રાજકોટને મળી વધુ એક ભેટ, 2500 એકરમાં બનશે ગ્રીનફીલ્ડ એરપોર્ટ

આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં એરપોર્ટસ ઓથોરીટી ઓફ ઈન્ડિયા અને ગુજરાત સરકાર વચ્ચે MoU થયા હતા.

રાજકોટને મળી વધુ એક ભેટ, 2500 એકરમાં બનશે ગ્રીનફીલ્ડ એરપોર્ટ

હિતલ પારેખ/ગાંધીનગર : એઈમ્સ હોસ્પિટલ બાદ હવે રાજકોટને વધુ એક ભેટ મળી છે. રાજકોટ ખાતે 2500 એકર વિસ્તારમાં નવું ગ્રીનફીલ્ડ એરપોર્ટ બનશે. આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં એરપોર્ટસ ઓથોરીટી ઓફ ઈન્ડિયા અને ગુજરાત સરકાર વચ્ચે MoU થયા હતા. નવું ગ્રીનફીલ્ડ એરપોર્ટ તૈયાર થતાં 280થી વધુ મુસાફરોની વહન ક્ષમતા સાથેના એરબસએ 320-200-બોઇંગ બી 737-900 જેવાં વિમાનોની સુવિધા રાજકોટ મહાનગર સહિત સૌરાષ્ટ્રવાસીઓને મળશે.

કુંભમેળામાં 1 મહિના સુધી દરેક ભૂખ્યાને ભોજન કરાવે છે આ ગુજરાતી

રાજકોટને આ ભેટ મળતા રાજકોટવાસીઓમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે. ગ્રીનફિલ્ડ એરપોર્ટ માટેના કરાર આજે ગાઁધીનગરમાં કરાયા હતા. આ પ્રસંગે મુખ્ય સચિવ જે. એન. સિંહ, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે. કૈલાસનાથન, અગ્ર સચિવ એમ. કે. દાસ અને સિવિલ એવિયેશન-પ્રવાસન અગ્ર સચિવ એસ.જે. હૈદર ઉપસ્થિત રહ્યા હતા. આ કરાર પર એરપોર્ટસ ઓથોરીટી ઓફ ઇન્ડીયાના રાજકોટ એરપોર્ટના નિયામક બસબકાંતી દાસ અને ગુજરાતના સરકારના સિવિલ એવિયેશન નિયામક કેપ્ટન અજય ચૌહાણે હસ્તાક્ષર કર્યા હતા.

RajkotAirport.jpg

  • રાજકોટના હિરાસર નજીક નવું ગ્રીનફિલ્ડ એરપોર્ટ 3040 મીટર લાંબા અને 45 મીટર પહોળા રન-વે સાથે 2500 એકર વિસ્તારમાં નિર્માણ પામશે. 
  • આ નવું ગ્રીનફિલ્ડ એરપોર્ટ તૈયાર થતાં 280થી વધુ મુસાફરોની વહન ક્ષમતા સાથે તીવ્ર ગતિ 5,375 કીલોમીટરના વેગથી ઉડ્ડયન કરી શકે તેવા ‘સી’ પ્રકારના એરબસ [એ 320-200], બોઇંગ [બી 737-900] જેવાં વિમાનોની સુવિધા રાજકોટ મહાનગર સહિત સૌરાષ્ટ્રને મળતી થશે.
  • આ સુચિત એરપોર્ટ ઉપર સમાંતર બે ટેક્ષી-વે રહેશે. તથા એપ્રન, રેપીડ એક્ઝીટ ટેક્ષી ટ્રેક, ટર્મિનલ બિલ્ડીંગ, કાર્ગો, એમઆરઓ/હેન્ગર્સની સુવિધા પણ ઉપલબ્ધ થવાની છે. 
  • આ એરપોર્ટ 1033 હેકટર જેટલા વિસ્તારમાં નિર્માણ થવાનું છે. તેમાં 1500 એકર જમીન એરપોર્ટ ડેવલપમેન્ટ માટે, 250 એકરનો ગ્રીન ઝોન હશે. 524 એકર સીટી સાઈડ પેસેંજર સુવિધા માટે અને એવીએશન પાર્ક માટે 250 એકર જમીનનો ઉપયોગ થનાર છે.
  • આ એરપોર્ટના નિર્માણ માટે 25૦૦ કરોડનો ખર્ચ તબક્કાવાર એરપોર્ટસ ઓથોરિટી ઓફ ઇન્ડીયા દ્વરા કરવામાં આવશે અને એરપોર્ટ માટેની જમીન રાજ્ય સરકાર દ્વારા ઉપલબ્ધ કરાવાશે.

ઊત્તરાયણ પર પતંગ ચગાવવાની સુરતીઓની ખુશી પર પોલીસે ફેરવ્યું પાણી

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news