સરકારી કર્મચારી આનંદો! આર્થિક સંકડામણ છતા ગુજરાત સરકાર ચુકવશે કર્મચારીઓનો મોંઘવારી ભથ્થું

રાજ્ય સરકારના કર્મચારી અધિકારીઓ માટે પંચાયતના કર્મચારી અધિકારીઓ અને રાજ્ય સરકારની ગ્રાંટ મેળવતી સંસ્થાઓના કર્મચારી અધિકારીઓને રાજ્ય સરકાર ભારત સરકારના ધોરણે જે પ્રમાણે જાહેર કરે એ પ્રમાણે મોંઘવારી ભથ્થું ચૂકવતી હોય છે. 

સરકારી કર્મચારી આનંદો! આર્થિક સંકડામણ છતા ગુજરાત સરકાર ચુકવશે કર્મચારીઓનો મોંઘવારી ભથ્થું

હિતલ પારેખ/અમદાવાદ : રાજ્ય સરકારના અધિકારી/કર્મચારી/પેન્શનરોને દિવાળીની ભેટ આપી હતી. રાજ્ય સરકારના નવ લાખથી વધુ અધિકારી/કર્મચારી-પેન્શનરોને મોંઘવારી ભથ્થાના બાકી એરીયર્સ પૈકી ૫૦ % એરીયર્સનો લાભ અપાશે તેવી નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે જાહેરાત કરી હતી. રાજ્ય સરકારના અને પંચાયતના કર્મચારીઓ તેમજ પેન્શનરો મળી કુલ ૯,૬૧,૬૩૮ કર્મચારીઓને લાભ મળશે. સામા પક્ષે રાજ્ય સરકારને રૂ. ૪૬૪ કરોડનો વધારાનો ખર્ચ થશે

નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે જણાવ્યુ કે, રાજ્ય સરકારના નવ લાખથી વધુ અધિકારીઓ/કર્મચારીઓ અને પેન્શનરોને તા.૦૧.૦૭.૨૦૧૯ થી ૫% મોંઘવારી ભથ્થું આપવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો હતો. આ મોંઘવારી ભથ્થુ જાન્યુઆરી-૨૦૨૦ થી દર માસે પગાર સાથે ચુકવવામાં આવી રહેલ છે. તા.૦૧.૦૭.૨૦૧૯ થી તા.૩૧.૧૨.૨૦૧૯ સુધી એમ કુલ-૬ માસના મોંઘવારી ભથ્થાના તફાવતની રકમ રાજ્યના કર્મચારીઓ તથા પેન્શનરોને ચુકવવાની થતી હતી. 

પટેલે જણાવ્યું કે, મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સાથે પરામર્શ કર્યા બાદ અધિકારી/કર્મચારીઓ/પેન્શનરો દિવાળીના તહેવારો સારી રીતે ઉજવી શકે તે હેતુસર રાજ્ય સરકાર દ્વારા આ બાકી મોંઘવારી ભથ્થાના તફાવતની રકમ સાતમાં અને છઠ્ઠા પગારપંચનો લાભ મેળવતાં રાજ્ય સરકારના તથા પંચાયતના તથા અન્ય ગ્રાન્ટેબલ સંસ્થાઓના અધિકારીઓ/ કર્મચારીઓ/પેન્શનરોને અત્યારે દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખી ત્રણ મહિનાના મોંઘવારી ભથ્થાના આ તફાવતની રકમ દિવાળીના તહેવાર પહેલા ચુકવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આને કારણે રાજ્ય સરકાર પર કુલ-૪૬૪ કરોડનો બોજો આવશે અને રાજ્ય સરકારના કુલ-૫,૧૧,૧૨૯ જેટલા કર્મચારીઓ તથા ૪,૫૦,૫૦૯ જેટલા પેન્શનરોને આનો લાભ મળશે.    

રાજય સરકારના વર્ગ-૪ ના કર્મચારીઓને મોટી દિવાળીની ભેટ રાજ્ય  દ્વારા આપવામાં આવી હતી. કર્મચારીઓને રૂા.૩૫૦૦/- ની મર્યાદામાં રાજય સરકાર દ્વારા બોનસ ચુકવાશે : રાજયના ૩૦,૯૬૦ વર્ગ-૪ ના કર્મચારીઓને લાભ મળશે. નાયબ મુખ્‍યમંત્રી અને નાણામંત્રી નીતિનભાઇ પટેલે જણાવ્‍યુ કે, આગામી સમયમાં આવી રહેલા દિવાળીના તહેવારોને ધ્‍યાને લઇને વર્ગ-૪ ના કર્મચારીઓ ઉત્‍સાહપૂર્વક દિવાળી ઉજવી શકે તે માટે તેઓને બોનસ આપવાનો રાજય સરકારે નિર્ણય કર્યો છે. નાયબ મુખ્‍યમંત્રીએ ઉમેર્યુ કે, મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સાથે ચર્ચા-વિચારણા કર્યા બાદ રાજય સરકારે વર્ગ-૪ ના કર્મચારીઓને રૂા.૩૫૦૦/- ની મર્યાદામાં બોનસ આપીને દિવાળીની ભેટ આપી છે. વધુમાં નાયબ મુખ્યમંત્રીએ ઉમેર્યુ હતું કે, આનો લાભ રાજ્ય સરકારના કર્મચારીઓ, પંચાયતના કર્મચારીઓ, યુનિવર્સિટી સાથે સંલગ્ન કોલેજોના કર્મચારીઓ, બિન-સરકારી શાળાઓ અને કોલેજોના કર્મચારીઓ તથા ગ્રાન્ટ ઇન એઇડ સંસ્થાઓના વર્ગ-૪ ના કુલ ૩૦,૯૬૦ કર્મચારીઓને લાભ મળશે. 
 

રાજ્ય સરકારના કર્મચારી અધિકારીઓ માટે પંચાયતના કર્મચારી અધિકારીઓ અને રાજ્ય સરકારની ગ્રાંટ મેળવતી સંસ્થાઓના કર્મચારી અધિકારીઓને રાજ્ય સરકાર ભારત સરકારના ધોરણે જે પ્રમાણે જાહેર કરે એ પ્રમાણે મોંઘવારી ભથ્થું ચૂકવતી હોય છે. આપણે જાણીએ છીએ કે આ વર્ષે રાજ્ય સરકારે 1-7-19 થી 31-12-19 સુધીની છ મહિનાનું મોંઘવારી તફાવતની રકમ ચૂકવવાની થતી હતી કે, ચૂકવવા માટે સરકારે અગાઉ નિર્ણય કર્યો પરંતુ કમનસીબે તે સમયે કોરોનાની મહામારી શરૂ થઈ. lockdown શરૂ થયું એટલે રાજ્ય સરકારની આવકમાં ધરખમ ઘટાડો થયો છે. તેના કારણે રાજ્ય સરકાર દ્વારા છ મહિનાનો તફાવતની રકમ આપવાનું મુલતવી રાખ્યું હતું. 

રાજ્યની આર્થિક પરિસ્થિતિ સારી થઈ રહી છે. રાજ્ય સરકારની આવકમાં જીએસટી અન્ય ભાગોમાં પણ વધારો થઇ રહ્યો છે. અગાઉ મોંઘવારી ભથ્થુ જે બાકી હતું છ મહિનાનું કે, પૈકીનું તે રકમ ચૂકવવાનો નિર્ણય કર્યો. ૯૫૦ કરોડ રકમ ચૂકવવાની થાય છે આટલી રકમ એકસાથે ચૂકવવામાં  સરકાર માટે શક્ય નથી. 6 લાખ કર્મચારીઓ અને પાંચ લાખ પેન્શનરો ના ચૂકવવા માટે આગામી દિવાળીના તહેવારો માટે આર્થિક રીતે મદદરૂપ થવા માટે ત્રણ મહિનાનું મોંઘવારી ભથ્થું દિવાળી પહેલા ચૂકવી દેવામાં આવશે. આ ત્રણ મહિનાની રકમ 464 કરોડ રૂપિયા રાજ્ય સરકાર ચૂકવી આપશે. છ મહિનાની મોંઘવારી ભથ્થાની બાકી રકમમાંથી ત્રણ મહિનાની મોંઘવારી ભથ્થુ રાજ્ય સરકાર ચૂકવી આપવામાં આવશે. દિવાળી પહેલા 6 અને ૭ મું પગાર પંચ મેળવતા કર્મચારીઓને આ વધારો ચૂકવવામાં આવશે. પાંચ લાખથી વધુ કર્મચારીઓ અને ચાર લાખથી વધુ પેન્શનરોના સીધો લાભ મળશે. એવી જ રીતે રાજ્ય સરકારના વર્ગ-૪ના કર્મચારીઓને પણ કર્મચારી દીઠ 3,500 બોનસ ચુકવવામાં આવશે. 

૩૦,૯૬૦ જેટલા કર્મચારીઓને લાભ મળશે. દિવાળી પહેલા ચૂકવી દેવામાં આવશે. રાજ્ય સરકાર અગાઉ ભારત સરકારના રેલવે વિભાગ બેચરાજી પાસે આવેલી મારુતિ સુઝુકી કંપની સાથે રેલવે લાઇનનું બ્રોડગેજમાં રૂપાંતર કરવાની 787 કરોડના ખર્ચે મંજૂર કર્યું છે. ભારત સરકાર રાજ્ય સરકાર અને જીઆઇડીસી અને મારુતિ કંપની અને રેલવે પણ ભાગીદારથી કામગીરી કરશે. રાજ્ય સરકાર પોતે સ્વયંભૂ ફટાકડાના પરિપેક્ષમાં યોગ્ય નિર્ણય કરશે. લોકો દિલ્હીનું ઉદાહરણ આપે છે. હરિયાણા પંજાબમાં દિલ્હીની નજીકના વિસ્તારોમાં ખેડૂતો દ્વારા પાક લઈ લીધા પછી આગ લગાડવામાં આવે છે.

દિલ્હીમાં ધુમાડો ફેલાય છે. રાજ્ય સરકારે ફટાકડા સંદર્ભે હજુ સુધી કોઈ નિર્ણય લીધો નથી. ગુજરાતમાં પ્રદૂષણ દિલ્હીની જેમ થવાની કોઈ શક્યતા નથી. ગુજરાતમાં આ પ્રકારની દિલ્હી જેવી પરિસ્થિતિ ઊભી નથી. ગુજરાત સાથે દિલ્હીની સરખામણી કરવી એ જરૂરી નથી. ગુજરાત ખૂબ સારી સ્થિતિમાં છે ગુજરાત જાળવણી પણ કરે છે. ફટાકડા સંદર્ભે સરકાર તમામ બાબતોનું ધ્યાન રાખીને નિર્ણય કરશે. દિલ્હી જેવી પરિસ્થિતિ ગુજરાતમાં નથી ગુજરાતની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નિર્ણય કરવામાં આવશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news