વાવાઝોડાની આફત વચ્ચે ફેમસ થઈ ગયો આ ગુજરાતી ચાવાળો, વીડિયો જોઈ તમે પણ વખાણ કરશો

Trending Video : વાવાઝોડાની આફત વચ્ચે બોટાદના ચાવાળાની ચારેતરફ વાહવાહી થઈ રહી છે... જેમની જીભ પર સાક્ષાત સરસ્વતીનો વાસ છે 

વાવાઝોડાની આફત વચ્ચે ફેમસ થઈ ગયો આ ગુજરાતી ચાવાળો, વીડિયો જોઈ તમે પણ વખાણ કરશો

Gujarat Cyclone Latest Update : વાવાઝોડાના વાયરા ફૂંકાઈ રહ્યા હતા, સંકટ માથા પર હતું, ત્યારે એક ખમીરવંતો કાઠિયાવાડી ગીતો લલકારી રહ્યો હતો. તેમનો જુસ્સો જોવા જેવો હતો. ગીતો લલકારે અને ચા બનાવતા જાય. વાવાઝોડા વચ્ચે એક ગુજરાતીનો ચાની કીટલી પર ગીતો લલકારતો વીડિયો વાયરલ થયો હતો. લોકોએ આ વીડિયો બહુ જ પસંદ આવ્યો. ત્યારે અમે ચા બનાવતા આ શખ્સ પાસે પહોંચ્યા, જે ગુજરાતી ગીતો, છંદ અને કવિતાઓ ગાઈને લોકોને ચા બનાવીને પીરે છે.

ગુજરાતીમાં કહેવત છે કે કોઈક દી કાઠિયાવાડમાં ભૂલ્યો પડ ભગવાન તને સ્વર્ગ ભુલાવુ શામળા. આવી ગુજરાતી કહેવતો લોક વાર્તાઓ આકાર પામી તેનું મુખ્ય કારણ આ ગુજરાતની ધરતી છે. ચા વેચીને એક કિશોર જો દેશના પ્રધાનમંત્રીના પદ સુધી પહોંચી શક્તા હોય તો કહેવુ જ શું. ગુજરાતમાં ચા બનાવીને પીવડાવવી એ રોજીરોટી મેળવવાનું માધ્યમ છે. ત્યારે બોટાદના ઢસાના કમલેશ ગઢવી પણ ચા વેચીને પરિવારનું ગુજરાન ચલાવે છે. 

હાલ સોશિયલ મીડિયામાં છવાયેલા રહેતા કમલેશ ગઢવીને માં સરસ્વતી પાસેી સૂરોની ભેટ મળી છે. દુહા છંદ ગાઈને ચા પીવા આવનારા ગ્રાહકોનું મનોરંજન પીરસે છે. ત્યારે અમે કમલેશ ગઢવીને પૂછ્યું કે, તમે ચા વેચતા વેચતા આ દુહા છંદની કળા ક્યાંથી શીખ્યા ને આની પાછળનું કારણ શું.

તો તેઓએ કહ્યું કે, આ વીડિયો વરસાદી વાતાવરણ જામ્યો હોવાથી હુ દુહા છંદ લલકારતો હતો તે દરમિયાન મારા મિત્રએ વીડિયો ઉતારીને વાયરલ કર્યો હતો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news