કાંટાની ટક્કરઃ ગોંડલમાં આ વખતે કોણ પાડશે ગોઠવણ? ચૂંટણીમાં અહીં ભાજપ-કોંગ્રેસ કે AAP કોનું ચાલશે રાજ?

Gujarat Assembly Elections 2022/કાંટાની ટક્કર: ગોંડલ બેઠકમાં ગોંડલ તાલુકો અને તેના આસપાસના ગ્રામ્ય વિસ્તારો આવે છે. છેલ્લી બે ટર્મથી આ બેઠક ભાજપ પાસે છે. પાટીદારો અને ક્ષત્રિયોનું પ્રભુત્વ ધરાવતી ગોંડલ બેઠક હાઈપ્રોફાઈલ ગણાય છે. 

કાંટાની ટક્કરઃ ગોંડલમાં આ વખતે કોણ પાડશે ગોઠવણ? ચૂંટણીમાં અહીં ભાજપ-કોંગ્રેસ કે AAP કોનું ચાલશે રાજ?

ઝી બ્યૂરો, અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓનો ધમધમાટ ચાલી રહ્યો છે. ભાજપ-કોંગ્રેસની સાથો-સાથ આ વખતે આમ આદમી પાર્ટી પણ મેદાનમાં છે. સૌરાષ્ટ્રની મહત્વની કહેવાતી બેઠકોમાંથી એક એટલે ગોંડલ. જેના પર આ વખતે 3 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાવાનો છે. ભારતીય જનતા પાર્ટીએ ગોંડલ બેઠક પર ગીતાબા જાડેજાને ટિકિટ આપી છે. તો કોંગ્રેસે યતિશ દેસાઈને મેદાનમાં ઉતર્યા છે. આમ આદમી પાર્ટીમાંથી નિમિષા ખૂંટ ચૂંટણી લડવાના છે. આમ 3 ઉમેદવારો વચ્ચે ગોંડલ બેઠક પર સીધી ટક્કર થવાની છે.

ગોંડલ બેઠકમાં ગોંડલ તાલુકો અને તેના આસપાસના ગ્રામ્ય વિસ્તારો આવે છે. છેલ્લી બે ટર્મથી આ બેઠક ભાજપ પાસે છે. પાટીદારો અને ક્ષત્રિયોનું પ્રભુત્વ ધરાવતી ગોંડલ બેઠક હાઈપ્રોફાઈલ ગણાય છે. ગોંડલ વિધાનસભાનો ભૂતકાળ લોહિયાળ રહ્યો હોવાથી અને ધારાસભ્યો સાથે ગુના નોંધાયા હોવાથી તે હંમેશા ચર્ચામાં રહે છે. સૌરાષ્ટ્રની વિધાનસભા બેઠકોમાંથી સૌથી વધુ સંવેદનશલી મતદાનો મથકો પણ ગોંડલ વિધાનસભા વિસ્તારમાં છે.

શું છે બેઠકના સમીકરણો?
ગોંડલ વિધાનસભા બેઠક પર કુલ 2 લાખ 12 હજાર 789 મતદારો છે. જેમાંથી 1 લાખ 8 હજાર 995 પુરુષો તો 1 લાખ 2 હજાર 789 મહિલાઓ છે. ગોંડલમાં મુખ્ય મતદારો લેઉઆ પટેલ, કડવા પટેલ, ક્ષત્રિય, કોળી અને મલાધારી સમાજને છે. ગોંડલમાં લેઉઆ પટેલ મતદારો 40 ટકા વસ્તિ સાથે પ્રભુત્વ ધરાવે છે. તો 5 ટકા કોળી, કડવા પટેલ 5 ટકા, દલિત, લઘુમતિ અને ક્ષત્રિય મતદારો 10 ટકા છે.

કેવો છે ગોંડલ બેઠકનો ઈતિહાસ?
વર્ષ    વિજેતા ઉમેદવાર               પક્ષ
2017    ગીતાબા જાડેજા             ભાજપ
2012    જયરાજસિંહ જાડેજા       ભાજપ
2007    ચંદુભાઈ વઘાસિયા        એનસીપી
2002    જયરાજસિંહ જાડેજા       ભાજપ
1998    જયરાજસિંહ જાડેજા       ભાજપ
1995    મહિપતસિંહ જાડેજા       સ્વતંત્ર
1990    મહિપતસિંહ જાડેજા       સ્વતંત્ર
1985    પોપટભાઈ સોરઠિયા      કોંગ્રેસ
1980    કેશુભાઈ પટેલ               ભાજપ
1975    પોપટભાઈ સોરઠિયા     કેએલપી
1972    લકુઆભાઈ સોરઠિયા     કોંગ્રેસ
1967    બી એચ પટેલ               કોંગ્રેસ
1962    વજુભાઈ શાહ               કોંગ્રેસ

2022માં શું થશે?
ગોંડલ વિધાનસભા બેઠક પર અત્યાર સુધીમાં 13 વાર ચૂંટણી થઈ છે. જેમાં ભાજપ 5 વાર જીત્યું છે. જ્યારે કોંગ્રેસ ચાર વાર જીત મેળવી છે.  ગોંડલ બેઠક પર અપક્ષને પણ સફળતા મળી છે. એટલે જ આ વખતે આમ આદમી પાર્ટી મેદાનમાં છે. તો ભાજપે ગીતાબા જાડેજાને રીપિટ કર્યા છે. અને કોંગ્રેસે નવા ઉમેદવારને ટિકિટ આપી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news