કેટલાક લોકો શાંત પાણીને ડહોળવાનો પ્રયાસ કરી રહ્યાં છે, રાજકોટમાં બોલ્યા સીઆર પાટિલ

Gujarat Election 2022: ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા આજે રાજકોટ પહોંચ્યા હતા. રાજકોટમાં તેમણે સંબોધન કર્યું હતું. આ દરમિયાન નડ્ડાએ આડકતરી રીતે વિપક્ષી પાર્ટીઓ પર નિશાન સાધ્યું હતું. 

કેટલાક લોકો શાંત પાણીને ડહોળવાનો પ્રયાસ કરી રહ્યાં છે, રાજકોટમાં બોલ્યા સીઆર પાટિલ

ગૌરવ દવે, રાજકોટઃ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી જીતવા માટે તમામ પાર્ટીઓ ચૂંટણી પ્રચાર કરી રહી છે. આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલ વડોદરામાં છે તો ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા પણ ગુજરાતના પ્રવાસે છે. જેપી નડ્ડા આજે રાજકોટ પહોંચ્યા હતા. જ્યાં ભાજપના કાર્યકર્તાઓ દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જેપી નડ્ડા સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટિલ પણ હાજર રહ્યા હતા. 

સીઆર પાટિલે આપ પર સાધ્યુ નિશાન
ભાજપના પ્રદેશ અધ્યક્ષે પોતાના સંબોધનમાં આમ આદમી પાર્ટી પર નિશાન સાધ્યુ હતું. પાટિલે કહ્યુ કે કેટલાક લોકો શાંત પાણીને ડહોળવાનો પ્રયાસ કરી રહ્યાં છે. જે લોકોની ડિપોઝિટ ગઈ છે તે ગુજરાત જીતવાનો પ્રયાસ કરી રહ્યાં છે. તેમણે કહ્યું કે ગુજરાતની પ્રજા પોતાના પરિવારનું ગુજરાત પરસેવો પાડીને કરે છે. ગુજરાતની જનતા રેવડીમાં આવે નહીં. નોંધનીય છે કે પાટિલનું નિશાન આમ આદમી પાર્ટી પર હતું, જેના નેતા કેજરીવાલ ગુજરાતમાં સતત નવા-નવા વાયદાઓ આપી રહ્યાં છે. 

ગુજરાત દેશનું ગ્રોથ એન્જિનઃ ભૂપેન્દ્ર પટેલ
રાજકોટમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યુ કે, ગુજરાત વિકાસનું રોડ મોડલ છે. ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન છે. મુખ્યમંત્રીએ કહ્યું કે નરેન્દ્રભાઈના નેતૃત્વમાં દેશના વિકાસનો પાયો નંખાયો છે. દરેક ક્ષેત્રે બે દાયકાથી વિકાસની રાજનીતિ થઈ રહી છે. તેમણે કહ્યું કે આપણામાં શિસ્તના દર્શન થાય છે. મુખ્યમંત્રીએ કહ્યું કે, 2022માં નરેન્દ્રભાઈ, અમિત ભાઈ, જેપી નડ્ડા અને સીઆર પાટિલની આગેવાનીમાં સારૂ પરિણામ લાવીશું. 

સૌરાષ્ટ્ર સંતો, મહંતોની ભૂમિઃ નડ્ડા
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ કહ્યુ કે, સૌરાષ્ટ્રમાં રાજકોટ આવવાનું સૌભાગ્ય મળ્યું. સૌરાષ્ટ્ર સંતો અને મહંતોની ભૂમિ છે. તેમણે કહ્યું કે, કોરોનામાં કોઈ રાજકીય પાર્ટી લોકો વચ્ચે નહોતી. માત્ર તમામ પાર્ટીઓ સોશિયલ મીડિયા પર જોવા મળી હતી. જ્યારે ભાજપના કાર્યકર્તાઓ લોકો વચ્ચે હતા. જનતાની યાદ શક્તિ ઓછી હોય છે. જનતા ટૂંક સમયમાં ભૂલી જતી હોય છે. નડ્ડાએ કહ્યું કે, મોદીજીએ દેશમાં માત્ર 9 મહિનામાં વેક્સીન આપી હતી. દેશમાં કોરોનાની સ્વદેશી વેક્સીન ઉપલબ્ધ છે. 

ભાજપ અધ્યક્ષ નડ્ડાએ કહ્યુ કે, ગુજરાત હવે દેશનું સ્પોર્ટ્સ હબ બનશે. તેમણે કહ્યું કે અમે કોઈ ખુરશી પર બેસવા આવ્યા નથી. અમે કોઈ સત્તા હાસિંલ કરવા આવ્યા નથી. અમારો લક્ષ્ય ગુજરાતનો વિકાસ કરવાનો છે. અમે લક્ષ્ય સાથે રાજકારણ કરવા આવ્યા છીએ. તેમણે કહ્યું કે, સેવા અમારૂ માધ્યમ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news