એક-એક કરીને ગુજરાતની 8 નગરપાલિકાઓએ દેવાળું ફૂંક્યું, આખરે નાગરિકોના રૂપિયા કયા પાપી પેટમાં જાય છે?
Gujarat Nagarpalika : દેવાળું ફૂંકાય ગયેલી પાલિકાઓનું લિસ્ટ લાંબુ છે... પરંતુ આ બધામાં સમયસર વેરો અને બિલ ભરતા નાગરિકોનો શુ વાંક... આખરે નાગરિકોના રૂપિયા કયા પાપી પેટમાં જાય છે?
Trending Photos
Gujarat Nagarpalika Electricity Connection Cut : તમે એ વાતથી વાકેફ હશો કે ગુજરાતની 8 જેટલી નગરપાલિકાઓમાં દેવાળું ફૂંકાયું છે.. પાલિકાના વહીવટદારો પાસે વપરાશનું લાઈટ બિલ ભરવાના પણ નાણાં નથી અને આ જ કારણે અનેક પાલિકાઓનું વીજ કનેક્શન કપાઈ ચૂક્યું છે.. પરંતુ, આના પાછળનું કારણ શું છે એ તમે જાણો છો..? આના પાછળ જવાબદાર છે અધિકારીઓ અને નેતાઓના તાગડધિન્ના.. જી હાં, ZEE 24 કલાકની ટીમે આજે આ તમામ પાલિકાઓમાં રિયાલિટી ચેક કર્યું અને એ જાણવાનો પ્રયાસ કર્યો કે આખરે પાલિકામાં વીજ વપરાશ કઈ રીતે થાય છે.
જિલ્લો: આણંદ
નગર પાલિકા: બોરિયાવી
બાકી વીજ બિલ: 60.15 લાખ
આણંદ શહેરની આ બોરિયાવી નગર પાલિકા છે.. આ નગરપાલિકાનું વીજ બિલ 60 લાખ રૂપિયાથી વધુનું છે.. વીજ બિલ ના ભરવાના કારણે વીજ કંપનીએ બિલ કાપી નાખ્યું છે અને ગામમાં અંધારપટ્ટ છે.. પરંતુ, પાલિકાની અંદરના આ દ્રશ્યો જુઓ.. પ્રમુખ અને ચીફ ઓફિસરની ચેમ્બરમાં હાજર ન હોવા છતાં પણ લાઈટ પંખા ચાલુ છે અને પાલિકામાં કુલ 7 AC લગાવવામાં આવ્યા છે. હાસ્યાસ્પદ વાત એ છેકે બોરિયાવી નગર પાલિકાના કારોબારી ચેરમેન વીજ કંપની દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીને બદઈરાદાથી કરેલું કામ ગણાવી રહ્યા છે.
આ પણ વાંચો :
જિલ્લો: પંચમહાલ
નગર પાલિકા: ગોધરા
બાકી વીજ બિલ: 8 કરોડ 33 લાખ
8 કરોડ 33 લાખ રૂપિયાના વીજ બિલની ચૂકવણી ન થતાં વીજ કંપનીએ અનેક વિસ્તારોની સ્ટ્રીટ લાઈટ કાપી નાખી હતી.. પરંતુ, ખાડે ગયેલી પાલિકાની વાસ્તવિકતા કંઈક અલગ છે.. આર્થિક તંગી વચ્ચે ગોધરા નગર પાલિકામાં હિસાબી કચેરીમાં વીજ પુરવઠાનો વેડફાટ થતો જોવા મળ્યો.. કચેરીમાં કર્મચારીઓ હાજર ન હોવા છતાં પણ લાઈટ શરૂ રખાય.. એટલું જ નહીં છેલ્લા કેટલાય સમયથી સ્ટ્રીટ લાઈટ પણ શરૂ રહે છે.
આ પણ વાંચો :
બાપ રે બાપ... આ સીઝનની સૌથી વધુ ઠંડી આ સપ્તાહમાં પડશે, બુધ-ગુરુ-શુક્રની આગાહી ભયંકર
જિલ્લો: બનાસકાંઠા
નગર પાલિકા: ધાનેરા
બાકી વીજ બિલ: 2 કરોડ 60 લાખ
બનાસકાંઠાની ધાનેરા નગરપાલિકાનું 2 કરોડ 60 લાખ રૂપિયાનું વીજ બિલ બાકી હોવાના કારણે વીજ કંપનીએ પાલિકાનું જ કનેક્શન કાપી નાખ્યું છે.. એટલા માટે હવે અહીં જનરેટરથી કામ ચલાવવું પડી રહ્યું છે.
જિલ્લો: કચ્છ
નગર પાલિકા: અંજાર
બાકી વીજ બિલ: 28 કરોડ
કરોડોનું દેવું હોય તો સામાન્ય રીતે વીજ વપરાશમાં કાપ મુકવો જોઈએ પરંતુ અહીં પણ હોદ્દેદારોની કેબિનમાં વીજળીનો વેડફાટ થઈ રહ્યો છે અને વગર કામના લાઈટ-પંખા અને AC શરૂ છે.
આ પણ વાંચો : ઘરમાં તાપણું કરતા નહિ, વડોદરામાં ઘરમાં સળગાવેલા તાપણાના ધુમાડાથી દંપતીનું મોત
દેવાળું ફૂંકાય ગયેલી પાલિકાઓનું લિસ્ટ લાંબુ છે. આના સિવાય રાજકોટના જસદણની નગર પાલિકાનું 5 કરોડ, દ્વારકાની સલાયા નગરપાલિકાનું 45 લાખ, મહેમદાવાદ અને ખેડા બંને નગરપાલિકાનું 3.50 કરોડ અને સાબરકાંઠાની પ્રાંતિજ નગર પાલિકાનું 82 લાખ 36 હજાર રૂપિયાનું વીજ બિલ બાકી છે.
ગુજરાતની નગરપાલિકાઓની આ વાસ્તવિકતા છે.. નગરપાલિકાના કરોડો રૂપિયાના દેવા બાકી છે છતાં પણ અધિકારીઓ અને નેતાઓ તાગડધિન્ના કરી રહ્યા છે.. બીજી તરફ વેરો ભરતી જનતા હાલાકીનો સામનો કરી રહી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે