વિધાનસભાની વાતઃ ઉમરગામમાં કોણ કરશે ઉજવણી? ભાજપના આ નેતાએ તોડ્યું હતું કોંગ્રેસી તિલિસ્મ

Gujarat Assembly Election 2022/વિધાનસભાની વાતઃ ઉમરગામ વિધાનસભા બેઠક એસટી માટે આરક્ષિત છે. તેના પર 1962થી લઈને અત્યાર સુધી કુલ 13 ચૂંટણી યોજાઈ હતી. આ સીટ પર અત્યાર સુધી બીજેપી 5 વખત અને કોંગ્રેસ 7 વખત ચૂંટણી જીતી ચૂક્યું છે. આ સીટ પર 2007માં ભાજપના રમણલાલ પાટકર ધારાસભ્ય બન્યા હતા.

વિધાનસભાની વાતઃ ઉમરગામમાં કોણ કરશે ઉજવણી? ભાજપના આ નેતાએ તોડ્યું હતું કોંગ્રેસી તિલિસ્મ

ઝી બ્યૂરો, અમદાવાદ: ઉમરગામ વિધાનસભા બેઠક વલસાડ જિલ્લામાં આવે છે. ઉમરગામ વિધાનસભા બેઠક પર રાજકીય ગરમાવો વધી ગયો છે. રાજકીય પક્ષો લોકોની વચ્ચે જઈને વાયદા અને ગેરંટી આપી રહ્યા છે. તેની વચ્ચે અમે તમને ઉમરગામ બેઠકનું રાજકીય ગણિત સમજાવીશું. ઉમરગામ વિધાનસભામાં પારડી તાલુકાનો કેટલોક ભાગ, ચાણોદ અને ડુંગરા પણ આવે છે. આ વિસ્તારમાં ગુજરાતી લોકોની સાથે સાથે હિંદી, ભોજપુરી અને મરાઠી ભાષાના લોકો પણ વસવાટ કરે છે. ઉમરગામ વિધાનસભા સીટ પર એસટી એટલે કે આદિવાસી મતદારોનો વધારે પ્રભાવ છે. કુલ જનસંખ્યામાં એસસીની વસ્તી 3.94 ટકા અને એસટીની જનસંખ્યા 39.98 ટકા છે. અહીંયા કુલ 2,85, 398 મતદારો છે. તેમાં 1,51,902 પુરુષો અને 1,33,493 મહિલા મતદારો છે.

ઉમરગામ બેઠકનો રાજકીય ઈતિહાસ:
આ સીટ એસટી માટ અનામત છે. આ સીટ પર 1962થી લઈને અત્યાર સુધી 13 ચૂંટણી યોજાઈ ચૂકી છે. આ સીટ પર અત્યાર સુધી બીજેપી 5 વખત અને કોંગ્રેસ 7 વખત ચૂંટણી જીતી ચૂક્યું છે. આ સીટ પર 2007માં ભાજપના રમણલાલ પાટકર ધારાસભ્ય બન્યા હતા. જ્યારે 2017ની ચૂંટણીમાં કોંગ્રેસે રમણ પાટકર સામે અશોકભાઈ પટેલને મેદાનમાં ઉતાર્યા હતા. જેમાં રમણલાલને 96,004 મત મળ્યા હતા. તો અશોકભાઈને 54,314 મત મળ્યા હતા.

બેઠક પર રમણલાલ પાટકરનો દબદબો:
ઉમરગામ વિધાનસભા બેઠક પર રમણલાલ પાટકરની સારી પકડ છે. છેલ્લી પાંચમાંથી ચાર ચૂંટણીમાં રમણલાલ પાટકરની જીત થઈ છે. જોકે 2002ની ચૂંટણીમાં કોંગ્રેસના શંકરભાઈ મંગળભાઈએ રમણ પાટકરને માત્ર 73 મતથી હરાવી દીધા હતા. પરંતુ તેના પછી યોજાયેલી ચૂંટણીમાં રમણ પાટકરે બેઠક જીતીને બદલો લઈ લીધો હતો.

વિધાનસભા ચૂંટણીમાં ઉમરગામનો ટ્રેક રેકોર્ડઃ
વર્ષ        વિજેતા                    પક્ષ

1962  સતુ દેવા ઠાકરિયા  કોંગ્રેસ

1967  સતુ દેવા ઠાકરિયા  કોંગ્રેસ

1972  કિકલાભાઈ જે વર્લી કોંગ્રેસ

1975  છોટુભાઈ પટેલ      કોંગ્રેસ

1980  છોટુભાઈ પટેલ      કોંગ્રેસ

1985  છોટુભાઈ પટેલ      કોંગ્રેસ

1990  છોટુભાઈ પટેલ      કોંગ્રેસ

1995  રમણ પાટકર   ભાજપ

1998  રમણ પાટકર   ભાજપ

2002  શંકરભાઈ વર્લી     કોંગ્રેસ

2007  રમણ પાટકર   ભાજપ

2012  રમણ પાટકર   ભાજપ

2017  રમણ પાટકર   ભાજપ

 

રમણલાલે કોંગ્રેસનું તિલિસ્મ તોડ્યું:
ખાસ વાત એ છે કે 1962થી આ સીટ પર કોંગ્રેસનો કબજો રહ્યો. પરંતુ કોંગ્રેસનું તિલિસ્મ તોડવાનું કામ 1995માં રમણલાલ પાટકરે કર્યું. જ્યારે તેમણે ચાર વખતના કોંગ્રેસના ધારાસભ્ય છોટુભાઈ પટેલને લગભગ 19,000 મતથી હરાવી દીધા. રમણલાલ પછી 1998, 2007 અને 2012માં પણ ધારાસભ્ય બન્યા હતા. ભાજપે 2017માં પણ તેમના પર વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. હવે એ જોવાનું રહેશે કે આ વખતે ભાજપ ઉમરગામ બેઠક પર કોને ટિકિટ આપે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news