તમામ તાલુકામાં હેલિપેડ બનાવવાનો સરકારનો પ્લાન! અમદાવાદ, અંબાજી, સોમનાથ અને SOU થી શરૂઆત

નાગરિક ઉડ્ડયન અને પ્રવાસન મંત્રી પૂર્ણેશ મોદીએ જણાવ્યું કે, પીએમ મોદીના હસ્તે ડીસા એરોફોર્સ સ્ટેશનનું લોકાર્પણ થવાથી ગુજરાતમાં પાંચમાં એરબેઝનો શિલાન્યાસ થયો છે. પીએમ મોદીના નેતૃત્વમાં દેશમાં સર્વાંગી વિકાસની સાથે જમીની, દરિયાઈ અને હવાઈ માર્ગે સેનાનું મજબુતીકરણ થયું છે.

તમામ તાલુકામાં હેલિપેડ બનાવવાનો સરકારનો પ્લાન! અમદાવાદ, અંબાજી, સોમનાથ અને SOU થી શરૂઆત

ઝી બ્યૂરો, અમદાવાદઃ હાલ ગાંધીનગરમાં ડિફેન્સ એક્સ્પો 2022નું આયોજન કરવામાં આવ્યું છે. પીએમ મોદીએ રાજ્યના પાટનગર ગાંધીનગરમાં ડિફેન્સ એક્સ્પો 2022નું ઉદ્ઘાટન કર્યુ છે. 18 થી 22 ઓક્ટોબર સુધી ડિફેન્સ ઓક્સપો આયોજિત રહેશે. આજે ગાંધીનગરથી જ પીએમ મોદીએ 52 વિંગ એરફોર્સ સ્ટેશન ડીસાનો વર્ચ્યુઅલી શિલાન્યાસ કર્યો. આ સમયે ડીસાના નાણી ખાતે એરબેઝના ખાતમુહૂર્ત કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદીએ ગુજરાતમાં વધુ સાત સ્થળે નવા હેલિપેડ બનવાની જાહેરાત કરી. બીજી તરફ થરાદ રોડ પર આવેલા નાંણી ગામે 4518 એકર જમીનમાં ડીસા એરફિલ્ડનું રૂ.1000 કરોડના ખર્ચથી નિર્માણ કરવાની પણ જાહેરાત કરાઈ. આ પ્રસંગે પીએમ મોદીએ જણાવ્યું હતુંકે, આગામી સમયમાં ડોમેસ્ટિક ઉડય્યન માટે રાજ્યના તમામ તાલુકાઓમાં હેલિપેડ બનાવવાનું સરકાર વિચારી રહી છે. જેના ભાગરૂપે રાજ્યના 7 સ્થળોએ નવા હેલિપેડ બનાવવામાં આવશે. સાપુતારા, સ્ટેચ્યુ ઓફ યુનિટી, અંબાજી, સોમનાથ, અમદાવાદ-સાબરમતી અને વડનગરમાં નવા હેલિપેડ બનાવવામાં આવશે. નવા હેલિપેડ માટે રાજ્ય સરકાર કામ કરી રહી છે.

નાગરિક ઉડ્ડયન અને પ્રવાસન મંત્રી પૂર્ણેશ મોદીએ જણાવ્યું કે, પીએમ મોદીના હસ્તે ડીસા એરોફોર્સ સ્ટેશનનું લોકાર્પણ થવાથી ગુજરાતમાં પાંચમાં એરબેઝનો શિલાન્યાસ થયો છે. પીએમ મોદીના નેતૃત્વમાં દેશમાં સર્વાંગી વિકાસની સાથે જમીની, દરિયાઈ અને હવાઈ માર્ગે સેનાનું મજબુતીકરણ થયું છે. આધુનિક ટેકનોલોજીના આ ફાસ્ટ યુગમાંના રક્ષણ માટે ફાઈટર પ્લેનનો ખૂબ મોટા પ્રમાણમાં થઇ રહ્યો છે તે આપણે રશિયા-યુક્રેનના યુધ્ધમાં પણ જોયું છે. પુલવામાં હુમલા બાદ ફાઈટર પ્લેનના ઉપયોગથી આપણા દેશના જવાનોએ દુશ્મનોના દાંત ખાટા કરીને જડબાતોડ જવાબ આપ્યો હતો.

પૂર્ણેશ મોદીએ વધુમાં જણાવ્યુંકે, ​​ડીસા એરબેઝ બનવાથી દેશની સુરક્ષા અને સલામતિમાં વધારો થશે તથા આંતરરાષ્ટ્રી ય સરહદો વધુ સુરક્ષિત બનશે. તેમણે ઉમેર્યુ કે, આપણી હિન્દુસ્તાન-પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સરહદ ઉપર બી.એસ.એફ.ના જવાનો રાતદિવસ સુરક્ષા કરે છે. તેનાથી નાગરિકો વાકેફ થાય અને સરહદને નજીકની જોઇ શકે તે માટે નડાબેટ ખાતે વાઘા બોર્ડરની જેમ સીમા દર્શન પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે જેની મોટી સંખ્યામાં લોકો મુલાકાત લઇ રહ્યાં છે. ગુજરાતની અંદર નાગરિક ઉડ્ડયન વિભાગ દ્વારા એરપોર્ટની તર્જ પર તાલુકા મથકોએ હેલિકોપ્ટર ઉતરી શકે એવા હેલીપેડ બનાવવાના છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news