વિધાનસભાની વાતઃ ખંભાતમાં આ વખતે ખેલાશે કેવો રાજકીય ખેલ? જાણો કયા ખેલાડી પર લાગ્યો છે દાવ

Gujarat Assembly Election 2022/વિધાનસભાની વાત: ગુજરાતની ખંભાત વિધાનસભા સીટ પર ઓબીસી અને પટેલ મતદારોનો દબદબો છે. જેને બીજેપીના મુખ્ય મતદારો માનવામાં આવે છે. હિંદુઓના પ્રભાવના કારણે રામ મંદિર નિર્માણ આંદોલન દરમિયાન બીજેપીએ અહીંયા પગપેસારો કર્યો. અને છેલ્લી 7 ટર્મથી અહીંયા ભાજપ જ જીતી રહ્યું છે. 

વિધાનસભાની વાતઃ ખંભાતમાં આ વખતે ખેલાશે કેવો રાજકીય ખેલ? જાણો કયા ખેલાડી પર લાગ્યો છે દાવ

ઝી બ્યૂરો, અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓની જાહેરાત થઈ ચૂકી છે. ચૂંટણીઓ જાહેર થતાની સાથે આચારસંહિતા પણ અમલમાં મુકાઈ ચુકી છે. જેને પગલે હાલની સ્થિતિમાં ગુજરાતમાં રાજકીય પક્ષો દ્વારા પ્રચાર પ્રસારને વેગ આપવામાં આવી રહ્યો છે. આગામી વિધાનસભાની ચૂંટણીના પગલે ગુજરાતના રાજકારણમાં ગરમાવો છે. ખંભાત બેઠક ભાજપનો ગઢ માનવામાં આવે  છે. કેમ કે છેલ્લી 7 ટર્મથી અહીંયા ભાજપ જીતતું આવે છે. ખંભાત બેઠક આણંદ જિલ્લામાં આવે છે. ખંભાતનો ઈતિહાસ જૂનો છે. સમુદ્રના કિનારે હોવાના કારણે અહીંયા વિદેશમાં જહાજમાંથી સામાનની અવર-જવર થતી હતી. પરંતુ છેલ્લાં ઘણા સમયથી અહીંયા આ ઉદ્યોગ પડી ભાંગ્યો છે.  

ખંભાત બેઠક વિશે જાણો:
ગુજરાતના પ્રાચીન અને પૌરાણિક શહેરોમાનું એક ખંભાત છે. પ્રાચીન કથાઓમાં આ નગરનો ઉલ્લેલ્ખ સ્તંભતીર્થ તરીકે થયો છે. ઈ.સ. આઠમી સદીમાં ખંભાત વસેલું એમ વિદ્ધવાનો માને છે. ખંભાતનો સૌથી પ્રાચીન ઉલ્લેખ ઈ.સ. 915નો છે. ત્યારે ખંભાત પગરખાં તથા નીલમ માટે ખ્યાતિ ધરાવતું થઈ ચૂક્યું હતું. સોલંકી કાળ ઈ.સ. 942થી 1304માં સ્તંભતીર્થની સારી જાહોજલાલી હતી. હાલના સમયમાં ખંભાતમાં હલવાસન અને સુતરફેણી આખી દુનિયામાં જાણીતા છે.  

ખંભાત બેઠક પર જાતિગત સમીકરણ:
ભાજપના મુખ્ય મતદારો ગણાતા ઓબીસી અને પટેલ મતદારોનો અહીં દબદબો છે. જો કે અહીં હિંદુ ધર્મનો પ્રભાવ ઘણો છે. આ જ કારણ છે કે રામ મંદિર નિર્માણ આંદોલન દરમિયાન ભાજપ અહીં કોંગ્રેસના કિલ્લામાં ઘૂસી ગયો હતો. જો કે અહીં મુસ્લિમ અને ખ્રિસ્તી મતદારો પણ સારી સંખ્યામાં છે. 

ખંભાત બેઠકનું રાજકીય ગણિત: 
અહીં છેલ્લી 7 ચૂંટણીમાં ભાજપના ઉમેદવારો જીત્યા છે. એટલે કે 1990થી ભાજપ અહીં સતત જીતી રહ્યું છે. 2012માં રમણભાઈ પટેલ વિજેતા થયા હતા. તેમણે કોંગ્રેસના સંદીપસિંહ વજુભાને હરાવ્યા હતા. જ્યારે રમણભાઈ પહેલા શિરીષકુમાર મધુસુદન ભાજપની ટિકિટ પર સતત ત્રણ વખત જીત્યા હતા. કેટલાંક સમય પહેલાં ખંભાતમાં બે જૂથ પહેલાં અથડામણ થઈ હતી. જેને લઈને પાર્ટીઓ પોતાની વોટબેંક સાધતી જોવા મળી. એટલું નહીં અસદુદ્દીન ઓવૈસીએ ભાજપને જવાબદાર ગણાવ્યું હતું. 

વિધાનસભાની ચૂંટણીઓમાં ખંભાતનો હિસાબઃ
ખંભાત વિધાનસભા બેઠકનો ટ્રેક રેકોર્ડ: 

વર્ષ       વિજેતા ઉમેદવાર                  પક્ષ 

1962       શાસ્ત્રી રણજીતરાય             સ્વતંત્ર  

1967       એમ બી શાહ                    કોંગ્રેસ 

1972       શાહ માધવલાલ                 કોંગ્રેસ 

1975       પટેલ વલ્લભભાઈ               એનસીઓ 

1980       ચુડાસમા વિજયસિંહ          કોંગ્રેસ 

1985       ચુડાસમા વિજયસિંહ          કોંગ્રેસ 

1990       ખત્રી જયેન્દ્રભાઈ               ભાજપ 

1995      ખત્રી જયેન્દ્રભાઈ                ભાજપ 

1998       શુક્લ શિરીષકુમાર             ભાજપ 

2002      શુક્લ શિરીષકુમાર             ભાજપ 

2007      શુક્લ શિરીષકુમાર             ભાજપ 

2012       પટેલ સંજયકુમાર              ભાજપ 

2017       મયુર રાવલ                     ભાજપ            

ખંભાત બેઠક પર મતદારો: 
મતદારક્ષેત્રમાં આશરે કુલ 2,13,555 મતદારો છે, જેમાંથી 111859 પુરૂષ મતદારો અને 101696 મહિલા મતદારો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news