ખાનગી સોસાયટીઓના વિકાસ માટે સરકારે ખોલ્યો ખિસ્સો, રોડ,ગટર, પાણી, CCTV પાણીના ભાવે

મ્યુનિસિપલ કોર્પોરેશ દ્વારા આજે ખુબ જ મહત્વપુર્ણ જાહેરાત કરવામાં આવી છે. અમદાવાદમાં ખાનગી સોસાયટીઓના વિકાસ માટે સરકાર અને કોર્પોરેશન દ્વારા સંયુક્ત સ્કિમ લોન્ચ કરવામાં આવી છે. જેના અંતર્ગત કોઇ પણ સોસાયટીના વિકાસ માટે જનભાગીદારી હેઠળ વિકાસ કરવામાં આવશે. 
ખાનગી સોસાયટીઓના વિકાસ માટે સરકારે ખોલ્યો ખિસ્સો, રોડ,ગટર, પાણી, CCTV પાણીના ભાવે

અમદાવાદ : મ્યુનિસિપલ કોર્પોરેશ દ્વારા આજે ખુબ જ મહત્વપુર્ણ જાહેરાત કરવામાં આવી છે. અમદાવાદમાં ખાનગી સોસાયટીઓના વિકાસ માટે સરકાર અને કોર્પોરેશન દ્વારા સંયુક્ત સ્કિમ લોન્ચ કરવામાં આવી છે. જેના અંતર્ગત કોઇ પણ સોસાયટીના વિકાસ માટે જનભાગીદારી હેઠળ વિકાસ કરવામાં આવશે. 

ખાનગી સોસાયટીઓમાં જનભાગીદારીથી વિકાસ કાર્યો કરવા સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી યોજના અંતર્ગત 70 ટકા ખર્ચ રાજ્ય સરકારની ગ્રાન્ટમાંથી અપાશે. 10 ટકા સોસાયટીનાં રહીશોએ કાઢવાનો રહેશે અને 20 ટકા ખર્ચ પૈકી 10 ટકા ધારાસભ્ય અને 10 ટકા સ્થાનિક કોર્પોરેટર દ્વારા આપવામાં આવશે. આ નિર્ણયને લગતી તમામ કામગીરી અને મંજુરી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આપવામાં આવશે. 

ખાનગી સોસાયટીનાં રોડ, સીસીટીવી અને બ્લોકનાં કામ ફ્રીમાં કરી આપવામાં આવશે. આ અંગે હાલ તો દરખાસ્ત કરવામાં આવી હતી. જેને સરકાર દ્વારા લીલી ઝંડી આપવામાં આવી છે. આ ઉપરાંત અમદાવાદ શહેર કોર્પોરેશનની હદમાં ટોરેન્ટ પાવર, ગેટકો સહિતની કંપનીઓને જાહેર રસ્તા પર અથવા કોર્પોરેશન પ્લોટમાં સેક્શન પીલર પોલ, ટાવર, કોમ્પેટ સબ સ્ટેશન માટે પરવાનગી આપવાની કોર્પોરેશનને સત્તા અપાઇ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news