ભાજપનું મહામંથન પણ ફેલ કરશે આ 6 લોકસભા બેઠક, દિલ્હીવાળાને પણ થઈ ગયું ટેન્શન
Loksabha Election 2024 : ભાજપ ભલે 26માંથી 26 બેઠકો જીતવાના દાવા કરતું પણ આ બેઠકો ભાજપના આ ટાર્ગેટને અસર કરી શકે છે. દિલ્હી હાઈકમાન્ડને પાટીલ અને ભૂપેન્દ્ર પટેલ પર ભરોસો હોવા છતાં દિલ્હીથી 6 નેતાઓ લોકસભાની ચૂંટણીને લઈને ગુજરાત આવશે. જેઓ નબળી બેઠકો પર ભાજપ સરકાર અને મોદીની 9 વર્ષની સિદ્ધિઓના ગુણગાન કરશે
Trending Photos
BJP Maha Jansampark Abhiyan : ગુજરાતમાં લોકસભાની અત્યારથી તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ગુજરાતમાં પાટીલે 26માંથી 26 બેઠકો 5 લાખના અંતરથી જીતવા માટે પ્લાનિંગ બનાવ્યું છે. પ્રદેશ પ્રમુખ આ બાબતે બેઠકો પણ કરી ચૂકયા છે. વિધાનસભાની ચૂંટણીમાં સપાટો બોલાવ્યા બાદ હવે ગુજરાત ભાજપની નજર લોકસભાની ચૂંટણી ઉપર છે અને તમામે તમામ ૨૬ બેઠકો જીતવા માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યાં છે. પ્રદેશ પ્રમુખ પાટિલ પણ એક્શનમાં છે અને ૧૨ જેટલા જિલ્લાઓના પ્રમુખોને બદલી નાખવામાં આવ્યા છે. ગુજરાત એ મોદી અને અમિત શાહનો ગઢ હોવાથી ભાજપ કોઈ પણ સંજોગોમાં એક પણ બેઠક ગુમાવવા માગતું નથી. 2019માં ગુજરાતમાંથી ભાજપે 26 બેઠકો જીતીને 26 કમળો દિલ્હી મોકલ્યા હતા. 2024ની લોકસભાની સીટ માટે પણ ભાજપે તૈયારીઓ શરૂ કરી છે. ભાજપ અહીં ફરીથી 2019નું પુનરાવર્તન કરવા માગે છે. ગુજરાતમાં લોકસભાની 6 સીટ ઉપર ધ્યાન આપવા ખાસ આદેશ થયા છે. ભાજપને ડર છે કે આ 5 બેઠકો પર પાસા સીધા ન રહ્યાં તો આ બેઠકો કોંગ્રેસને મળી શકે છે. ભાજપે ભલે રેકોર્ડબ્રેક જીત સાથે વિધાનસભામાં બહુમતિ મેળવી છે પણ લોકસભામાં સમીકરણો અલગ હોય છે. આ બેઠકોનો ખુલાસો પણ થઈ ગયો છે. આ બેઠકો પર ભાજપે વધુ તૈયારીઓ કરવી પડશે. ભાજપ ભલે 26માંથી 26 બેઠકો જીતવાના દાવા કરતું પણ આ બેઠકો ભાજપના આ ટાર્ગેટને અસર કરી શકે છે. દિલ્હી હાઈકમાન્ડને પાટીલ અને ભૂપેન્દ્ર પટેલ પર ભરોસો હોવા છતાં દિલ્હીથી 6 નેતાઓ લોકસભાની ચૂંટણીને લઈને ગુજરાત આવશે. જેઓ નબળી બેઠકો પર ભાજપ સરકાર અને મોદીની 9 વર્ષની સિદ્ધિઓના ગુણગાન કરશે.
ભાજપે વિધાનસભામાં રેકોર્ડબ્રેક જીત મેળવી ગુજરાતની ગાદી તો મેળવી લીધી છે પણ વિધાનસભા અને લોકસભાની સીટના સમીકરણો બદલાય છે. જ્યાં ભાજપની સરકાર નથી એવા રાજ્યોમાં પણ ભાજપે લોકસભાની સીટોમાં પોતાનો દબદબો જાળવ્યો છે. ભાજપ આ સારી રીતે જાણે છેકે જે મેજિક તેઓ બીજા રાજ્યોમાં સ્થાનિક સરકાર ન હોવા છતાં કરી રહ્યાં છે એ જ દાવ એમની સામે પણ રમી શકાય છે. ભાજપ ભલે જીતના દાવાઓ કરી રહ્યું હોય પણ કોંગ્રેસનો એક સમયે દબદબો હતો એવી લોકસભાની 5 સીટો પર ભાજપને આજે પણ ડર છે. એટલે જ ભાજપ માટે આ સીટો સીધો ટાર્ગેટ છે. એવું બની શકે છે લોકસભા પહેલાં આપ અને કોંગ્રેસના નેતાઓ ભાજપમાં પક્ષપલટો કરીને જોડાઈ શકે છે.
સીઆર પાટીલ હાલમાં 26માંથી 26 બેઠકો જીતવા માટે માઈક્રોપ્લાનિંગ કરી રહ્યાં છે. બીજી તરફ હાઈકમાન્ડ પણ લોકસભાની ચૂંટણીને લઈ તૈયાર થઈ ચૂક્યું છે અને જન સંપર્ક અભિયાન પણ તેજ કરવામાં આવ્યું છે. દેશની ૧૬૦ લોકસભાની બેઠકો કે જે ભાજપ નબળી માને છે તે બેઠકો ઉપર કેન્દ્રીય મંત્રીઓને ઉતારવામાં આવ્યા છે. ગુજરાતની લોકસભાની બેઠકો જીતવા માટે ૬ નેતાઓને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. ગુજરાતમાંથી પણ 5 નેતાઓ બીજા રાજ્યોમાં જઈ રહ્યાં છે. આ સાથે ભાજપે 6 નેતાઓને ગુજરાતમાં મોકલ્યા છે. જેમાં ભગવત કરાડ, હર્ષ વર્ધન, ચંન્દ્રકાંત પાટિલ, નારાયણ રાણે, સુધીર ગુપ્તા અને શ્યામ જાજુનો સમાવેશ થાય છે. આ નેતાઓ લોકસભાની નબળી બેઠકો પર ફોકસ કરશે. ભાજપ ગુજરાતની 6 લોકસભાની સીટોને નબળી માની રહ્યો છે. મોદી સરકારના 9 વર્ષ પૂર્ણ થતાં મોદી સરકારની સિદ્ધિઓને લોકો સમક્ષ લઈ જવા માટે કેન્દ્રીય મંત્રીઓ, સાંસદો, પીઢ નેતાઓને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.
કેન્દ્રમાં મોદી સરકારને 9 વર્ષ પૂર્ણ થતા ભાજપે જનસંપર્ક અભિયાનને લઇ મેગા પ્લાન બનાવ્યો છે. 30 મેથી 30 જૂન સુધી ચાલનારા આ અભિયાનને લઇ કેન્દ્રીય મંત્રીઓને જુદા જુદા રાજ્યોની જવાબદારી સોંપાઈ છે. એક મહિના ચાલનારા આ અભિયાનમાં દેશભરમાં મોટી રેલીઓનું પણ આયોજન થશે, ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ રેલીને સંબોધિત કરી શકે છે. દેશમાં 26 મે 2014 ના રોજ પ્રથમ વખત કેન્દ્રમાં નરેન્દ્ર મોદીએ પોતાની સરકાર બનાવી હતી. આ સમય દરમિયાન તેમની સરકારે કરેલી કામગીરીને લઇ લોકો સુધી જનસંપર્ક કરવામાં આવશે. ગુજરાતમાં પણ પાર્ટીના પ્રદેશ હોદ્દેદારોને જવાબદારીઓ સોંપાઈ છે. સાંસદોને પણ લોકો સુધી પહોંચી પોતાના વિસ્તારમાં કરેલી કામગીરી સાથે જનસંપર્ક સ્થાપવા સૂચના અપાઈ છે. સાંસદોએ પોતાના વિસ્તારના શિક્ષક, વકીલ, તબીબો, ખિલાડીઓ, કલાકારો, વેપારીઓ સાથે સંપર્ક કરવા સૂચના છે. દેશભરમાંથી લોકસભાની 160 જેટલી સીટ ઉપર ભાજપ પોતાની પકડ મજબૂત કરવા પ્રયત્નશીલ છે. આ 160 સીટો એવી છે જ્યાં ભાજપને ડર છે કે સમીકરણો યોગ્ય ન રહ્યાં તો આ સીટો પર ભાજપ હારી શકે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે