ઘરના છોકરા ઘંટી ચાટે : કેતન ઈનામદારના મનામણા વચ્ચે રાજીનામા પર પાટીલ બગડ્યા

MLA Ketan Inamdar Resigns : કેતન ઈનામદારના રાજીનામા અંગે મોટો ખુલાસો...પક્ષમાં માન-સન્માન ન જળવાતું હોવાની વાત આવી સામે...કુલદીપસિંહ રાઉલજી ભાજપમાં આવતાં કેતન ઈનામદાર થયા હતા નારાજ...2022ની ચૂંટણીમાં કેતન ઈનામદાર કોંગ્રેસના કુલદીપસિંહ સામે લડ્યા હતા

ઘરના છોકરા ઘંટી ચાટે : કેતન ઈનામદારના મનામણા વચ્ચે રાજીનામા પર પાટીલ બગડ્યા

Gujarat Loksabha Elections : કેતન ઈનામદારના રાજીનામા બાદ ભાજપમાં દોડધામ મચી છે. વડોદરામાં ચાલી રહેલા નારાજગીના દોરને ખાળવ માટે ગાંધીનગરમાં સી.આર.પાટીલે પ્રભારી મંત્રી હર્ષ સંઘવી સાથે બેઠક કરી. તો સાવલીના ધારાસભ્યને મનાવવા માટે પ્રયાસો શરૂ થયા છે. લોકસભા ચૂંટણી પહેલાં વડોદરા ભાજપમાં ભડકાની સ્થિતિ સર્જાઈ છે. ત્યારે આ વચ્ચે ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ કેતન ઈનામદારના રાજીનામાની વાત સાંભળી ભડક્યા હતા. મીડિયા સાથેની વાતચીતમાં તેમણે કહ્યું હતું કે, પક્ષમાં કોને લેવા અને કોને નહિ તે ધારાસભ્ય નહિ નક્કી કરે. 

હકુભા મનાવવા પહોંચ્યા 
કેતન ઈનામદારના રાજીનામા બાદ મનામણાનો દોર ચાલી રહ્યો છે. હકુભા જાડેજા અને રાજુ પાઠકે કેતન ઈનામદાર સાથે બેઠક કરી રહ્યાં છે. બંધબારણે બેઠક કર્યા બાદ તેઓ ગાંધીનગર જવા રવાના થયા છે. હાલ હકુભા અને કેતન ઈનામદાર ગાંધીનગર રવાના થયા છે. તેઓ ગાંધીનગરમાં સી.આર.પાટીલ સાથે બેઠક કરશે. ત્યારે ગાંધીનગરમાં બેઠક બાદ કેતન ઈનામદાર માની જાય તેવી શક્યતા છે. 

પાટીલની પ્રતિક્રીયા 
કેતન ઈનામદારના રાજીનામા બાદ પાટીલની પ્રતિક્રિયા આવી છે. સીઆર પાટીલે કહ્યું કે, કેતન ઈનામદાર માનેલા જ છે. પાર્ટી નીતિ નિયમ પ્રમાણે ચાલશે. કેતનભાઈ માણસ છે નારાજ થઈ શકે. પક્ષમાં કોને લેવા એ પક્ષ નક્કી કરશે. 

 

— Zee 24 Kalak (@Zee24Kalak) March 19, 2024

 

કેતન ઈનામદારને પગલે બીજા રાજીનામા પડ્યા 
કેતન ઈનામદારના સમર્થનમાં સાવરથી અનેક રાજીનામા પડ્યા છે. સાવલીમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના સભ્યોનું રાજીનામું આપ્યુ છે. સાવલી પાલિકાના સભ્યો, APMCના હોદ્દેદારોનું રાજીનામું ધર્યુ છે. કેતન ઈનામદારના સમજાવવા છતા સમર્થકો રાજીનામા માટે મક્કમ છે. સાવલી તાલુકા ભાજપના યુવા મોરચાના તમામ સભ્યોએ પણ રાજીનામા આપ્યા. સાવલી નગરપાલિકાના ઉપપ્રમુખ, તાલુકા પંચાયતના પ્રમુખ, સાવલી તાલુકા ભાજપ પ્રમુખે રાજીનામું આપ્યું છે. આ વિશે કેતન ઈનામદારના ભાઈ સંદીપ ઈનામદારે કહ્યું કે, અમે તમામ લોકો કેતન ઈનામદાર સાથે છે. 

 

— Zee 24 Kalak (@Zee24Kalak) March 19, 2024

 

આ તો શરૂઆત છે, આગળ ભાજપમાં વધુ ડેમેજ થશે...
કેતન ઈનામદારના રાજીનામા પર કોંગ્રેસના નેતા અમી રાવતે કહ્યું કે ચૂંટણી સમયે આ પ્રકારે રાજીનામાથી આશ્વર્ય થાય. ભાજપના કાર્યકર્તાઓ બંધબારણે ગૂંગળામણ અનુભવે છે. કાર્યકર્તાઓની ગૂંગળામણ ક્યારે ઉભરાશે તે જોવાનું બાકી હતું. આ તો શરૂઆત છે, આગળ ભાજપમાં વધુ ડેમેજ થશે. કોંગ્રેસના વિપક્ષ નેતા અમી રાવતે કહ્યું કે, મને આશ્ચર્ય થાય છે કે ચૂંટણી સમયે આ પ્રકારે રાજીનામાં પડી રહ્યા છે. ભાજપના કાર્યકર્તાઓને બંધ બારણે ગુંગળામણ સાંભળી છે પણ આજે જોઈ પણ લીધી. કાર્યકર્તાઓને ગુંગળામણ હતી તે સાંભળી હતી અને ક્યારે ઉભરાશે તે જોવાનું બાકી હતું. જ્યોતિબેન પંડ્યા બાદ કેતન ઇનામદારે રાજીનામું આપતા રોષ જોવા મળ્યો. ડીડીસીબીઆઈનો ઉપયોગ કરે બીજા પક્ષોના કાર્યકર્તાઓને તોડી લાવવા. તેમજ નવા કાર્યકર્તાઓને સન્માન કરી વર્ષોથી જૂના કાર્યકર્તાઓનો અવગણના કરવી. નીતિનભાઈ જેવા વર્ષોથી પાર્ટીમાં સેવા કરીને પોતાની યોગદાન આપ્યું છે. તેઓને પોતાનું કેન્ડિડેટ વીડ્રો કરવું પડે મહેસાણાથી છતાં વિરોધ નથી કરી શકતા તે કેટલું યોગ્ય. પાર્ટીના નેતાઓ સાથે જ અન્યાય થાય તો ક્યાં રજૂઆત કરે. હજી તો આ શરૂઆત છે આગળ આગળ જુઓ ભાજપ પાર્ટી કેટલી ડેમેજ થશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news