China પર નજર, Indiaની ત્રણેય સેનાઓએ Andaman and Nicobarમાં કર્યો સંયુક્ત યુદ્ધાભ્યાસ
હિંદ મહાસાગર (Indian ocean)માં ચીન (China)ની વધતી આક્રમકતાનું સામનો કરવા માટે ભારતીય સેના, નૌસેના અને વાયુસેનાએ રણનૈતિક રૂપથી ખુબજ મહત્વપૂર્ણ આંદામાન અને નિકોબાર (Andaman and Nicobar)માં એક ખાસ સૈનિક અભ્યાસ કર્યો છે
Trending Photos
પોર્ટ બ્લેયર: હિંદ મહાસાગર (Indian ocean)માં ચીન (China)ની વધતી આક્રમકતાનું સામનો કરવા માટે ભારતીય સેના, નૌસેના અને વાયુસેનાએ રણનૈતિક રૂપથી ખુબજ મહત્વપૂર્ણ આંદામાન અને નિકોબાર (Andaman and Nicobar)માં એક ખાસ સૈનિક અભ્યાસ કર્યો છે. BULL STRIKE નામના આ અભ્યાસમાં નૈસેનાની સ્પેશિય ફોર્સ MARCOS, ભારતીય સેનાની પેરા સ્પેશિયલ ફોર્સ, ઘાતક પ્લાટૂન અને વાયુસેનાના સ્પેશિયલ ઓપરેશન માટે ઉપયોગ થતા એરક્રાફટનો ઉપયોગ કરવામાં આવ્યો.
3થી 5 નવેમ્બર સુધી ચાલશે સંયુક્ત યુદ્ધાભ્યાસ
આંદામાન અને નિકોબારના દૂરદરાજ દ્વીપ ટેરેસામાં 3 નવેમ્બર શરૂ થયું. આ અભ્યાસ 5 નવેમ્બર સુધી ચાલ્યુ. તે દરમિયાન ત્રણેય સેનાઓની સ્પેશિયલ ફોર્સને વાસ્તવિક યુદ્ધના વાતાવરણમાં ત્રણેય સેનાઓના સાથે કામ કરવાની તેમની પરીક્ષણની વ્યૂહરચના અને લડવાની પદ્ધતિ પારખી. વાયુસેનાના સ્પેશિયલ ઓપરેશનમાં કામ આવતા C 130 J સુપર હર્ક્યુલિસ એરક્રાફ્ટથી પૈરા સ્પેશિયલ ફોર્સને દ્વીપ પર ફ્રી કોલ કરતા ઉતાર્યા. નૌસેનાની સ્પેશિયલ ફોર્સે MARCOS અને સેનાના ઘાતક પ્લાટૂનની ટુકડીઓએ હેલીકોપ્ટર દ્વારા સ્પેશિયલ હેલીબોર્ન ઓપરેશન કર્યું. નૌસેનાની AMPHIBIOUS SHIPથી સેનાની ટુકડીએ દ્વીપ પર ઉતરી અને શોધ અને બચાવ અભ્યાસ કર્યો.
આંદામાન નિકોબારમાં ભારતની એક માત્ર થિયેટર કમાન્ડ
આંદામાન-નિકોબાર કમાન ભારતીય સેનાઓની એક માત્ર એવી કમાન્ડ છે જેમાં સેના, નૌસેના અને વાયુસેના ત્રણેયના સભ્યો હોય છે અને સાથે ઓપરેશનની તૈયારી કરે છે. જો કે, હવે ભારતીય સેના થિયેટર કમાન તરફથી વધી રહી છે. જેમાં ત્રણેય સેનાઓની મિશ્ર કમાન બનાવવામાં આવશે. ભારતની ત્રણેય સેનાઓની સ્પેશિયલ ફોર્સને એક કરી અભિયાનો માટે પણ એક સાથે કમાન બનાવવામાં આવી રહી છે.
એન્ટી પાઈરેસી અભિયાનન નામ પર ચીનનો ઘૂસણખોરીનો પ્રયાસ
આંદામાન નિકોબારનું મહત્વ ખુબજ વધારે છે કેમ કે, આ હિંદ મહાસાગરમાં ભારતનો સૌથી દૂરનો સૈનિક અડ્ડો છે. આ માર્ગથી ચીનનો મોટાભાગે વ્યાપાર થાય છે અને આ ચીનની મુશ્કેલીનું કારણ છે. ચીન હિંદ મહાસાગરમાં લાંબા સમયથી પોતાનો હસ્તક્ષેપ કરવાનો પ્રયત્ન કરી રહ્યું છે અને ઘણી વખત ચીની સમબમરીન આ વિસ્તારમાં જોવા મળી છે. છેલ્લા કેટલાક વર્ષોથી ચીન સોમાલિયાના તટ પર એન્ટી પાઇરેસી અભિયાન અંતર્ગત તેના જંગી જહાજો અને સબમરીન હિંદ મહાસાગરમાં મોકલી રહ્યું છે. એવામાં ભારત માટે આંદામાન નિકોબારમાં પોતાની મજબૂત સૈન્ય ઉપસ્થિતિ બનાવી રાખવી ખુબજ જરૂરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે