વિધાનસભા પેટાચૂંટણી: 6 બેઠકો પર અનેક દિગ્ગજો અને પક્ષોની આબરૂ ત્રાજવે

ગુજરાતની ખાલી પડેલી 6 વિધાનસભા બેઠક માટે આજે મતદાન યોજાશે. છ બેઠક માટે 14,76,715 મતદારો પોતાના મતાધિકારોનો પ્રયાગ કરશે. ચૂંટણી પંચ દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ અપાઇ ચુક્યો છે. આજે મતદારો પોતાનો મતાધિકાર વાપરી શકે અને તેમાં તેમને કોઇ સમસ્યા ન થાય તે માટેની તંત્ર દ્વારા તમામ વ્યવસ્થા કરી દેવામાં આવી છે. રાજ્યની 6 વિધાનસભા પેટા ચૂંટણીમાં 20 ખેરાલુ વિધાનસભા (મહેસાણા જિલ્લો) થરાદ વિધાનસભા (બનાસકાંઠા જિલ્લો), અમરાઇવાડી વિધાનસભા (અમદાવાદ જિલ્લો) લુણાવાડા વિધાનસભા (મહિસાગર જિલ્લો) રાધનપુર વિધાનસભા (મહિસાગર જિલ્લો), બાયડ વિધાનસભા (અરવલ્લી જિલ્લા)ની પેટા ચૂંટણી માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. 
વિધાનસભા પેટાચૂંટણી: 6 બેઠકો પર અનેક દિગ્ગજો અને પક્ષોની આબરૂ ત્રાજવે

અમદાવાદ : ગુજરાતની ખાલી પડેલી 6 વિધાનસભા બેઠક માટે આજે મતદાન યોજાશે. છ બેઠક માટે 14,76,715 મતદારો પોતાના મતાધિકારોનો પ્રયાગ કરશે. ચૂંટણી પંચ દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ અપાઇ ચુક્યો છે. આજે મતદારો પોતાનો મતાધિકાર વાપરી શકે અને તેમાં તેમને કોઇ સમસ્યા ન થાય તે માટેની તંત્ર દ્વારા તમામ વ્યવસ્થા કરી દેવામાં આવી છે. રાજ્યની 6 વિધાનસભા પેટા ચૂંટણીમાં 20 ખેરાલુ વિધાનસભા (મહેસાણા જિલ્લો) થરાદ વિધાનસભા (બનાસકાંઠા જિલ્લો), અમરાઇવાડી વિધાનસભા (અમદાવાદ જિલ્લો) લુણાવાડા વિધાનસભા (મહિસાગર જિલ્લો) રાધનપુર વિધાનસભા (મહિસાગર જિલ્લો), બાયડ વિધાનસભા (અરવલ્લી જિલ્લા)ની પેટા ચૂંટણી માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. 

ફ્લાઇટમાં મુસાફરી કરો છો? આ સમાચાર જરૂર વાંચજો નહી તો તમારી કિંમતી વસ્તુઓ થઇ શકે છે ચોરી
ચૂંટણી પંચ દ્વારા તમામ સ્થળો પર બે ગણા ઇવીએમ મશીન મોકલી આપવામાં આવ્યા છે. જેથી ઇવીએમ ખરાબ થવાની સ્થિતીમાં બીજા ઇવીએમને તત્કાલ સ્થળ પર મુકી શકાય. આ ઉપરાંત તમામ વીવીપેટ મશીનોનું પણ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. હાલ 6 વિધાનસભા વિસ્તાર માટે કુલ 1781 મતદાન મથકો સામે FLC OK 3535 બેલેટ યુનિટ, 3465 કંટ્રોલ યુનિટ અને વીવીપેટ મશીન મોકલી આપવામાં આવ્યા છે. જે કુલ મતદાન મથકોથી બમણા છે. જેથી કોઇ પણ સ્થિતીને પહોંચી શકાય. 

થરાદ વિધાનસભા
મતદાન મથકોની સંખ્યા - 260
પુરૂષ મતદારો - 1,15,711
સ્રી મતદારો - 1,02,138
ત્રીજી જાતિ - 0
કુલ મતદારો  - 2,17,849

અમરાઇવાડી વિધાનસભા
મતદાન મથકો - 253
પુરુષ મતદારો - 1,49,188
સ્રી મતદારો - 1,29,891
ત્રીજી જાતિ મતદારો - 3
કુલ મતદારો - 2,79,082

લુણાવાડા વિધાનસભા
મતદાન મથકો - 357
પુરુષ મતદારો - 1,38,023
સ્રી મતદારો - 1,31,091
ત્રીજી જાતિ મતદારો - 3
કુલ મતદારો - 2,69,117

રાધનપુર વિધાનસભા
મતદાન મથકો - 326
પુરુષ મતદારો - 1,40,291
સ્રી મતદારો - 1,29,548
ત્રીજી જાતિ મતદારો - 3
કુલ મતદારો - 2,69,842

બાયડ બેઠક
મતદાન મથકો - 316
પુરુષ મતદારો - 1,18,848
સ્રી મતદારો - 1,12,337
ત્રીજી જાતિ મતદારો - 0
કુલ મતદારો - 2,31,185

ખેરાલુ વિધાનસભા
મતદાન મથકો - 269
પુરુષ મતદારો - 1,08,930
સ્રી મતદારો - 1,00,707
ત્રીજી જાતિના મતદારો - 3
કુલ મતદારો - 2,09,64

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news