કૃષિ મંત્રી રાઘવજી પટેલના હેલ્થ અપડેટ : ડોક્ટરે આપી આ માહિતી
Agriculture Minister Raghavji Patel Suffered A Brain Stroke : કૃષિમંત્રી રાઘવજી પટેલની તબિયત લથડી..... રાઘવજી પટેલને રાજકોટની સીનર્જી હૉસ્પિટલમાં સારવાર હેઠળ.... બેરાજા ગામે ગામ ચલો અભિયાનના કાર્યક્રમ દરમિયાન તેમને આવ્યો હતો બ્રેન સ્ટોક.....હાલ તબિયત સુધારા પર હોવાની માહિતી....
Trending Photos
Gandhinagar News દિવ્યેશ જોશી/રાજકોટ : ભારતીય જનતા પાર્ટી દ્વારા ગામ ચલો અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે જે અંતર્ગત રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલ જામનગર જિલ્લાના અલગ અલગ ગ્રામ્ય વિસ્તારમાં કાર્યક્રમ કરી રહ્યા હતા તે દરમિયાન જામનગર જિલ્લાના બેરાજા ગામે ગામ ચલો કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ તેમની તબિયત લથડી પડી હતી. અને બ્રેઈન સ્ટ્રોક આવ્યો હતો. જોકે, હાલ તેમની તબિયત સ્થિર હોવાનું તબીબોએ જણાવ્યું. સીનર્જી હોસ્પિટલના ડો. જયેશ ડોબરિયાએ તેમના હેલ્થ અપડેટ આપતા જણાવ્યું કે, વહેલી સવારે સિનરજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હાલમાં રાઘવજીભાઈ પટેલ તબિયત સ્થિર છે. રાઘવજીભાઈનું બીપી અને ડાયાબિટીસ કંટ્રોલમાં છે.
રાઘવજીભાઈ પટેલને રાત્રિના બ્રેઇન સ્ટ્રોક આવતા તેમને સારવાર માટે તાત્કાલિક ધોરણે જામનગરની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમને પ્રાથમિક તમામ સારવાર આપવામાં આવી હતી. ત્યારબાદ રાત્રિના ત્રણ વાગ્યે વધુ સારવાર માટે રાજકોટમાં આવેલી સિનર્જી હોસ્પિટલ ખાતે તેમને લઈ આવવામાં આવ્યા હતા. જ્યાં તેમને ન્યુરોલોજીસ્ટની ટીમ દ્વારા આઇસીયુમાં રાખી સારવાર શરૂ કરી દેવામાં આવી હતી.
રાઘવજીભાઈની તબિયત ખરાબ થવાના સમાચાર મળતા જ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા તેમના પરિવારજનો સાથે વાતચીત કરવામાં આવી હતી. તેમજ ડોક્ટર સાથે પણ વાતચીત કરવામાં આવી હતી. તેમજ હેલ્થ કમિશનર, હેલ્થ સેક્રેટરી, કલેકટર સહિતના અધિકારીઓને ખબર અંતર પૂછવા માટે મોકલ્યા હતા. રાઘવજીભાઈની ખબર અંતર પૂછવા માટે રાજ્ય કક્ષાના મંત્રી ભાનુ બાબરીયા, મુળુભાઈ બેરા, ધારાસભ્ય ઉદય કાનગડ, ધારાસભ્ય રમેશ ટીલાળા સહિતના ભાજપના આગેવાનો પહોંચ્યા હતા.
રાઘવજી પટેલની તબિયતને લઈ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, હાલ તેમની તબિયત સારી છે. હાલ રાજકોટની હોસ્પિટલ ખાતે તેમને ખસેડવામાં આવ્યા છે. એમની સારવારથી પરિવારને સંતોષ છે.
સિનરજી હોસ્પિટલના ડોક્ટર જયેશ ડોબરીયાએ જણાવ્યું હતું કે રાઘવજીભાઈ ની તબિયત હાલમાં ખૂબ જ સ્થિર છે. તેમણે અંદાજે બે થી ત્રણ અઠવાડિયા જેટલો આરામ કરવાનો રહેશે ઉપરાંત ત્રણ થી ચાર દિવસ હોસ્પિટલમાં દાખલ રાખવામાં આવશે રાઘવજીભાઈ નું બીપી તેમજ ડાયાબિટીસ કંટ્રોલમાં છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે