વિધાનસભાની વાતઃ આ વખતે જૂનાગઢમાં કોણ કરશે નવાજૂની? જાણો કેવા છે સમીકરણો

Gujarat Assembly Election 2022/વિધાનસભાની વાતઃ જૂનાગઢ બેઠક પર 24 વર્ષ સુધી રાજ કર્યા પછી બીજેપીના મહેન્દ્ર મશરૂને વર્ષ 2017માં હારનો સામનો કરવો પડ્યો. તેમને કોંગ્રેસના ભીખાભાઈ જોશીએ 6000 મતથી હાર આપી હતી. 

વિધાનસભાની વાતઃ આ વખતે જૂનાગઢમાં કોણ કરશે નવાજૂની? જાણો કેવા છે સમીકરણો

ઝી બ્યૂરો, અમદાવાદ: જૂનાગઢ શહેર ગુજરાતનું સાતમું મોટું શહેર છે. 1998થી ભાજપ સતત આ સીટ જીતતું આવતું હતું. પરંતુ વર્ષ 2017માં બીજેપીના મહેન્દ્ર મશરૂને કોંગ્રેસના ભીખાભાઈ જોશીએ પરાજય આપીને સીટ આંચકી લીધી. તેમણે મશરૂને 6000 મતથી પરાજય આપ્યો.  ભીખા જોશીને 49.60 ટકા અને મહેન્દ્ર મશરૂને 45.67 ટકા પરાજય આપ્યો.  

પક્ષ આધારિત મત મળતા ન હતા: 
જૂનાગઢમાં 1962માં પહેલી ચૂંટણી યોજાઈ હતી. ત્યારથી કોઈ જાતિ કે પક્ષ આધારિત નહીં પરંતુ વ્યક્તિને તેની છબિ અને ઓળખના આધારે મત મળતા હતા. જૂનાગઢ સીટ જે બીજેપીનો ગઢ માનવામાં આવતી હતી. તેનું કારણ હતું મહેન્દ્ર મશરૂ. તે 1998માં બીજેપીમાં જોડાયા અને ત્યાંના ધારાસભ્ય બન્યા. 2012 સુધી સતત 6 વખત સ્વચ્છ છબિના કારણે મહેન્દ્ર મશરૂની જીત થતી રહી. સરકારી બસ કે સાઈકલ પર સવાર થઈને વિધાનસભા પહોંચનારા મશરૂ લોકોની વચ્ચે ઘણા લોકપ્રિય રહ્યા.  

2017માં પરાજય મળ્યો: 
24 વર્ષ સુધી જીતતા રહ્યા પછી 2017ની ચૂંટણીમાં મહેન્દ્ર મશરૂને પરાજયનો સામનો કરવો પડ્યો. કોંગ્રેસના ભીખા જોશી હાલમાં અહીંયાના ધારાસભ્ય છે. તેમણે મહેન્દ્ર મશરૂ અને ભાજપની એકધારી જીતના વિજયરથને બ્રેક મારી. 24 વર્ષ સુધી ધારાસભ્ય રહ્યા છતાં પણ જૂનાગઢનો વિકાસ કરવામાં મહેન્દ્ર મશરૂ નિષ્ફળ રહ્યા. જેના કારણે લોકોની નારાજગી 2017માં પરિણામમાં જોવા મળી. 

વિધાનસભા ચૂંટણીમાં જૂનાગઢનો ટ્રેક રેકોર્ડઃ
વર્ષ            વિજેતા                                   પક્ષ 

1962        કુંદનલાલ દિવ્યકાંત                  કોંગ્રેસ 

1967        પી.કે.દવે                                કોંગ્રેસ 

1972        દિવ્યકાંત માણાવતી                 કોંગ્રેસ 

1975        હેમાબેન આચાર્ય                    જનસંઘ 

1980        ગોરધનભાઈ પટેલ                    કોંગ્રેસ 

1985        ગોરધનભાઈ પટેલ                    કોંગ્રેસ 

1990        મહેન્દ્ર મશરૂ                           અપક્ષ 

1995        મહેન્દ્ર મશરૂ                           અપક્ષ 

2002        મહેન્દ્ર મશરૂ                           ભાજપ 

2007        મહેન્દ્ર મશરૂ                           ભાજપ 

2012        મહેન્દ્ર મશરૂ                           ભાજપ 

2017        ભીખાભાઈ જોશી                     કોંગ્રેસ 

ભૌગોલિક સ્થિતિ: 
જૂનાગઢ ગુજરાતના પશ્વિમી વિસ્તારમાં અરબ સાગરના કિનારે આવેલો જિલ્લો છે. 9 નવેમ્બર 1947માં આઝાદ થયેલી જૂનાગઢની પોતાની એક અલગ ઓળખ છે. આજે પણ પાકિસ્તાન જૂનાગઢને પોતાના નકશામાં દર્શાવે છે. જૂનાગઢ અમદાવાદથી 300 કિમી, રાજકોટથી 100 કિમી અને સોમનાથથી 90 કિમી દૂર છે.  

મતદારોની સંખ્યા: 
જૂનાગઢ સીટ પર કુલ 2,55,571 મતદારો છે. જેમાંથી 1,32,393 પુરુષ મતદારો છે. જ્યારે 1,23,168 મહિલા મતદારો છે. અને 10 અન્ય મતદારો છે. વર્ષ 2017માં અહીંયા 59.63 ટકા મતદાન થયું હતું. 

સામાજિક સ્થિતિ: 
32 ટકા પટેલ મતદારો છે. 40 ટકામાં બ્રાહ્મણ, લોહાણા, વાણિયાનો સમાવેશ થાય છે. આ સિવાય મુસ્લિમ, સિંધી અને અન્ય જાતિના મતદારો પણ છે. અહીંયા 88 ટકા લોકો શિક્ષિત છે.  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news