નીતિન કાકાના બિન્દાસ્ત બોલ, ‘હું અલગ માટીનો ખેલાડી, લડાવીને જતા રહેવાવાળો નથી’
Gujarat Elections : મહેસાણા ખાતે ભાજપના ઉમેદવાર મુકેશ પટેલના ચૂંટણી પ્રચારમા નીતિન પટેલ જોડાયા હતા. આ સમયે તેમણે કહ્યું કે, હું અલગ માટીનો ખેલાડી, લડાવીને જતા રહેવાવાળો નથી
Trending Photos
મહેસાણા :પૂર્વ મુખ્યમંત્રી નીતિન પટેલ સ્પષ્ટ વક્તા તરીકે પોપ્યુલર છે. તેઓ જ્યારે પણ બોલે છે બિન્દાસ્ત બોલે છે. ત્યારે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં માહોલ ગરમ છે, ત્યારે ગરમાગરમી વચ્ચે નીતિન પટેલના દિલનું દર્દ છલકાયું છે. મહેસાણામાં નીતિન પટેલે દિલ ખોલીને નિવેદન આપ્યું છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના અનેક મોટા નેતાઓએ સામેથી ચૂંટણી નહિ લડવાનો નિર્ણય લીધો છે. તેઓએ ભાજપના ઉપરી નેતાઓને પત્ર લખીને ચૂંટણી નહિ લડવાનો મત વ્યક્ત કર્યો હતો. જેથી તેમના બદલે અન્ય ઉમેદવારોને ટિકિટ અપાઈ છે. જોકે, આ તમામ નેતાઓએ ચૂંટણી પ્રચારમાં સાથ આપવાનો નિર્ણય લીધો છે. આ જૂના જોગીઓમાં નીતિન પટેલ પણ સામેલ છે. મહેસાણા ખાતે ભાજપના ઉમેદવાર મુકેશ પટેલના ચૂંટણી પ્રચારમા નીતિન પટેલ જોડાયા હતા. આ સમયે તેમણે કહ્યું કે, હું અલગ માટીનો ખેલાડી, લડાવીને જતા રહેવાવાળો નથી.
નીતિન પટેલે કહ્યું કે, હું મહેસાણા છોડવાનો નથી. ચૂંટણી લડાઇ જતો રહેવાવાળો આ ખેલાડી નથી. એવા રાજકારણીઓ બધા જુદા હોય. તમને બધાને જાણીને નવાઈ લાગશે. હું પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડનો હું મેમ્બર છું. અમે 182 ઉમેદવારોના નામોનું મનોમંથન કર્યું છે. ત્યાર બાદ કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડમાં નામ મોકલ્યા હતા. આપણાં બધામાંથી 90 ટકા લોકોએ મને ટિકિટ આપવાનો અભિપ્રાય આપ્યો હતો. મારું નામ જાહેર થાય તે પહેલાં મેં નિર્ણય લઈ લીધો હતો. મેં સામે ચાલીને હું ચૂંટણી નહિ લડુ એવો પહેલો પત્ર લખ્યો હતો. પછી તો સિનિયર મિત્રોની ચૂંટણી નહિ લડવાની લાઇન લાગી. ત્યારબાદ વિજય રૂપાણી અને બીજા મિત્રોએ ચૂંટણી નહિ લડવાનો નિર્ણય કર્યો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે