ગુજરાત ભાજપ ઉપાધ્યક્ષે આપ્યું રાજીનામું, સુરતની એક યુવતિએ લગાવ્યો હતો રેપનો આરોપ

પૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાળીએ બળાત્કારના આરોપ લાગ્યા બાદ ગુજરાત ભાજપના ઉપાધ્યક્ષ પદેથી રાજીનામું આપી દીધું છે. કચ્છ જિલ્લાના 53 વર્ષીય નેતાએ ભાજપ અધ્યક્ષ જીતુ વાઘાણીને મોકલેલા પોતાના રાજીનામામાં આ આરોપને નકારતા દાવો કર્યો છે કે તેમની છબિ ખરાબ કરવાનું કાવતરું છે. કિન્નાખોરી રાખી ફરિયાદ થઈ હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ભાનુશાળીએ પોતાના આક્ષેપો અંગે સ્પષ્ટતા કરતા કહ્યપં હતું કે. હું 35 વર્ષથી પાર્ટીમાં કામ કરું છું. અને હું એ યુવતીને ઓળખતો નથી. દુષ્કર્મ કેસની વાત ફગાવી છે. 
ગુજરાત ભાજપ ઉપાધ્યક્ષે આપ્યું રાજીનામું, સુરતની એક યુવતિએ લગાવ્યો હતો રેપનો આરોપ

અમદાવાદ: પૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાળીએ બળાત્કારના આરોપ લાગ્યા બાદ ગુજરાત ભાજપના ઉપાધ્યક્ષ પદેથી રાજીનામું આપી દીધું છે. કચ્છ જિલ્લાના 53 વર્ષીય નેતાએ ભાજપ અધ્યક્ષ જીતુ વાઘાણીને મોકલેલા પોતાના રાજીનામામાં આ આરોપને નકારતા દાવો કર્યો છે કે તેમની છબિ ખરાબ કરવાનું કાવતરું છે. કિન્નાખોરી રાખી ફરિયાદ થઈ હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ભાનુશાળીએ પોતાના આક્ષેપો અંગે સ્પષ્ટતા કરતા કહ્યપં હતું કે. હું 35 વર્ષથી પાર્ટીમાં કામ કરું છું. અને હું એ યુવતીને ઓળખતો નથી. દુષ્કર્મ કેસની વાત ફગાવી છે. 

ભાજપ ઉપાધ્યક્ષ જયંતિ ભાનુશાળીએ રાજીનામું ધરી દીધું છે. બળાત્કારના આરોપની અરજી બાદ રાજીનામુ આપતા ભાનુશાળીને ભાજપે તમામ પદ પરથી મુક્ત કર્યાં છે. ભાનુશાળી સામેની અરજી બાદ ભાજપ દ્વારા તમામ નિર્ણય લેવામાં આવ્યો છે. ભાજપે એક નિવેદનમાં દાવો કર્યો છે કે ગુજરાત ભાજપ અધ્યક્ષે ભાનુશાળીનું રાજીનામું સ્વિકાર કરી લીધું છે. 

ભાનુશાળીએ પોતાના રાજીનામા પત્રમાં કહ્યું છે કે ''એવું લાગે છે કે પોલીસે દાવો કર્યો છે કે આ અરજી મારી છબિને ખરાબ કરવાનું કાવતરું છે. મારા અને મારા પરિવાર ઉપર લગાવવામાં આવેલા આરોપો આધારહીન છે. જ્યાં સુધી મારા ઉપર લાગેલા આરોપોથી મુક્ત થઇને બહાર નિકળી જતો નથી, હું પાર્ટીને અપીલ કરું છું કે તે મને જવાબદારીઓથી મુક્ત કરે.''

સુરતની રહેવાસી એક યુવતિએ પોલીસ કમિશ્નર કાર્યાલયમાં 10 જૂલાઇના રોજ એક અરજી આપી હતી જેમાં ભાનુશાળી વિરૂદ્ધ દુષ્કર્મનો કેસ નોંધવાની માંગ કરી છે. સૂરત પોલીસ કમિશ્નર સતીશ શર્માએ જણાવ્યું કે કેસમાં હજુ સુધી પ્રાથમિકી નોંધવામાં આવી નથી. 
 Jayantibhai Bhanushali
યુવતિએ ભાનુશાળી પર આરોપ લગાવ્યો છે કે તેણે ગત નવેમ્બરથી અત્યાર સુધી તેની સાથે ઘણીવાર દુષ્કર્મ આચર્યું. મહિલાનો દાવો છે કે ભાનુશાળીએ તેને વાયદો કર્યો હતો કે તે પ્રતિષ્ઠિત ફેશન ડિઝાઇનિંગ કોલેજમાં તેનું એડમિશન કરાવશે. 

ભાનુશાળીએ 2007 થી 2012 સુધી કચ્છ વિધાનસભા સીટ પરથી ધારાસભ્ય રહ્યા છે. જોકે કેસમાં હજુ સુધી કોઇ એફઆઇઆર નોંધવામાં આવી નથી. મહિલાએ એ પણ આરોપ લગાવ્યો છે કે ભાનુશાળીએ વીડિયો ક્લિપ બનાવીને તેને ઇન્ટરનેટ પર વાયરલ કરવાની ધમકી આપી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news