વિધાનસભાની વાતઃ કામરેજમાં AAP બગાડશે ભાજપની ગણતરી? કયા પરિબળો છે નિર્ણાયક?
Gujarat Assembly Elections 2022: પાટીદાર બાહુલ્ય બેઠક પર ભાજપે વી. ડી ઝાલાવાડિયાની ટિકિટ કાપીને પ્રફુલ પાનસેરિયાને ફરી મેદાનમાં ઉતાર્યા છે. જો કે પાનસેરિયાનો વિરોધ પણ થઈ રહ્યો છે.
Trending Photos
Gujarat Assembly Elections 2022/વિધાનસભાની વાતઃ સુરતની કામરેજ વિધાનસભા બેઠક પર આ વખતે પણ ત્રિપાંખિયો જંગ ખેલાવાનો છે. છેલ્લી ચાર ટર્મથી ભાજપ પાસે રહેલી આ બેઠક પર આ વખતે પણ ભાજપ, કોંગ્રેસ અને આપ વચ્ચે ત્રિપાંખિયો જંગ ખેલાવાનો છે.
સુરતની જે ચાર બેઠકો પર આમ આદમી પાર્ટી પ્રભાવ પાડી શકે છે, તેમાં કામરેજનો પણ સમાવેશ થાય છે, કેમ કે આ બેઠકો પર આમ આદમી પાર્ટીએ મનપાની ચૂંટણીમાં સારૂં પ્રદર્શન નોંધાવ્યું હતું.
વર્ષ 2002થી કામરેજ બેઠક પર ભાજપ જીતતું આવ્યું છે. 2017માં પાટીદાર અનામત આંદોલનની અસર છતા ભાજપે આ બેઠક જાળવી રાખી હતી. 2017માં કામરેજથી ભાજપના ઉમેદવાર વી. ડી ઝાલાવાડિયા જીત્યા હતા. જો કે આ વખતે ભાજપે તેમની જગ્યાએ 2012માં વિજેતા પ્રફુલ પાનશેરિયાને ફરી ટિકિટ આપી છે. જેની સામે કેટલીક જગ્યાએ સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો છે.
કામરેજનાં રાજકીય સમીકરણ
કામરેજ બેઠક પર 4.28 લાખ મતદારો નોંધાયેલા છે. જેમાંથી પાટીદાર મતદારો નિર્ણાયક છે. હળપતિ સમાજનાં મતદારોનું પણ સારું એવું પ્રભુત્વ છે. આ જ કારણ છે કે આમ આદમી પાર્ટીએ અહીં રામ ધડુકને મેદાનમાં ઉતાર્યા છે. આમ આદમી પાર્ટી ભાજપ અને કોંગ્રેસની ગણતરી બગાડી શકે છે.
2017માં ભાજપના વી ડી ઝાલાવાડિયાએ 28,191 મતોથી કોંગ્રસનાં અશોક જીરાવાલાને હરાવ્યા હતા. ઝાલાવાડિયાને 1,47,371 મત મળ્યા હતા, જ્યારે જીરાવાલાને 1,19,180 મત મળ્યા હતા. જો કે આપનાં રામ ધડુકને ફક્ત 1454 મત મળ્યા હતા, તેમ છતા આપે તેમને ફરી રીપિટ કર્યા છે.
કામરેજ વિધાનસભા બેઠકનાં પરિણામ
2017 | વી. ડી. ઝાલાવાડિયા | ભાજપ |
2012 | પ્રફુલ પાનશેરીયા | ભાજપ |
2007 | ભારતીબેન રાઠોડ | ભાજપ |
2002 | પ્રવીણ રાઠોડ | ભાજપ |
1998 | રમણ રાઠોડ | કોંગ્રેસ |
આ પણ વાંચો: BSNL ના શાનદાર પ્લાન લોન્ચ,સિંગલ રિચાર્જમાં 1 વર્ષ Free અનલિમિટેડ Calling અને Data
આ પણ વાંચો: એક જ વીડિયોમાં ઘણીવાર ઉપ્સ મોમેંટનો શિકાર બની શમા સિકંદર, પડદાએ બચાવી 'લાજ'
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે