોપાલ ઈટાલીયા અને મનોજ સોરઠીયાની અધ્યક્ષતામાં ગાંધીનગર સચિવાલય ખાતે ચૂંટણી કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી. આમ આદમી પાર્ટીના શીર્ષ નેતાઓએ ઇલેક્શન કમિશનની ઓફિસમાં ઇલેક્શન કમિશનરને રજૂઆત કરી અને આવેદનપત્ર આપ્યું હતું. જો વિસાવદરમાં પેટા-ચૂંટણી યોજવા માટે કદાચ હાઈકોર્ટ જવાની જરૂર પડશે તો આમ આદમી પાર્ટી દ્વારા લડત આપવામાં આવશે તેવુ પણ જણાવ્યું હતું. 

ભાજપની ચાર સીટ કોને મળશે
આ ઉપરાંત હાલ ગુજરાત ભાજપમાં 4 સીટ પર ઉમેદવારો અંગે કોકડું ગુંચવાયું છે. 20 માર્ચ બાદ બાકી રહેલી 4 સીટ પર ઉમેદવારોની જાહેરાત થઈ શકે છે. મહેસાણા, સુરેન્દ્રનગર અને જૂનાગઢમાં ઉમેદવારોના નામનું કોકડું ગુંચવાયું છે. ગત ચૂંટણીમાં ભાજપે 6 મહિલા ઉમેદવારોને મેદાને ઉતાર્યા હતા. અત્યાર સુધી ભાજપે 4 મહિલા ઉમેદવારને ટિકિટ આપી છે. ત્યારે સુરેન્દ્રનગર, અમરેલી અને મહેસાણામાં મહિલાને ટિકિટ મળી શકે છે. પરંતું આંતરિક ચર્ચા એવી છે કે, ચારેય બેઠક પર પાર્ટી નવા બિન વિવાદિત ચહેરાની શોધમાં છે. 

  • મહેસાણામાં તૃષા પટેલને ટિકિટ મળે તેવી શક્યતા
  • અમરેલીમાં ભાવના ગોંડલિયાને મળી શકે છે ટિકિટ
  • ભાજપ 1 કોળી મહિલાનો આપી ચૂકી છે ટિકિટ
  • સુરેન્દ્રનગરમાં કારડીયા રાજપૂત કે કોળી સમાજમાંથી મળી શકે ટિકિટ
  • જૂનાગઢમાં રાજેશ ચુડાસમાને કરી શકે છે રિપિટ

તો લોકસભા ચૂંટણીની જાહેરાત થઈ જતા કોંગ્રેસ એક્શનમાં છે. આજકાલમાં ગુજરાતના લોકસભા બાકીના ઉમેદવારો પર મહોર લાગી શકે છે. સાત બેઠકોના ઉમેદવાર અંગે નિર્ણય લેવાઈ શકે છે. 

રિબડિયાએ કરી હતી અરજી
વિસાવદર બેઠક પર વર્ષ 2022ની ચૂંટણીમાં આપના ઉમેદવાર ભૂપત ભાયાણીનો વિજય થયો હતો. ભૂપત ભાયાણીના ફોર્મમાં ક્ષતિ હોવાની ફરિયાદ કરી હતી. ગુજરાત હાઈકોર્ટમાં તત્કાલિન કોંગ્રેસ ઉમેદવાર હર્ષદ રીબડિયાએ 2023માં ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી. હર્ષદ રીબડિયાની અરજીમાં ભૂપત ભાયાણીની જીતને પડકારવામાં આવી હતી. હર્ષદ રીબડિયાની અરજી બાદ હજુ પણ મામલો હાઈકોર્ટમાં પેન્ડિંગ છે. આ કેસમાં હવે રિબડિયા કેસ પાછો ખેંચે અને ગુજરાતનું ચૂંટણીપંચ રજૂઆત કરે તો આ બેઠકની ચૂંટણીની તારીખ જાહેર થઈ શકે છે. 

ઈસુદાન રહી ગયા
એક એવી પણ ચર્ચા હતી કે, આ બેઠક પર આપ જીતી હોવાથી આ બેઠક પર આપ અને કોંગ્રેસના ગઠબંધનના ભાગરૂપે વિસાવદરથી ઈસુદાન ગઢવી ચૂંટણી લડવાના હતા. આમ કોંગ્રેસ અને આપનું ગઠબંધન 2 લોકસભા અને એક વિધાનસભાની સીટ માટે થવાનું હતું પણ ઈસુદાનની સપનાં પણ રોળાયા છે. અહીં આપ અને કોંગ્રેસ એક થાય તો ઈસુદાનના જીતવાના ચાન્સ હોવાથી મોટો ખેલ પડવાનો હતો પણ ચૂંટણી પંચે ખેલ પાડી દીધો છે. 

6 બેઠકો થઈ હતી ખાલી
જોકે, આ બધા વચ્ચે રાજકીય પક્ષો દાવો કરી રહ્યા છેકે, ચૂંટણી પંચ દ્વારા કોઈ ક્ષતિથી વિસાવદર બેઠક પરની પેટા ચૂંટણી જાહેર કરવાની બાકી રહી ગઈ છે. વર્ષ 2022ની વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાતની તમામ 182 બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી. જે ચૂંટણીમાં ભાજપે 156 બેઠકો પર જીત મેળવી હતી. જ્યારે કોંગ્રેસને 17 બેઠકો મેળવી હતી અને AAPએ 5 તેમજ અપક્ષ 3 અને સમાજવાદી પાર્ટીએ 1 બેઠક મેળવી હતી.  પરંતુ સમય જતા અત્યાર સુધીમાં 6 ધારાસભ્યોએ પદ પરથી અને પક્ષમાંથી રાજીનામુ આપી દેતા છ બેઠકો અત્યારે ખાલી પડી છે. જે 6માં 4 કોંગ્રેસ તેમજ 1 AAP અને એક અપક્ષના ધારાસભ્યએ રાજીનામુ આપ્યું છે. અત્યારની સ્થિતિએ ભાજપ પાસે 156 બેઠકો છે. જ્યારે  કોંગ્રેસ પાસે 13 અને આમ આદમી પાર્ટી પાસે 4 અને અપક્ષ પાસે 2 અને સપા પાસે 1 બેઠક છે તો 6 બેઠકો ખાલી પડી છે. જેમાંથી પાંચ બેઠકોને ચૂંટણીની જાહેરાત કરાઈ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news